Home /News /national-international /પાયલટ કે ગેહલોત, કોને સોંપાશે સુકાન; રાહુલ ગાંધી લેશે ‍નિર્ણય

પાયલટ કે ગેહલોત, કોને સોંપાશે સુકાન; રાહુલ ગાંધી લેશે ‍નિર્ણય

અશોક ગેહલોત, રાહુલ ગાંધી, સચિન પાયલટ (ફાઇલ તસવીર)

રાજસ્થાન ચૂંટણીમાં ગેહલોતે જોરદાર પ્રચાર કર્યો, પાયલટે નબળા પડી રહેલા મૂળીયાઓને ફરી મજબૂત કર્યા

  ન્યૂઝ18 ગુજરાતી: મધ્ય પ્રદેશમાં બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટીના સમર્થનની જાહેરાત બાદ અહીં કોંગ્રેસ સરકાર રચવાની તમામ અડચણો દૂર થઈ ગઈ છે. બીજી તરફ, કોંગ્રેસના સૂત્રો મુજબ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કમલનાથને રાજ્યની કમાન સોંપવામાં આવી રહી છે. બીજી તરફ, રાજસ્થાનમાં અશોક ગેહલોત કે સચિન પાયલટમાંથી કોઈ મુખ્યમંત્રી બનશે તેનો નિર્ણય આજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં થઈ શકે છે. કોંગ્રેસ તરફથી કેસી વેણુગોપાલ અને અવિનાશ પાંડેને રાજ્યના સુપરવાઇઝર નિયુક્ત કરવામાં આવ્યા છે. કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ મંગળવાર સાંજે 7 વાગ્યે રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણીસિંહ સાથે મુલાકાત કરી સરકાર રચવાનો દાવો રજૂ કરશે. રાજભવનોના સૂત્રો મુજબ કોંગ્રેસ પાર્ટી તરફથી એક પત્ર મળ્યા બાદ રાજ્યપાલ કલ્યાણસિંહે કોંગ્રેસ પ્રતિનિધિત્વમંડળને બુધવાર સાંજે 7 વાગ્યા સુધીનો સમય આપ્યો છે.

  યુવા નેતા Vs પીઢ નેતા- રાહુલ કોને આપશે વધુ મહત્વ?
  અશોક ગેહલોત કોંગ્રેસના ઘણા અનુભવી નેતા છે અને પાર્ટી પર તેમની ઘણી મજબૂત પકડ છે. 2008માં તેઓ મુખ્યમંત્રી પણ બન્યા હતા, પરંતુ 2013ની વિધાનસભા ચૂંટણીની હારે તેમનું કદ થોડું ઘટાડી દીધું. સચિન પાયલટ 2009ની યૂપીએ સરકારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી રહી ચૂક્‍યા છે. યુવા ચહેરો હોવાની સાથોસાથા તેઓ ઉત્સાહ અને યુવા નેતૃત્વ તરીકે પણ પસંદ થઈ શકે છે. રાહુલ પીઢ કે યુવા નેતા બંનેમાંથી કોને પસંદ કરે છે તે જોવું રહ્યું.

  આ પણ વાંચો, 'ભાજપના ટોચના બે નેતા અહંકારમાં રાચે છે,' સરકાર સામે પડ્યાં રેશ્મા પટેલ

  રાહુલનો સાચો સિપાહી કોણ?
  રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ગેહલોતે જોરદાર પ્રચાર કર્યો. પાયલટે રાજ્યમાં નબળા પડી રહેલા મૂળીયાઓને ફરી મજબૂત કર્યા. ગેહલોત કેન્દ્રીય નેતૃત્વનો ચહેરો છે તો સચિન પાયલટ પણ નાની ઉંમરમાં કેન્દ્રીય મંત્રી જેવું મોટું પદ પણ સંભાળી ચૂક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનમાં કિંગ મેકર નિર્ધારિત કરવામાં પાયલટની ભૂમિકા મહત્વપૂર્ણ રહી.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Ashok Gehlot, Assembly elections, Sachin pilot, કોંગ્રેસ, રાજસ્થાન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन