રાજસ્થાન : ચાકુની અણીએ સામૂહિક દુષ્કર્મ આચરી પીડિતાના સ્તન કાપી નાખ્યા હતા, ઉંમર કેદની સજા

આરોપી જયદિંપ સિંહ અને રામસિંહ અદાલતની બહાર પોલીસ જવાનો સાથે

Churu Gang Rape Case: સાંભળીને ધૃણા ઉદ્ભવે એવો જઘન્ય કિસ્સો, રાજસ્થાનના ચુરૂના આ બે નરાધમોએ દારૂના નશામાં ચાકુની અણીએ સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું

 • Share this:
  મનોજ કુમાર શર્મા : સમાજમાં ગમે તેટલી પ્રગતિ થાય પરંતુ મહિલા પરના અત્યાચારમાં (Violence Against Woman) સહેજ પણ ઘટાડો નોંધાયો નથી. આવો જ અત્યાચારનો હેવાનિયતની હદ વટાવતો ગેંગરેપનો કિસ્સો (Gang Rape) રાજસ્થાનના (Rajasthan) ચુરુમાંથી (Churu) સામે આવ્યો હતો. વર્ષ 2016માં બે નરાધમોએ દારૂના નશામાં પીડિતાના ઘરમાં ઘુસી અને ચાકુની અણીએ સામૂહિક દુષ્કર્મ (Gang Rape) આચર્યુ હતું. એટલું જ નહીં પરંતુ સાંભળીને રૂવાંડા ઊભા થઈ જાય એવી બાબત એ સામે આવી હતી કે આ નરાધમોએ ચાકુથી પીડિતાના સ્તન કાપી નાખ્યા હતા! ચુરુની એસસી/એસટી અદાલતે આ બંને નરાધમોને ઉંમમ કેદની સજા આપી છે.

  બનાવની વિગતો એવી છે કે ચુરુની વિશેષ અદાલતના વિશિષ્ટ ન્યાયાધીશ મધુ હિસારિયાએ આરોપી રામસિંહ અને જયદિપને ઉંમર કેદની સજા ફટકારી છએ. આ મામલો 5 વર્ષ પહેલાનો છે જેમાં 26 વર્ષની પીડિતાએ ચુરૂના ભાનીપુરા પોલીસ મથકમાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

  આ પણ વાંચો : અમરેલી : નિવૃત્ત PI વાઘેલાએ છરીના ઘા ઝીંકી પુત્રવધુની હત્યા કરી, બનાવને આત્મહત્યામાં ખપવાવનો પ્લાન નિષ્ફળ

  પોલીસ ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું હતું કે દેરાજસર ગામના રામ સિંહ અને જયદિપ સિંહ દારૂના નશામાં રાતે તેના ઘરમાં ઘુસી ગયા હતા. ઘરમાં ઘુસીને તેમણે ચાકુની અણીએ વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. પીડિતાએ વિરોધ કરવા જતા આરોપીઓએ ચાકુથી તેના સ્તન પર હુમલો કર્યો હતો.

  કેસમાં 14 સાક્ષીઓ રજૂ થયા

  નરાધમ રામસિંહ અને જયદિપસિંહ વિરુદ્ધ કેસ નોંધાયા બાદ ભાનીપુરા પોલીસે તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે તપાસમાં આ બંને નરાધમો સાથે કોર્ટમાં કેસ રજૂ કર્યો હતો. પોલીસે તપાસ દરમિયાન કુલ 14 સાક્ષીઓ રજૂ કર્યા હતા. આ સાક્ષીઓની જુબાની પીડિતાના મેડિકલ રિપોર્ટ વગેરે રજૂ કરવામાં આવ્યું હતું. અનસુચિત જાતિ-જનજાતિ કોર્ટના વિશેષ ન્યાયાધીશ મધુ હિસારિયાએ નરાધમ રામસિંહ અને જયદિપસિંહને આજીવન કેદ અને રૂપિયા એક એક લાખ દંડની સજા ફટકારી હતી.

  આ પણ વાંચો : સુરત : રત્નકલાકારની પત્ની સાથે દુષ્કર્મ, Video વાયરલ કરવાની ધમકી

  બળાત્કાર અંગે વિશ્વમાં કાયદાઓ

  બળાત્કારના કેસમાં વિશ્વના જુદા જુદા દેશમાં જુદા કાયદા છે. જોકે, વિશ્વના આઠ દેશ એવાં છે જેમાં દુષ્કર્મ માટે ફાંસીની સજા આપવામાં આવે છે. અફઘાનિસ્તાન, સાઉદિ અરેબિયા, મિસર, સંયુક્ત આરબ અમીરાત, ચીન અને ઉત્તર કોરિયામાં દુષ્કર્મની સજા મોત છે. બાકી વિશ્વના અન્ય દેશોએ જુદા જુદા પ્રાવધાન અંતર્ગત આજીવન કેદ સુધીની સજા ફરમાવી છે. ભારતમાં નિભર્યા કેસમાં છેલ્લે એકસાથે તમામ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી.
  Published by:Jay Mishra
  First published: