Home /News /national-international /કૉંગ્રેસે સચિન પાયલટને પાર્ટીમાંથી કેમ હાંકી કાઢ્યા નથી? આ ગણિત સમજવું જરૂરી

કૉંગ્રેસે સચિન પાયલટને પાર્ટીમાંથી કેમ હાંકી કાઢ્યા નથી? આ ગણિત સમજવું જરૂરી

રાજસ્થાન રાજકીય સંકટઃ અશોક ગહલોતની સરકાર બચાવવા માટે કૉંગ્રેસે ઘડી આ રણનીતિ

રાજસ્થાન રાજકીય સંકટઃ અશોક ગહલોતની સરકાર બચાવવા માટે કૉંગ્રેસે ઘડી આ રણનીતિ

નવી દિલ્હીઃ રાજસ્થાન (Rajasthan Political Crisis)માં રાજકીય ઘમાસાણની વચ્ચે મંગળવારે કૉંગ્રેસે (Congress) બળવો કરનારા નેતા સચિન પાયલટ (Sachin Pilot)ને પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ પદ અને નાયબ મુખ્યમંત્રી પદેથી હટાવી દીધા છે. સચિન પાયલટના બળવાના કારણે અશોક ગહલોત (Ashok Gehlot)ની સરકાર પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. 200 સભ્યોવાળી રાજસ્થાન વિધાનસભામાં ગહલોત સરકારની પાસે લગભગ 100 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, કૉંગ્રેસે પાર્ટીના તમામ પદોથી પાયલટને હટાવવાની સાથે જ તેમને સમર્થન કરનારા બે મંત્રીઓને પણ મંત્રીપદેથી હટાવી દીધા છે. આ બધા ઘટનાક્રમ છતાંય કોઈને પણ પાર્ટીમાંથી હાંકી નથી કાઢવામાં આવ્યા તેની પાછળ એક ગણિત છે.

એવું માનવામાં આવે છે કે સચિન પાયલટની પાસે 17 ધારાસભ્યોનું સમર્થન છે. તેમાં પોતે અને ત્રણ અપક્ષ ધારાસભ્ય છે. એવામાં જો આ 17 ધારાસભ્યોને પાર્ટીથી હાંકી કાઢવામાં આવે છે તો સંસદીય નિયમો મુજબ, તેઓ એક અલગ અપક્ષ મોરચો બનાવી શકે છે કે પછી બીજેપીમાં સામેલ થઈ શકે છે. આ ઉપરાંત અગત્યની વાત એ છે કે પછી તેમને ગહલોત સરકારની વિરુદ્ધ વિશ્વાસ મત દરમિયાન વોટ આપવાનો પણ અધિકારી મળી જશે.

આ પણ વાંચો, મંત્રી પદ છીનવાયા બાદ સચિન પાયલટે કહ્યું, સત્યને પરેશાન કરી શકાય છે, પરાજિત નહીં

બીજી તરફ, કૉંગ્રેસ આ તમામ 17 ધારાસભ્યોને વિશ્વાસ મતના વોટિંગ પહેલા જ અયોગ્ય સાબિત કરે છે તો તેનાથી બહુમતનો આંકડો હાલના આંકડાથી ઓછો થઈ જશે. હાલમાં બહુમતનો આંકડો 101નો છે. જો આ તમામ 17 ધારાસભ્યોને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્ય ઠેરવવામાં આવે છે તો બહુમતનો આંકડો 92 થઈ જશે. કૉંગ્રેસની પાસે પોતાના 90 ધારાસભ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેની સાથે જ 2 માકપા ધારાસભ્યોના સમર્થનથી ગહલોત સરકાર વિશ્વાસ મત જીતી શકે છે.

આ પણ વાંચો, Alert: ખેડૂતોએ 48 દિવસમાં રૂપિયા જમા નહીં કરાવ્યા તો 4ને બદલે 7 ટકા આપવું પડશે વ્યાજ
" isDesktop="true" id="999336" >

આવી કોઈ પણ સ્થિતિમાં ફરી અશોક ગહલોતને 10 અપક્ષ ધારાસભ્યો અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના બે ધારાસભ્યોના સમર્થનની જરૂર નહીં રહે. તેઓએ કૉંગ્રેસ સરકારથી સમર્થન પરત લઈ લીધું હતું. બીજી તરફ, કૉંગ્રેસે સચિન પાયલટ અને તેમનું સમર્થન કરી રહેલા ધારાસભ્યો પર પાર્ટી વિરોધી ગતિવિધિમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. તેની સાથે જ તેમણે કહ્યું છે કે પાર્ટીના દરવાજા હંમેશા વાતચીત માટે ખુલ્લા રહેશે. હવે પાર્ટી વિરોધી ગતિવિધિમાં સામેલ લોકોને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ સ્પીકર અયોગ્ય ઠેરવી શકે છે.
First published:

Tags: Ashok Gehlot, Sachin pilot, Sonia Gandhi, કોંગ્રેસ, દિલ્હી, રાજસ્થાન