ગહલોત સરકાર પર સંકટ! 12 MLA સાથે સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા સચિન પાયલટ

News18 Gujarati
Updated: July 12, 2020, 9:48 AM IST
ગહલોત સરકાર પર સંકટ! 12 MLA સાથે સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા સચિન પાયલટ
સચિન પાયલટ SOGની એફઆઈઆરમાં સરકાર પાડવાના કાવતરામાં તેમના પર નિશાન સાધવાથી નારાજ છે

સચિન પાયલટ SOGની એફઆઈઆરમાં સરકાર પાડવાના કાવતરામાં તેમના પર નિશાન સાધવાથી નારાજ છે

  • Share this:
ભવાની સિંહ, જયપુરઃ રાજસ્થાન (Rajasthan)માં સરકાર પાડવા માટે ધારાસભ્યોના ખરીદ-વેચાણને લઈ રાજસ્થાન પોલીસની સ્પેશલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મોટી કાર્યવાહી કરી છે. એસઓજીએ મામલામાં કેસ નોંધી દીધો છે. ત્યારબાદ કૉંગ્રેસના 12 ધારાસભ્ય દિલ્હી પહોંચ્યા છે. ડેપ્યુટી મુખ્યમંત્રી સચિન પાયલટ (Deputy CM Sachin Pilot) પહેલાથી જ દિલ્હીમાં ઉપસ્થિત છે. મળતી માહિતી મુજબ, સચિન પાયલટ અને બાકી 12 ધારાસભ્ય મુખ્યમંત્રી અશોક ગહલોત (Ashok Gehlot)થી નારાજ છે. આ તમામ લોકો આજે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ને મળી શકે છે. મળતી માહિતી મુજબ, સચિન પાયલટ એસજીઓની એફઆઈઆરમાં સરકાર પાડવાના કાવતરામાં તેમના પર નિશાન સાધવાથી નારાજ છે.

આ દરમિયાન કૉંગ્રેસે તે ત્રણ અપક્ષ ધારાસભ્યોની સંબદ્ધતા સમાપ્ત કરી દીધી. અત્યાર સુધી આ ત્રણેય સુરેશ ટાક ખુશવીર જોજાવર અને ઓમ પ્રકાશ હુડલા ગહલોત સરકારને સમર્થન આપી રહ્યા હતા, પરંતુ SOGએ ત્રણેય વિરુદ્ધ હોર્સ ટ્રેડિંગ મામલામાં કેસ નોંધી દીધો છે. ત્રણેય પર આરોપ છે કે સરકાર પડાવા માટે ધારાસભ્યોની ખરીદ-વેચાણનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચો, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણય વિરુદ્ધ હાવર્ડ અને MIT બાદ જૉન્સ હોપિકિન્સ યુનિવર્સિટી પહોંચી કોર્ટ

આ દરમિયાન શનિવાર મોડી રાત્રે મુખ્યમંત્રી અશોક ગહલોતને અનેક ધારાસભ્યો અને મંત્રીઓએ સમર્થન પત્ર સોંપ્યા અને ગહલોતના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. મોડી રાત્રે રાજસ્થાનની સરહદ પણ સીલ કરી દેવામાં આવી છે. પાસ વગર રાજસ્થાનથી બહાર જવાની મંજૂરી નથી.

આ પણ વાંચો, જમાઈના સ્વાગતમાં સાસુએ પીરસી 67 વ્યંજનોની થાળી, જોઈને ઊડી જશે હોશ
જોકે સરકારે કોરોના સંક્રમણને સરહદ સીલ કરવાનું કારણ જણાવ્યું, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે હાલના રાજકીય ઘટનાક્રમને જોતાં ધારાસભ્યોના બહાર જવાની આશંકામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. SOGની એફઆઈઆર બાદ હવે રાજસ્થાનમાં રાજકીય સંકટ ઘેરાતું જઈ રહ્યું છે.
Published by: Mrunal Bhojak
First published: July 12, 2020, 9:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading