Home /News /national-international /

Women in Farming: ગામડાની મહિલાએ ખેતીમાં કમાલ કરી, વાર્ષિક 25 થી 30 લાખ રૂપિયા કરે છે કમાણી

Women in Farming: ગામડાની મહિલાએ ખેતીમાં કમાલ કરી, વાર્ષિક 25 થી 30 લાખ રૂપિયા કરે છે કમાણી

. રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ વર્તમાન સમયે કૃષિમાં નવા રેકોર્ડ બનાવવા માટે ઝડપથી આગળ વધી રહી (twitter/@ians_india)

Women in Farming business - ગાજરના બીજ તૈયાર કરવાની નવી રીત વિકસિત કરવા બદલ મહિલાને બે વખત રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યો છે

જોધપુર : દેશમાં સ્ત્રી સશક્તિકરણ વધી રહ્યું છે. વધુને વધુ મહિલાઓ પગભર થઈ છે. તેઓ નોકરી, વ્યવસાય કે ધંધા (Women in business)માં પુરુષ સમોવડી છે. આ વાતની સાક્ષી પૂરતા અનેક દાખલાઓ આપણે જોયા છે. જે પૈકી કેટલાક દાખલા રાજસ્થાન (Rajasthan)માં જોવા મળે છે. રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ વર્તમાન સમયે કૃષિમાં નવા રેકોર્ડ બનાવવા માટે ઝડપથી આગળ વધી રહી છે. રાજ્યમાં મહિલાઓ હાલમાં સરકાર દ્વારા માન્ય 20 જેટલા સ્ટાર્ટઅપ (Startup) સફળતાપૂર્વક ચલાવી રહી છે. જેમાંથી પાંચ જૈવિક ખેતીમાં, બે ડેરીમાં અને 13 અન્ય કૃષિ આધારિત ઉદ્યોગોમાં છે. આ મહિલાઓમાં સીકર જિલ્લાના ઝીગર બડી ગામની રહેવાસી સંતોષ પચરનો પણ સમાવેશ થાય છે.

માત્ર 8 ધોરણ સુધી અભ્યાસ કરનાર મહિલાને બે વખત રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો

સંતોષ પચરે માત્ર આઠમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે, પરંતુ ગાજરના બીજ તૈયાર કરવાની નવી રીત વિકસિત કરવા બદલ તેમને બે વખત (2013 અને 2017માં) રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યો છે! તેમણે પોતાના હોસલા, મહેનત અને આવડતથી સમાજમાં દાખલો બેસાડ્યો છે.

ગાજરના બીજની નવી ટેકનિક

સંતોષ પચર પાસે લગભગ 30 વીઘા ખેતીની જમીન છે. જેમાં તેમણે 2002માં અદ્યતન જૈવિક ખેતી શરૂ કરી હતી. ખેતી બાબતે પાચરે જણાવ્યું હતું કે, શરૂઆતમાં ગાજર ખોદતી વખતે તેમણે લાંબા, પાતળા અને વાંકાચૂંકા ગાજર જોયા હતા. જેથી તેમણે બજારમાંથી ખરીદેલા બીજ યોગ્ય ન હોવાનું સમજાયું હતું. આ સમસ્યાનો ઉકેલ લાવવા તેમણે જાતે જ પ્લાન ઘડી કાઢ્યો હતો. પચરે 1 કિલો ગાજરના બીજને 15 મિલી મધ અને 5 મિલી ઘી મિક્સ કરીને છાંયડામાં સૂકવીને નવી ટેકનિક વિકસિત કરી હતી.

આ પણ વાંચો - 1 છોકરીએ 6 છોકરાઓ સાથે કર્યા લગ્ન, પછી તમામને કર્યા બરબાદ

ખૂબ સારા પરિણામ મળ્યા

આ ટેકનિકના કારણે બીજ ઝડપથી અંકુરિત થવા લાગ્યા અને ગાજરની લંબાઈ પણ વધી ગઈ હતી. આ સાથે પચરે ગાજરની મીઠાશમાં 5 ટકાનો વધારો કર્યો હતો એટલું જ નહીં ઉત્પાદનમાં દોઢથી બે ગણો વધારો કર્યો હતો. ત્યારબાદ તેમને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તરફથી 3 લાખ રૂપિયાનું ઈનામ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું. પચરે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગાયના છાણના ગેસ પ્લાન્ટની સ્થાપના પણ કરી હતી, જેનો લાભ તેમના ગામમાં 20 ઘરોને મળ્યો છે. તેઓ ખેતીમાં નવી પદ્ધતિઓ વિશેની માહિતી આપીને અન્ય મહિલાઓને પણ મદદ કરે છે.

બાગાયતીમાં પણ કુશળ

સીકર જિલ્લાની અન્ય એક મહિલા ખેડૂત સંતોષ ખેદાર દાડમની ખેતીમાં નિષ્ણાંત છે. તેમના હોમગાર્ડ પતિને દાડમની વાડી વાવવાનો વિચાર આવ્યો હતો. આ વાતને તેઓ તરત જ માની ગયા હતા. દાડમના છોડ રોપ્યા પછી તેનો પ્રથમ પાક આવે ત્યાં સુધી ત્રણ વર્ષ લાગ્યાં હતા. પાકમાંથી તેઓ કેટલા પૈસા કમાશે તેનો અંદાજ તેમને ન હતો. પરંતુ આખરે સખત મહેનતનું પરિણામ મળ્યું અને તેમની આવક બમણી થઈ ગઈ હતી.

ખેદારે દાડમના ઝાડ વચ્ચેની ખાલી જગ્યામાં લીંબુ અને જામફળના છોડ પણ રોપ્યા હતા. આ પ્રયોગ પણ સફળ રહ્યો હતો અને આવક વાર્ષિક 10 લાખ રૂપિયાને વટાવી ગઈ હતી. આજે તેઓ અન્ય ખેડૂતોને દાડમ, લીંબુ, કિન્નુ સંતરા અને કેરીના છોડ વેચીને નર્સરી પણ ચલાવે છે. આ પરિવાર હવે બાગાયતી ખેતીમાંથી વાર્ષિક 25 થી 30 લાખ રૂપિયા કમાઈ રહ્યો છે.
First published:

Tags: Organic farming, Rajasthan news, Startup

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन