Rajasthan News: નાગૌરમાં મોટી દુર્ઘટના, ટ્રક-ક્રૂઝર વચ્ચે જોરદાર ટક્કર થતાં ઉજ્જૈનના 11 લોકોનાં મોત

Nagaur Road Accident: કરણી માતા અને રામદેવરા બાબા ધામના દર્શન કરીને ઉજ્જૈન જતી યાત્રાળુઓની ક્રૂઝર ટ્રક સાથે ટકરાઈ, 11 લોકોનાં મોત

Nagaur Road Accident: કરણી માતા અને રામદેવરા બાબા ધામના દર્શન કરીને ઉજ્જૈન જતી યાત્રાળુઓની ક્રૂઝર ટ્રક સાથે ટકરાઈ, 11 લોકોનાં મોત

  • Share this:
    નાગૌર. રાજસ્થાન (Rajasthan)ના નાગૌર (Nagaur) જિલ્લામાં આજે ફરી મોટી દુર્ઘટના સર્જાઈ છે. જિલ્લાના શ્રીબાલાજી કસ્બાની પાસે ટ્રક અને ક્રૂઝર (Truck Cruise Collide) વચ્ચે જોરદાર અકસ્માત થયો છે. ટક્કર એટલી ભયંકર હતી કે તેમાં 11 લોકોનાં મોત થઈ ગયા અને 6 ઘાયલ થયા છે. દુર્ઘટના (Nagaur Road Accident) બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ (Police) ઘટનાસ્થળે પહોંચી અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. દુર્ઘટના કેવી રીતે થઈ તેના વિશે હજુ કોઈ માહિતી મળી નથી. ઘાયલોને સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. દુર્ઘટનાનો શિકાર થયેલા તમામ લોકો ઉજ્જૈનના રહેવાસી હતા. તેઓ ધાર્મિક યાત્રા પર નીકળ્યા હતા. ક્રૂઝરમાં સવાર લોકો રામદેવરા બાબા ધામ અને કરણી માતા મંદિરના દર્શા કર્યા બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

    પ્રાથમિક માહિતી મુજબ, દુર્ઘટના સવારે લગભગ પોણા આઠ વાગ્યે નાગૌર જિલ્લાના શ્રીબાલાજી કસ્બાના બાયપાસ ખાતે થઈ. તે સમયે એક ક્રૂઝરમાં સવાર થઈને 17 લોકો ક્યાંક જઈ રહ્યા હતા. આ દરમિયાન શ્રીબાલાજી કસ્બાના બાયપાસની નજીક એક ટ્રક સાથે ક્રૂઝરનો જોરદાર (Truck Cruiser Accident 11 killed) અકસ્માત સર્જાયો. ટક્કર એટલી જોરદાર હતી કે ક્રૂઝરનું પડીકું વળી ગયું. તેના કારણે ક્રૂઝરમાં સવાર લોકો તેમાં જ ફસાયેલા રહ્યા. દુર્ઘટનામાં 8 લોકોનાં મોત ઘટનાસ્થળે જ થઈ ગયા. બાકીના 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.



    આ પણ વાંચો, માસૂમ બાળકનું માથું Cookerમાં ફસાયું, અનેક કલાકો બાદ ગ્લાઇડર મશીનની કાપી બચાવ્યો જીવ

    ઘાયલોને નોખાથી બીકાનેર રેફર કરાયા

    અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને નોખા હોસ્પિટલ શિફ્ટ કર્યા. ત્યાં ઘાયલો પૈકી વધુ 3 લોકોનાં સારવાર દરમિયાન મોત થયા. બાદમાં બાકીના ઘાયલ લોકોને પ્રાથમિક ઉપચાર બાદ બીકાનેર રેફર કરી દેવામાં આવ્યા છે. પોલીસ દુર્ઘટનાનું કારણ જાણવા માટે માહિતી એકત્ર કરી રહી છે. દુર્ઘટનામાં 11 લોકોનાં મોતના સમાચાર ફેલાતા સમગ્ર પંથકમાં સોપો પડી ગયો છે. બીજી તરફ, દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ત્યાંનું દૃશ્ય જોઈ ચોંકી ગઈ હતી.

    આ પણ વાંચો, લગ્નના 3 મહિના બાદ જ પ્રેમી સાથે ફરાર થઈ યુવતી, ભાગી જવાની તરકીબ જાણીને ચોંકી જશો

    બેંગલુરુમાં થાંભલા સાથે કાર ટકરાઈ, 7 લોકોનાં મોત

    કર્ણાટકમાં બેંગલુરુના કોરમંગલા વિસ્તારમાં એક કાર દુર્ઘટનામાં સાત લોકોનાં મોત થયા છે. આ જાણકારી સ્થાનિક પોલીસે આપી છે. મળતી માહિતી મુજબ, ઓડી કાર રસ્તા કિનારાના થાંભલા સાથે ટકરાઈ ગઈ. કોરમંગલામાં મોડી રાત્રે ભીષણ અકસ્માતને લઈ જોઇન્ટ કમિન્શર (ટ્રાફિક) ડૉ. બી.આર. રવિચંતગૌડાએ જણાવ્યું કે, ઘટના 30-31 ઓગસ્ટની રાતની છે. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ 7 લોકોનાં મોત થયા છે.
    Published by:Mrunal Bhojak
    First published: