સચિન પાયલટ પ્રિયંકા ગાંધીના સંપર્કમાં, સન્માનજનક ઘર વાપસીના પ્રયાસો ચાલુઃ રિપોર્ટ

News18 Gujarati
Updated: July 20, 2020, 9:10 AM IST
સચિન પાયલટ પ્રિયંકા ગાંધીના સંપર્કમાં, સન્માનજનક ઘર વાપસીના પ્રયાસો ચાલુઃ રિપોર્ટ
રાજસ્થાનના રાજકીય ઘમાસાણમાં નવા વળાંકની શક્યતા, રાહુલ ગાંધી પણ સચિન પાયલટની વાપસી ઈચ્છે છે

રાજસ્થાનના રાજકીય ઘમાસાણમાં નવા વળાંકની શક્યતા, રાહુલ ગાંધી પણ સચિન પાયલટની વાપસી ઈચ્છે છે

  • Share this:
નવી દિલ્હી/જયપુરઃ રાજસ્થાનમાં લગભગ 10 દિવસથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણ (Power Tussle in Rajasthan)ને લઈને આજે હાઈકોર્ટમાં ફરી એકવાર સુનાવણી હાથ ધરાશે. આ દરમિયાન સચિન પાયલટ (Sachin Pilot)એ હાઈકોર્ટ જવાની સાથે જ કૉંગ્રેસ (Congress)ની ટૉપ લિડરશિપથી સંપર્ક સતત રાખી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાયલટે અયોગ્યતા નોટિસને હાઈકોર્ટમાં ચોક્કસપણે પડકારી છે, પરંતુ તેની સાથે જ પાર્ટીમાં પોતાની માંગ પૂરી કરવાને લઈ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Vadra) સાથે સતત સંપર્કમાં છે.

‘ઈન્ડિયન એક્સપ્રેસે’ પોતાના રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. રિપોર્ટ મુજબ, સચિન પાયલટ ગત ત્રણ-ચાર દિવસથી રોજ AICC મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે ફોન પર વાત કરી રહ્યા છે. જોકે, બંનેની વચ્ચે શું વાતચીત થઈ, તે વિશે વધુ જાણી નથી શકાયું. રાજસ્થાન મામલામાં આ અગત્યનું ડેવલપમેન્ટ એવા સમયે આવ્યું છે જ્યારે અશોક ગહલોત સરકાર પાયલટની આગેવાનીમાં અસંતુષ્ટ ધારાસભ્યોની વિરુદ્ધ એક્શન માટે પ્લાન-બી તૈયાર કરવામાં લાગી છે.

આ પણ વાંચો, કોરોનાની જંગ જીતી દીદી ઘરે આવી તો નાની બહેન મન મૂકીને નાચી, VIDEO વાયરલ

આ પહેલા પ્રિયંકા ગાંધીએ સચિન પાયલટને સમજાવવા માટે તેમને સોનિયા અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાની વાત કહી હતી. પરંતુ પાયલટે પ્રિયંકાની ઓફરને ઠુકરાવી દીધી હતી. મળતી માહિતી મુજબ આ ઓફર બાદ કૉગ્રેસ નેતા પાયલટ પર કાર્યવાહી કરી.

આ પણ વાંચો, સલમાન ખાન ટ્રેક્ટર ચલાવીને કરી રહ્યો છે ખેતી, વાયરલ થઈ રહ્યો છે વીડિયો


રાહુલ પણ પાયલટની વાપસી ઈચ્છે છે: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પાયલટની વાપસી ઈચ્છે છે. મળતી માહિતી મુજબ પૂર્વ અધ્યન સચિન પાયલટની સન્માનજનક વાપસીનો માહોલ બનાવવાના પ્રયાસમાં છે. કૉંગ્રેસ સચિન પાયલટને વાપસી માટે વધુ એક તસ આપવાના પક્ષમાં છે. કૉંગ્રેસના સૂત્રોનું માનીએ તો કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બળવાખોરો પ્રત્યે નરમ વલણ અપનાવવાનો આગ્રહ કર્યો છે.
Published by: Mrunal Bhojak
First published: July 20, 2020, 9:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading