Home /News /national-international /રાજસ્થાન: કડકડતી ઠંડીમાં પણ રાજકારણમાં ગરમાવો, અશોક ગહેલોતે પાયલટને 'ગદ્દાર' ગણાવતા હોબાળો થયો

રાજસ્થાન: કડકડતી ઠંડીમાં પણ રાજકારણમાં ગરમાવો, અશોક ગહેલોતે પાયલટને 'ગદ્દાર' ગણાવતા હોબાળો થયો

રાજસ્થાન કોંગ્રેસમાં ફરી રાજકીય ગરમાવો

ભારત જોડો યાત્રાની વચ્ચે કોંગ્રેસની સામે રાજસ્થાન સંકટ ફરી આવીને ઊભું રહી ગયું છે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે તકરાર થઈ છે

    જયપુર: ભારત જોડો યાત્રાની વચ્ચે કોંગ્રેસની સામે રાજસ્થાન સંકટ ફરી આવીને ઊભું રહી ગયું છે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે તકરાર થઈ છે અને આ વિવાદ હવે વધુ એક ડગલું આગળ નિકળ્યો છે. ગહેલોતે હવે સચિન પાયલટને ગદ્દાર કહ્યા અને કહ્યું કે, તે સચિન પાયલટ ક્યારેય રાજ્યના મુખ્યમંત્રી નહીં બની શકે. ગહેલોતના આ નિવેદન બાદ સચિન પાયલટે પણ પલટવાર કર્યો છે. એટલું જ નહીં કોંગ્રેસ સાથે જોડાયેલા અન્ય લોકોએ પણ ગહેલોતના રાજીનામાની માગ ઉઠાવી છે.

    આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલમાં મધ્ય પ્રદેશના ખરગોનમાં છે. મધ્યપ્રદેશમાંથી આ યાત્રા રાજસ્થાનમાં કોટામાંથી એન્ટ્રી કરશે.

    આ પણ વાંચો: મધ્ય પ્રદેશ: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં બહેન પ્રિયંકા અને સચિનનો મળ્યો સાથ, ગહેલોત ટેન્શનમાં દેખાશે

    વિસ્તારથી જણાવીએ તો, ગહેલોતે એક મીડિયા ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, ધારાસભ્યો કોઈ એવાને કેવી રીતે સ્વિકાર કરી શકે, જેણે વિદ્રોહ કર્યો હોય, જેને ગદ્દાર ગણાવ્યા હોય. તે સીએમ કેવી રીતે બની શકે ? ધારાસભ્યો આવા વ્યક્તિને સીએમ તરીકે કેવી રીતે સ્વિકાર કરી શકે. પુરાવા છે કે, ધારાસભ્યોને 10-10 કરોડ રૂપિયા વહેંચ્યા હતા, જેથી રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર પાડી શકાય

    પાયલટે કહ્યું ખોટા અને પાયાવિહોણા આરોપ લગાવાની જરુર નથી


    ગહેલોતના આ નિવેદન બાદ રાજસ્થાનમાં ભરશિયાળે ગરમાવો આવ્યો છે. સૌથી પહેલા સચિન પાયલટે ગહેલોતના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, મેં અશોક ગહેલોતની વાત સાંભળી. પહેલા પણ તેમણે મારા વિશે ઘણી વાતો કહી છે. આ પ્રકારના ખોટા અને પાયાવિહોણા આરોપ લગાવાની આજે જરુર નથી. આજે જરુર એ વાતની છે કે પાર્ટીને કેવી રીતે મજબૂત કરી શકાય.



    પાયલટે એવું પણ કહ્યું કે, ગહેલોત સીનિયર છે અનુભવી નેતા છે. મને નથી ખબર કે, મારા વિશે તેમને કોણ આવી ખોટી અને પાયાવિહોણી વાતો કરવાની સલાહ આપે છે. પાયલટે આગળ કહ્યું કે, આજે ભારત જોડો યાત્રાને સફળ બનાવાની જરુર છે. તેમણે કહ્યું કે, જ્યારે હું પાર્ટી અધ્યક્ષ હતો, ત્યારે રાજસ્થાનમાં ભાજપ ભૂંડી રીતે હારી હતી. તેમ છતાં પણ કોંગ્રેસ હાઈકમાન્ડે ગહેલોતને ફરીવાર મુખ્યમંત્રી બનાવ્યા. આજે આપણે ફરી એ વાતની તૈયારી કરવી જોઈએ કે, કેવી રીતે રાજસ્થાનમાં ચૂંટણી જીતી શકાય.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Congress Leader, Rajasthan latest news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन