જયપુરઃ રાજસ્થાન (Rajasthan)માં અશોક ગહલોત (Ashok Gehlot)ની સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત (Trust Vote) જીતી લીધો છે. જે બાદ વિધાનસભાને 21મી ઓગસ્ટ સુધી સ્થગિત કરી દેામાં આવી છે. આ પહેલા રાજ્ય સરકાર તરફથી સંસદીય કાર્ય મંત્રી શાંતિકુમારધારીવાલે વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કર્યો. જે બાદમાં તેના પર ચર્ચા થઈ હતી. શાંતિ ધારીવાલે કહ્યું કે, વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કરવની તમામ તૈયારી છે. રઘુ શર્માએ કહ્યું હતું કે બહુમતને લઈ કૉંગ્રેસ સંપૂર્ણપણે આશ્વસ્ત છે.
બીજી તરફ, બીજેપી નેતા ગુલાબચંદ કટારિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી અવિશ્વાસ પ્રસ્તાવ નહીં લાવે. બીજી તરફ, વિધાનસભાની કાર્યવાહીમાં સામેલ થવા માટે સચિન પાયલટની સાથે કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને મંત્રી ગૃહમાં પહોંચ્યા હતા. આ દરમિયાન દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે જ વિધાનસભાની કાર્યવાહી બપોરે 1 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
#Rajasthan's Law and Parliamentary Affairs Minister Shanti Kumar Dhariwal tables proposal for a trust vote, in the state assembly.
આ પહેલા બહુજન સમાજ પાર્ટી (BSP)એ પોતાના 6 ધારાસભ્યો માટે વ્હિપ જાહેર કર્યો છે. અહીં એ જાણવું રસપ્રદ છે કે બસપાના તમામ 6 ધારાસભ્ય પહેલા જ પાર્ટી બદલીને કૉંગ્રેસમાં સામેલ થઈ ચૂક્યા છે. બસપા તેની બંધારણીયતાને પડકારી કોર્ટમાં ગયું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સુધીન્દ્ર ભદૌરિયાએ કહ્યું કે, પક્ષપલટા કાયદા હેઠળ કોઈ રાજ્યના એકમને વિલય કરવાનો અધિકાર નથી હોતો.
તેની પાછળનું કારણ કંઈક બીજું જ કહેવાય છે. બીજેપી અવિશ્વાસ પ્રસ્તાવના માધ્યમથી એ જાણવાનો પ્રયાસ કરશે કે કોઈ ધારાસભ્ય અંદરખાને કૉંગ્રેસના સંપર્કમાં તો નથી ને.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર