ભવાની સિંહ, જયપુરઃ રાજસ્થાન બીજેપીમાં વસુંધરા રાજે (Vasundhara Raje) ઘણા સમયથી સાઇડ લાઇન થયેલા છે. પરંતુ સંખ્યા બળમાં 72માંથી 45 ધારાસભ્ય વસુંધરા રાજે કેમ્પ માનવામાં આવે છે. રાજકીય ઘમાસાણ (Rajasthan Political Crisis) બાદ સચિન પાયલટ (Sachin Pilot)ને સમર્થન આપવા અંગે હાઇકમાન્ડ અને સ્થાનિક નેતૃત્વએ મન બનાવી દીધું હતું. નિર્ણય માત્ર તેના પર આધારિત હતો કે પાયલટને પાર્ટીમાં સામેલ કરી બીજેપી (BJP)ના મુખ્યમંત્રી બનાવવામાં આવે કે પછી વસુંધરા રાજેને. બીજેપીને આ રણનીતિને અંજામ આપવામં સૌથી વધુ દરકાર હતી તો વસુંધરા રાજેની.
રાજે કેમ્પના ધારાસભ્ય તેમની મરજી વગર પાર્ટીનો સાથ આપશે કે ગહલોતને સાથ આપશે તેની પર સંદેહ તો. વસુંધરા રાજે આ દરમિયાન ધૌલપુર મહેલમાં જ રહ્યા. તેઓ ન તો જયપુર આવ્યા અને ન તો દિલ્હી ગયા. આ ઉપરાંત રાજેએ આ સમગ્ર ઘટનાક્રમ પર કોઈ નિવેદન પણ ન આપ્યું. વસુંધરા રાજેનું વલણ જોતાં બીજેપી આ મુદ્દે બેકફુટ પર આવી ગઈ.
શંકાનું એક કારણ વસુંધરા રાજે અને ગહલોતની વચ્ચેની નિકટતા પણ છે. વસુંધરા રાજેને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ હાઈકોર્ટે આપી દીધો હતો. તેમ છતાંય ગહલોતે રાજેથી બંગલા ખાલી ન કરાવ્યો અને ન તો નોટિસ મોકલી. જ્યારે કિરોડીલાલ મીણા અને કૉંગ્રેસ નેતા પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ પહાડિયાથી કોર્ટનો આદેશ પાલન કરાવતાં બંગલા ખાલી કરાવી દીધા હતા.
રાજેને ફાયદાથી વધુ નુકસાન વધુ દેખાયું : મૂળે, ગહલોત સરકારને પાડી દેવામાં વસુંધરા રાજેને ફાયદાથી વધુ નુકસાન વધુ લાગ્યું. જો બીજેપીના મુખ્યમંત્રી બને છે તો પાર્ટી રાજેને બદલે ગજેન્દ્ર શેખાવત કે કોઈ અન્ય યુવા ચહેરા પર દાવ રમી શકતી હતી. પાયલટને મુખ્યમંત્રી બનાવવા માટે સમર્થન આપવું રણનીતિનો હિસ્સો હતો. વસુંધરા રાજેને બંને સ્થિતિમાં પોતે સાઇડ લાઇન થવા અને આગામી ચૂંટણીમાં ફરી મુખ્યમંત્રીના ઉમેદવાર બનવાની શક્યતા ખતમ થતી હોય એવું લાગી રહ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર