Home /News /national-international /VIDEO: સાધુ અને વિદેશી યુવતીએ લોકોમાં ભજનનું ઘેલુ લગાડ્યું, દૂર દૂરથી સાંભળવા આવે છે લોકો
VIDEO: સાધુ અને વિદેશી યુવતીએ લોકોમાં ભજનનું ઘેલુ લગાડ્યું, દૂર દૂરથી સાંભળવા આવે છે લોકો
bharatpur viral video
અમુક મહિના પહેલા ગોવર્ધન પરિક્રમા માર્ગ પરથી સોશિયલ મીડિયા પર સાધુનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે ડફલી સાથે ભગવાનના ભજન ગાઈ રહ્યા છે અને તેની બાજૂમાં બેસીને એક વિદેશી મહિલા મધુર વાંસળી વગાડી રહી છે.
ભરતપુર(રાજસ્થાન): સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જેના પર દરરોજ એકથી એક ચડિયાતા મનોરંજના વીડિયો વાયરલ થતાં રહે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અમુક લોકો રાતોરાત હીરો બની જતાં હોય છે. આવો જ એક વીડિયો રાજસ્થાનના ભરતપુરથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક સાધુ ડફલીના માધ્યમથી ભજન ગાઈ રહ્યા છે અને તેમની સાથે એક વિદેશી યુવતી વાંસળી વગાડી રહી છે. આ વીડિયો ગોવર્ધન પરિક્રમા માર્ગનો છે. જ્યાં આ બંને દરરોજ રોડ પર બેસીને ભગવાનની ભક્તિ કરે છે. સાધુ જ્યારે ભજન ગાય છે, એવું લાગે જાણે તેમના કંઠમાં સ્વર કોકિલા બેસીને ભજન ગાઈ રહી છે અને તેની સાથે વાંસળી વગાડીને તાલ મિલાવી રહેલી વિદેશી યુવતી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છએ. સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો વાયરલ થતાં હોય છે. જેના માધ્યમથી લોકોને એક અલગ ઓળખાણ મળે છે. હાલમાં આ વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. " isDesktop="true" id="1356732" >
બંનેની પ્રસ્તુતી જોઈને લોકો ખેંચાઈ આવે છે
સ્થાનિક લોકોનું કહેવું છે કે, અમુક મહિના પહેલા ગોવર્ધન પરિક્રમા માર્ગ પરથી સોશિયલ મીડિયા પર સાધુનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે ડફલી સાથે ભગવાનના ભજન ગાઈ રહ્યા છે અને તેની બાજૂમાં બેસીને એક વિદેશી મહિલા મધુર વાંસળી વગાડી રહી છે. જ્યારે લોકોને આ વીડિયો વિશે ખબર પડી તો, તેણે પરિક્રમા માર્ગ પર આવીને ભજન સાંભળવા લાગ્યા. આ સાધુના ભજનથી લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. ભજનમાં વાંસળી વગાડી વિદેશી યુવતી ચાર ચાંદ લગાવી રહી છે. આ બંનેની પ્રસ્તુતી જોઈ લોકો ત્યાંથી દૂર જવાનું નામ નથી લેતા. એવું લાગે છે કે જાણે 24 કલાક લોકો અહીં બેસી રહેવાનું મન બનાવીને આવ્યા છે. આ વીડિયોના માધ્યમથી આપ પણ સાંભળો કેવી રીતે આ ભજનની પ્રસ્તુતિ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર