પંચાયતની દાદાગીરી, યુવકને જૂતામાં પાણી ભરી પીવડાવ્યું, જાણો Inside Story

News18 Gujarati
Updated: June 17, 2020, 11:46 AM IST
પંચાયતની દાદાગીરી, યુવકને જૂતામાં પાણી ભરી પીવડાવ્યું, જાણો Inside Story
પરિણીત મહિલા સાથે એકતરફી પ્રેમ કરતાં પંચાયતના સભ્યોએ આપી અમાનવીય સજા, પાંચ આરોપીની ધરપકડ

પરિણીત મહિલા સાથે એકતરફી પ્રેમ કરતાં પંચાયતના સભ્યોએ આપી અમાનવીય સજા, પાંચ આરોપીની ધરપકડ

  • Share this:
શ્યામલાલ ચૌધરી, પાલીઃ રાજસ્થાન (Rajasthan)માં પંચાયતના સભ્યોની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પંચાયત પોલીસ અને કોર્ટથી પહેલા જાતે મામલાને ઉકેલવામાં લાગી ગયા છે. તેના માટે અમાનવીય કૃત્ય (Inhuman acts) કરવામાં પણ ખચકાતા નથી. હાલમાં જ સિરોહી જિલ્લામાં જે યુવકને પંચાયતે બોટલમાં યૂરિન ભરીને પીવડાવ્યું હતું. તે યુવકનું પહેલા અપહરણ કીરને તેની સાથે મારઝૂડ કરી હતી, ઉપરાંત તેને જૂતામાં પાણી ભરીને પણ પીવડાવવામાં આવ્યું હતું. હવે તેનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ મામલે પીડિતાની ફરિયાદના આધારે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. યુવકને હેરાન કરનારો આ સમગ્ર મામલો વન સાઇડેડ લવ સ્ટોરી સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે.

સુમેરપુર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ રવિન્દ્રસિંહ ખીંચીએ જણાવ્યું કે, પીડિત યુવક અવિવાહિત છે. તે પોતાના જ ગામની એક પોતાના સમાજની વિવાહિતા સાથે અનેકવાર ફોન પર વાત કરતો હતો. આ વાતની જાણ મહિલાના ભાઈને થઈ તો તેણે પોતાના સંબંધીઓને જણાવી. 9 જૂને પીડિત સુમેરપુરની નજીક ભારૂદા ગામમાં પોતાના માસાને મૂકવા ગયો હતો. તેના બે દિવસ બાદ 11 જૂને બપોરે 3 વાગ્યે તે શિવગંજમાં ઘરનો સામાન ખરીદીને માસાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન બાઇક અને કારમાં સવાર થઇને આવેલા 9 લોકોએ તેનું અપહરણ કરી લીધું હતું.


આ પણ વાંચો, લવ મેરેજના 8 દિવસ બાદ દુલ્હન કોરોના પોઝિટિવ, દુલ્હો ક્વૉરન્ટીન

અમાનવીય કૃત્ય કર્યું

બાદમાં તમામ આરોપી તેને સિરોહી જિલ્લાના સરદારપુરા ગામની પાસે એક કૂવા પર લઈ ગયા. ત્યાં આરોપીઓએ તેનો મોબાઇલ તથા સીમ કાર્ડ તોડી દીધા અને તેની સાથે ખૂબ મારજૂડ કરી. બાદમાં જૂતામાં પાણી ભરીને પીવડાવ્યું. પછી આરોપીઓએ જે બોટલમાં દારૂ પીધો હતો તેમાં પેશાબ ભરીને યુવકને બળજબરીથી પીવડાવ્યું. 15 જૂનની રાત્રે 11:30 વાગ્યે પીડિત યુવક પોલીસની પાસે પહોંચ્યો અને સમગ્ર આપવીતી જણાવી.


દંડ પેટે 5000 રૂપિયા વસૂલ્યા


પીડિતે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે આરોપીએ તેના કાકા અને ભાઈને પણ બોલાવ્યા હતા. આરોપીઓએ આખી રાત તેને ઝાડ સાથે બાંધીને રાખ્યો અને મારઝૂડ કરી. ત્યારબાદ માતા-પિતાને બોલાવીને આરોપીઓએ તેમની પાસેથી દંડ પેટે 5000 રૂપિયા વસૂલ્યા. બાદમાં સવારે 5 વાગ્યે મુક્ત કર્યો. પોલીસે મામલાની ગંભીરતાને જોતાં તેઓ ત્વરિત કાર્યવાહી કરી 9 આરોપીઓમાંથી 5 આરોપીની ધરપકડ કરી. પકડાયેલા આરોપીઓમાં લક્ષ્મણરામ, જવાનારામ, ભીમારામ, નવારામ અને દુર્ગારામ દેવાસી સામેલ છે. પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો, રમતી વખતે ઘોંઘાટ કરી રહ્યા હતા બે બાળકો, પડોશીએ ચોથા માળેથી નીચે ફેંક્યા, એકનું મોત
First published: June 17, 2020, 11:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading