Home /News /national-international /Rajasthan Political Crisis: રાજસ્થાનમાં રાજકીય સંકટ; 19 ઓક્ટોબર સુધી ધારાસભ્ય દળની બેઠક નહીં થાય

Rajasthan Political Crisis: રાજસ્થાનમાં રાજકીય સંકટ; 19 ઓક્ટોબર સુધી ધારાસભ્ય દળની બેઠક નહીં થાય

રવિવારે મોડી રાતે અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો રાજકીય જંગ જાહેર થઈ ગયો હતો - ફાઇલ તસવીર

Rajasthan Political Crisis: રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે રાજકીય જંગ જામ્યો છે. ત્યારે રવિવાર રાતે આ જંગ સંપૂર્ણ રીતે સરાજાહેર થઈ ગયો હતો. મુખ્યમંત્રી પદ માટે પાયલટનું નામ ચર્ચાતા ગેહલોત જૂથે વિરોધ કરી રાજીનામા આપી દીધા હતા. ત્યારે હવ એ નક્કી કરવામાં આવ્યું છે કે, આગામી 19 ઓક્ટોબર સુધી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક નહીં થાય.

વધુ જુઓ ...
  જયપુરઃ રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીને લઈને ઊભા થયેલા રાજકીય સંકટને શાંત પાડવા માટે આગામી 19 ઓક્ટોબર સુધી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક થશે નહીં. અશોક ગેહલોત અને સચિન પાટલટ વચ્ચે રાજકીય જંગ ઊભો થયો છે. ત્યારે રવિવારે મોડી રાતે આ જંગ જાહેર થઈ ગયો હતો. આ આખા રાજકીય ડ્રામા બાદ તે નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે રાજસ્થાન કોંગ્રેસમાં ધારાસભ્ય દળની બેઠક કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીના પરિણામ પછી યોજાશે. એટલે કે 19 ઓક્ટોબર પછી ધારાસભ્યો દિલ્હી જશે. ત્યાં તે બધા જ સોનિયા ગાંધીને મળશે. ત્યારબાદ નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા-વિચારણા કરશે. આ સમગ્ર ઘટનાક્રમ પછી એઆઈસીસી ઓબ્ઝર્વર મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન મોડી રાતે સીએમઆરથી હોટલ મેરિયટ પહોંચ્યા હતા.

  વધુ એકવાર સચિન પાયલટના CMની ખુરશીથી દૂર


  રાજસ્થાન કોંગ્રેસમાં અંદરોઅંદર મતભેદ થયા બાદ પ્રદેશ વધુ એકવાર રાજકીય સંકટમાં આવી ગયો છે. ગેહલોત જૂથની બગાવતને કારણે મુખ્યમંત્રી પદની ખુરશી વધુ એકવાર સચિન પાયલટના હાથમાં આવતા આવતા રહી ગઈ છે. તમામ રાજનીતિ પછી પાયલટને રાજસ્થાનની કમાન સોંપવામાં નહીં આવે તેવી આશંકા છે. ઉલ્લેખનીય છે કે, મોવડીમંડળના ઓબ્ઝર્વર્સ સચિન પાયલટના નામને લઈને હામી ભરાવવા પૂરી તૈયારી સાથે આવ્યા હતા પણ તે પહેલાં જ ગેહલોતના જૂથે પલટીમારી હતી.

  આ પણ વાંચોઃ ગેહલોત જૂથના 92 ધારાસભ્યોનું એકસાથે રાજીનામું

  મોવડીમંડળે એક અઠવાડિયા પહેલાં નક્કી કરી લીધું હતું


  ઓબ્ઝર્વર્સ સીએલપીની બેઠકથી પ્રસ્તાવ લઈને જવાની તૈયારીમાં હતું. પરંતુ મુખ્યમંત્રી અશોક ગેહલોતને તેમાં વિશ્વાસ નહોતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોવડીમંડળ આ મામલે એક અઠવાડિયા પહેલાં જ નિર્ણય લઈ ચૂક્યું હતું. પરંતુ અશોક ગેહલોત જૂથ તેમને નજરઅંદાજ કરવાથી નારાજ હતું. તેને કારણે સમગ્ર બાજી પલટાઈ ગઈ. મુખ્યમંત્રી અશોક ગેહલોત રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા પહેલાં અપમાનનો ઘૂંટડો પીવા માગતા નહોતા. તેથી તેમણે મોવડીમંડળના નિર્ણયનો જાહેર વિરોધ કર્યો હતો.

  આ પણ વાંચોઃ ગેહલોત કેમ્પના ધારાસભ્યએ સરકારને તોડવાની ધમકી આપી  શું છે સમગ્ર મામલો?


  રાજસ્થાનમાં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતની ચૂંટણી લડવાની જાહેરાત થતાંની સાથે જ રાજ્યમાં નવા મુખ્યમંત્રીની શોધખોળ ચાલુ થઈ હતી અને કોંગ્રેસમાં ગાબડાના અણસાર આવવા લાગ્યા હતા. ત્યારે ગેહલોત જૂથના ધારાસભ્યો સચિન પાયલટને સીએમ બનાવવા તૈયાર નથી. આ મામલે 92 ધારાસભ્યોએ સ્પીકર સીપી જોશીના ઘરે પહોંચીને સામૂહિક રીતે રાજીનામું આપ્યું છે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Rajasthan Crisis, Rajasthan government

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन