જયપુરઃ રાજસ્થાનના રાજકીય સંકટ (Rajasthan Political Crisis)ની વચ્ચે ગુરુવારે ગહલોત કેમ્પ (Gehlot Camp) તરફથી જાહેર કરવામાં આવેલી ત્રણ ઓડિયો ક્લિપને લઈ કૉંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલા (Randeep Surjewala)એ બીજેપી પર આકરા પ્રહાર કર્યા છે. સુરજેવાલાએ શુક્રવારે જયપુરમાં પીસીસી ચીફ ગોવિંદ ડોટાસરાની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરતાં કહ્યું કે, બીજેપી (BJP)એ રાજસ્થાનમાં ચૂંટાયેલી સરકારને પાડવાનું શરમજનક કાવતરું ઘડ્યું છે. સુરજેવાલાએ કહ્યું કે, સત્તા લૂંટવામાં લાગેલી બીજેપીએ આ વખતે ખોટું રાજ્ય પસંદ કરી દીધું છે.
‘ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ હવે શું બાકી રહી ગયું છે?’
સુરજેવાલાએ બીજેપી પર આકરા પ્રકાર કરતાં કહ્યું કે, બીજેપીની પાસે સત્તા લૂંટ સિવાય બીજું કંઈ કામ બચ્યું જ નથી. સુરજેવાલાએ કહ્યું કે, કૉંગ્રેસે ઓડિયો ટેપની તપાસ માટે એસઓજીને ફરિયાદ કરી છે. સુરજેવાલાએ એસઓજીને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની વિરુદ્ધ કેસ દાખલ કરવાની માંગ પણ કરી છે. તેઓએ કહ્યું કે એસઓજીએ ગજેન્દ્રસિંહ શેખાવત, ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને સંજય જૈનની ધરપકડ કરવી જોઈએ. ટેપ સામે આવ્યા બાદ હવે શું બાકી રહી ગયું છે?
#WATCH The tapes that have surfaced between yesterday evening & today morning show that BJP has, prima facie, conspired to topple Congress govt & buy MLAs' loyalty. BJP dwara janmat ka apaharan aur prajatantra ke cheerharan ki koshish ki ja rahi hai: Randeep Surjewala, Congress pic.twitter.com/zguy8xQUIa
પ્રેસ કોન્ફરન્સમાં સુરજેવાલાએ હાલમાં જ મંત્રી પદથી હટાવી દેવામાં આવેલા વિશ્વેન્દ્ર સિંહ અને ઓડિયો પ્રકરણમાં કથિત રીતે સામેલ ગણાતાં સરદારશહરના ધારાસભ્ય ભંવરલાલ શર્માને કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી. તેની સાથે જ સુરજેવાલાએ કહ્યું કે, સચિન પાયલટે પણ આ મામલામાં સામે આવીને સ્પષ્ટતા કરવી જોઈએ.
ગુરુવારે સામે આવેલી ત્રણ ઓડિયો ક્લિપમાં શું છે? - ઉલ્લેખનીય છે કે, ગહલોત કેમ્પ તરફથી ગુરુવારે ત્રણ ઓડિયો ક્લિપ જાહેર કરવામાં આવી હતી. આ ઓડિયો ક્લિપ વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં કથિત રીતે સરદારશહરના કૉંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહનો વાર્તાલાપ છે. આ વાતચીતમાં સરકાર પાડવાની વાત કરવામાં આવી રહી છે. આ બંનેની વચ્ચે સંજય જૈન નામનો શખ્સ મધ્યસ્થતા કરી રહ્યો છે. આ ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ રાજસ્થાનના રાજકારણમાં ચાલી રહેલું ઘમાસાણ વધુ ઉગ્ર બની ગયું હતું. બીજેપીએ આ ઓડિયો ક્લિપને નકલી કરાર કરતાં તેને પાર્ટીની છબિ ખરાબ કરવાનો પ્રયાસ લગાવી છે. બીજી તરફ, ભંવરલાલ શર્માએ પણ આ ઓડિયો ક્લિપને Fake ગણાવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર