રાજસ્થાનઃ પાયલટ કેમ્પની અરજી પર હાઈકોર્ટનો ચુકાદો- યથાસ્થિતિ બરકરાર રાખો

News18 Gujarati
Updated: July 24, 2020, 12:07 PM IST
રાજસ્થાનઃ પાયલટ કેમ્પની અરજી પર હાઈકોર્ટનો ચુકાદો- યથાસ્થિતિ બરકરાર રાખો
સચિન પાયલટના કેમ્પ તરફથી કેન્દ્ર સરકારને મામલામાં પક્ષકાર બનાવવાની અરજીને હાઈકોર્ટે સ્વીકારી લીધી

સચિન પાયલટના કેમ્પ તરફથી કેન્દ્ર સરકારને મામલામાં પક્ષકાર બનાવવાની અરજીને હાઈકોર્ટે સ્વીકારી લીધી

  • Share this:
જયપુરઃ કાયદાકિય દાવપેચમાં ફસાયેલા રાજસ્થાનના રાજકીય સંકટ (Rajasthan Political Crisis)ની વચ્ચે નોટિસ અરજીમાં સચિન પાયલટ (Sachin Pilot)ના કેમ્પ તરફથી કેન્દ્ર સરકારને મામલામાં પક્ષકાર બનાવવાની અરજીને હાઈકોર્ટે સ્વીકારી લીધી છે. હવે તેમાં કેન્દ્ર સરકારનો પક્ષ પણ સાંભળવામાં આવશે. અરજીને સ્વીકારતાં હાઈકોર્ટે વિધાનસભા સ્પીકરની નોટિસ પર દાખલ અરજી પર ચુકાદો સંભળાવતા યથાસ્થિતિ રાખવાનો નિર્દેશ આપ્યો છે.

હાઈકોર્ટે આપ્યો યથાસ્થિતિનો આદેશ

હાઇકોર્ટ પાયલટ કેમ્પની નોટિસ અરજી પર યથાસ્થિતિનો આદેશ આપ્યો છે. યથાસ્થિતિ આદેશ બાદ હવે કોઈ પણ પક્ષ કોઈ કાર્યવાહી નહીં કરી શકે. સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટને આધીન રહેશે. હાઈકોર્ટે સ્પીકરની નોટિસને સ્ટે કરી દીધી છે. હાઈકોર્ટે માન્યું કે અરજી મેંટિનેબલ છે, પરંતુ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે. હવે તમામની નજરો સુપ્રીમ કોર્ટના ચુકાદા પર રહેશે.


આ પણ વાંચો, બેન્ક કર્મચારીઓ માટે ખુશખબર! 15% વધશે પગાર, નવેમ્બર 2017થી મળશે એરિયર

નોટિસ અરજીમાં પાયલટ કેમ્પ તરફથી કેન્દ્ર સરકારને આ મામલામાં પક્ષકાર બનાવવા માટે બુધવારે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી બાદ કોર્ટે તેને સ્વીકારી લીધી છે. તેના કારણે હવે કેન્દ્ર સરકાર પણ નોટિસ અરજીમાં પક્ષકાર બની ગઈ છે. હવે આ મામલામાં જવાબ આપવા માટે કેન્દ્ર સરકારના વકીલ હાઈકોર્ટ પાસેથી સમય માંગી શકે છે.

આ પણ વાંચો, આપના WhatsApp પર ટૂંક સમયમાં મળશે પેન્શન અને ઇન્સ્યોરન્સની સર્વિસ, જાણો કેવી રીતે

બીજી તરફ, હાઈકોર્ટે નોટિસ અરજી પર યથાસ્થિતિનો આદેશ આપ્યો છે. તેને પાયલટ કેમ્પ માટે મોટી રાહત માનવામાં આવી રહી છે. યથાશક્તિ આદેશ બાદ હવે કોઈ પણ પક્ષ કોઈ કાર્યવાહી નહીં કરી શકે. સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટને આધીન રહેશે. હાઈકોર્ટે સ્પીકરનો નોટિસને સ્ટે કરી દીધો છે.
Published by: Mrunal Bhojak
First published: July 24, 2020, 11:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading