રાજસ્થાનમાં ગમખ્વાર માર્ગ અકસ્માત : બેકાબૂ ટ્રેલરે કારને ટક્કર મારી, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત
રાજસ્થાનમાં ગમખ્વાર માર્ગ અકસ્માત : બેકાબૂ ટ્રેલરે કારને ટક્કર મારી, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત
રાજસ્થાન સિરોહી કાર ટ્રેલ અકસ્માત, પાંચના મોત
રાજસ્થાન (Rajasthan)ના સિરોહી (sirohi) માં પાલડી એમ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉથમાન ટોલ પ્લાઝાની સામે થયો હતો. ત્યાં એક ટ્રેલરે બેકાબૂ રીતે કારને ટક્કર મારી (Trailer and car Accident) હતી. આ અકસ્માત (Road Accident) માં કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા
Rajasthan Accident : રાજસ્થાન (Rajasthan)ના સિરોહી (sirohi) માં રવિવારે સવારે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) માં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અડધો ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રેલર અને કારની ટક્કરથી આ અકસ્માત (Trailer and car Accident) સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ફુરચા ઉડી ગયા હતા. પોલીસે મૃતદેહોને સ્થાનિક હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે.
ઘાયલોને શિવગંજની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટેશન ઉપરાંત પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવ્યું હતું. મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે.
પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર સિંહ યાદવે જણાવ્યું કે, અકસ્માત રવિવારે સવારે પાલડી એમ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉથમાન ટોલ પ્લાઝાની સામે થયો હતો. ત્યાં એક ટ્રેલરે બેકાબૂ રીતે કારને ટક્કર મારી હતી. આ કાર સિરોહીથી શિવગંજ તરફ જઈ રહી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પાંચેયના મૃતદેહને પાલડીની સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. ઘાયલોને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા શિવગંજની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
ત્રણ મૃતકોની ઓળખ
અકસ્માતમાં માર્યા ગયેલા લોકો અલગ-અલગ ગામના છે. માર્યા ગયેલા લોકોમાંથી ત્રણની ઓળખ થઈ ગઈ છે. તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી બંને મહિલાઓની ઓળખ થઈ શકી નથી. પોલીસ તેમના વિશે જાણવાનો પ્રયાસ કરી રહી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી અને રસ્તો બ્લોક થઈ ગયો હતો. રાહદારીઓ અને અન્ય લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉપદ્રવની ઘટનાઓની જેમ માર્ગ અકસ્માતો પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. માર્ગ અકસ્માતો પણ છૂટાછવાયા નથી બની રહ્યા પણ મોટા થઈ રહ્યા છે. મે મહિનામાં જ આ માર્ગ અકસ્માતોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આવા અનેક અકસ્માતોમાં કેટલાએ પરિવારના લોકો અકાળે ભોગ બન્યા હતા. તાજેતરમાં સીએમ અશોક ગેહલોતે પણ રાજ્યમાં વધી રહેલા રોડ અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર