વસુંધરા રાજેની નજીકના નેતા બોલ્યા- ચૂંટાયેલી સરકારને પાડવાનું ષડયંત્ર કરવું યોગ્ય નથી

News18 Gujarati
Updated: July 18, 2020, 5:23 PM IST
વસુંધરા રાજેની નજીકના નેતા બોલ્યા- ચૂંટાયેલી સરકારને પાડવાનું ષડયંત્ર કરવું યોગ્ય નથી
વસુંધરા રાજેની નજીકના નેતા બોલ્યા - ચૂંટાયેલી સરકારને પાડવાનું ષડયંત્ર કરવું યોગ્ય નથી

કૈલાશ મેઘવાલે બીજેપીને કહ્યું કે કોઈપણ નિર્ણયમાં વસુંધરા રાજેની સલાહ લેવી જોઈએ

  • Share this:
જયપુર/નવી દિલ્હી : રાજસ્થાનમાં (Rajasthan)કોંગ્રેસની અંદર ઝઘડો બહાર આવ્યા પછી મચેલા રાજનીતિક ઘમાસાન (Rajasthan Political Crisis) વચ્ચે ભારતીય જનતા પાર્ટીના (BJP)નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના નજીકના મનાતા કૈલાશ મેઘવાલે પોતાની પાર્ટીને જ નૈતિકતાની સલાહ આપી છે. News18 India સાથે વાતચીત કરતા મેઘવાલે કહ્યું કે જનતા દ્વારા ચૂંટાયેલી કોઈ સરકારને પાડવાનું ષડયંત્ર યોગ્ય નથી. પોતાની પાર્ટીને સલાહ આપતા મેઘવાલે કહ્યું કે સરકાર પાડવાનું ષડયંત્ર ના કરો, આ નૈતિકતાની વિરુદ્ધ છે. મેઘવાલે બીજેપીને કહ્યું કે કોઈપણ નિર્ણયમાં વસુંધરા રાજેની સલાહ લેવી જોઈએ. રાજસ્થાનમાં રાજેની અનદેખી કરી શકાય નહીં.

બીજેપીના ધારાસભ્ય મેઘવાલે કહ્યું કે રાજસ્થાનની રાજનીતિ આજે પાટા પરથી ઉતરી રહી છે અને તેના કારણે જનતાને પરેશાન થવું પડી રહ્યું છે. જનસંઘથી લઈને બીજેપી સુધી સફરમાં નેતાઓને એ જ આદર્શ રાખ્યો કે નૈતિક મૂલ્યોની રાજનીતિ થવી જોઈએ અને આજની રાજનીતિ જેવી થઈ રહી છે તે અનૈતિક છે.

આ પણ વાંચો - કોરોનાના કહેર વચ્ચે કેવી રીતે પ્રચાર કરશો, કેન્દ્રીય ચૂંટણી પંચે રાજકીય પક્ષો પાસે સૂચનો માંગ્યા

મેઘવાલે કહ્યું કે આજે જે થઈ રહ્યું છે તે અનૈતિક મૂલ્યોની રાજનીતિ થઈ રહી છે. ચૂંટાયેલી કોઈપણ સરકારને અનાવશ્યક રૂપથી, અલોકતાંત્રિક રીતથી હટાવવી ખોટું અને અનૈતિક છે. પૂર્વ વિધાનસભા અધ્યક્ષ મેઘવાલે કહ્યું કે અમે પાર્ટી વિધ ડિફરન્સ છીએ. સરકાર પાડવાનું ષડયંત્ર આવું પહેલા ક્યારેય થયું નથી. સરકાર પછાડવાનું ષડયંત્ર અનૈતિક છે.

આ પહેલા RLPના સમન્વયક અને નાગોરથી સાંસદ હનુમાન બેનીવાલે ગુરુવારે દાવો કર્યો હતો કે રાજસ્થાનની પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે રાજ્યની અશોક ગેહલોત સરકારને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે.
Published by: Ashish Goyal
First published: July 18, 2020, 5:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading