જયપુર : રાજસ્થાન (Rajasthan Political Crisis)માં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ધારાસભ્યોની ખરીદ-વેચાણ સાથે જોડાયેલી એક ઑડિયો ક્લિપ (Audio Clip) વાયરલ થશે રાજકારણ વધારે ગરમાયું છે. રાજ્યની બીજેપી સરકારે આ અંગે સીબીઆઈ તપાસ (CBI Inquirty)ની માંગ કરી છે. ભાજપાએ આ મામલે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરાવી છે. ભાજપાએ જયપુરના જ્યોતિ નગર પોલીસ મથકમાં એફઆઈઆર દાખલ કરાવીને આરોપ લગાવ્યો છે કે કૉંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા, ડોટાસરા અને લોકેશ શર્માએ ધારાસભ્યોના ખરીદ-વેચાણની બૉગસ ક્લિપ બનાવીને બીજેપી નેતાઓને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપાએ આ મામલે માનહાનિનો કેસ દાખલ કરાવીને નેતાઓની ધરપકડની માંગ કરી છે.
આ મામલે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ શનિવારે સવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ કે, "રાજસ્થાનમાં કૉંગ્રેસનું રાજકીય નાટક આપણે જોઈ રહ્યા છીએ. ષડયંત્ર, જુઠ્ઠાણું અને કાયદાને તાક પર રાખીને કેવી રીતે કામ કરવામાં આવે છે તેનું આ મિશ્રણ છે. ત્યાં જે રાજકીય નાટક ચાલી રહ્યું છે તે આ જ મિશ્રણ છે."
ફોન ટેપિંગ ગેરકાયદે
સંબિત પાત્રાએ કહ્યુ કે બીજેપી આ સમગ્ર પ્રકરણમાં સીબીઆઈ તપાસની માંગ કરે છે. આ દરમિયાન સંબિત પાત્રાએ રાજસ્થાન સરકારને પૂછ્યું કે, જો ફોન ટેપ કરવામાં આવ્યા હતા તો શું આ માટે બનેલી માર્ગદર્શિકાનું પાલન થયું હતું? આ મામલે સીબીઆઈ તપાસ કરવામાં આવે.
These are serious questions that we want to ask the Rajasthan Congress and Ashok Gehlot.
1. Was phone taping done? The Congress govt in Rajasthan must answer.
2. Is it not a sensitive and legal issue, if phone taping has been done? pic.twitter.com/dkOdNSsboV
1) શું ફોન ટેપિંગ અધિકારિક રીતે કરવામાં આવ્યું છે? તમે કયા આધાર પર કહ્યું કે આ અધિકૃત છે? 2) ફોટ ટેપિંગ કરવામાં આવ્યું છે તો શું આ સંવેદનશીલ અને કાનૂની પ્રશ્ન નથી? 3) શું ફોન ટેપિંગ મામલે કાયદેસરની વિધિનું પાલન કરવામાં આવ્યું? 4) શું રાજસ્થાન સરકારે પોતાને ડૂબી રહેલા જોઈને ગેરબંધારણીય રીતનો ઉપયોગ કર્યો? 5) શું રાજસ્થાનમાં કોઈ પણ વ્યક્તિ કે જે રાજનીતિ સાથે સંબંધ ધરાવે છે તેનો ફોન ટેપ થઈ રહ્યા છે? 6) શું રાજસ્થાનમાં ઇમરજન્સી નથી લગાવવામાં આવી?
બીજી તરફ ધારાસભ્યોની ખરીદ-વેચાણ મામલે સામે આવેલી ઑડિયો ક્લિપ મામલે એન્ટી કરપ્શન બ્યૂરોએ એફઆઈઆર દાખલ કરી છે. પાપ્ત વિગત પ્રમાણે રાજસ્થાન કૉંગ્રેસ નેતા મહેશ જોશીની ફરિયાદ પર આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એફઆઈઆરમાં ધારાસભ્ય ભંવરલાલ શર્માનો નામજોગ ઉલ્લેખ છે. મહેશ જોશીનું કહેવું છે કે તેઓ ભવંરલાલના અવાજને સારી રીતે ઓળખે છે. એસીબી ઓફિસમાં પીસી એક્ટ અંતર્ગત આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
રાજસ્થાનમાં રાજકીય નાટક વચ્ચે એસઓજીની એક ટીમે મોટી કાર્યવાહી કરી છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપે આઈપીસીની કલમ 124 અને 120 બી અંતર્ગત સંજય જૈન (Sanjay Jain)ની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ આઈટી વિભાગની એક મોટી કાર્યવાહી પણ સામે આવી છે. આવકવેરા વિભાગે બે દિવસ પહેલા કરેલા દરોડામાં 1.7 કરોડ રૂપિયાની રોકડ અને ઘરેણા જપ્તા કર્યાં છે. ઘરેણાઓની કિંમત 12 કરોડથી વધારે કહેવામાં આવે છે.
#RajasthanPoliticalCrisis: BJP's Laxmikant Bhardwaj has filed a complaint against Congress leaders Mahesh Joshi, Randeep Surjewala, and others, at Ashok Nagar Police Station, over a manufactured audio clip and false statements by Congress. pic.twitter.com/MOEthLTIrI
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી અશોક ગહલોતના પુત્રના સાથી રતન કાંત શર્માના લૉકરમાંથી પાંચ કરોડ રૂપિયા મળી આવ્યા છે. નોંધનીય છે કે ઈડી તરફથી આ પહેલા જ રાજ્યમાં અનેક જગ્યાએ દરોડા કરવામાં આવ્યા હતા, જેમાં જયપુરની એક ફાઇવ સ્ટાર હોટલ પણ સામેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર