Home /News /national-international /પતિ પત્ની ઔર વોઃ પત્નીએ હોટલમાં છાપો મારીને પતિને મહિલા મિત્ર સાથે પકડ્યો, પરંતુ પત્ની જ ભરાઈ ગઈ
પતિ પત્ની ઔર વોઃ પત્નીએ હોટલમાં છાપો મારીને પતિને મહિલા મિત્ર સાથે પકડ્યો, પરંતુ પત્ની જ ભરાઈ ગઈ
પ્રતીકાત્મક તસવીરઃ shutterstock
Rajasthan Pati Patni aur woh: મહિલા મિત્રનો આરોપ છે કે તે હોટલના રૂમમાં પોતાના લિવ ઈન પાર્ટનરની સાથે હતી એ સમયે મિત્રની પત્નીએ વીડિયો બનાવીને તેને વાયરલ કરી દીધો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી હતી.
જયપુરઃ રાજસ્થાનની (Rajasthan news) રાજધાની જયપુરમાં (Jaipur news) શાસ્ત્રીનગરની એક હોટલમાં પત્નીએ પોતાના પતિને મહિલા (wife caught husband with girlfriend in hotel room) મિત્ર સાથે હોટલમાં પકડી પાડી હતી. ત્યારબાદ મહિલાએ બંનેનો વીડિયો બનાવ્યો હતો. અને પત્નીએ આ વીડિયો વાયરલ (Viral video) કરવાની ધમકી આપી હતી. હવે પતિની મહિલા મિત્રએ પત્ની સામે વીડિયો વાયરલ કરવાની ફરિયાદ નોંધાવી હતી. રાજધાનીના શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં (Shastringarh Police Station) ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી પ્રમાણે પતિ મહિલા મિત્ર સાથે હોટલના રૂમમાં હતી. ત્યારે જ પત્ની અચાનક હોટલના રૂમમાં પહોંચી હતી. પતિ અને તેની મહિલા મિત્રનો વીડિયો બનાવ્યો હતો. આ મામલો રાજધાનીના શાસ્ત્રીનગર વિસ્તારનો છે.
મહિલા મિત્રએ પોતાના પુરુષ મિત્રની પત્ની સામે શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં વીડિયો વાયરલ કરવાની ફરિયાદ નોંધાવી હતી. પત્નીએ જ્યારે પતિને હોટલમાં અન્ય મહિલા સાથે હોવાની જાણકારી મળી હતી. જેથી તે પોતાના ભાઈઓ અને પરિવારના અન્ય સભ્યોને લઈને હોટલમાં છાપો માર્યો હતો.
મહિલા મિત્રનો આરોપ છે કે તે હોટલના રૂમમાં પોતાના લિવ ઈન પાર્ટનરની સાથે હતી એ સમયે મિત્રની પત્નીએ વીડિયો બનાવીને તેને વાયરલ કરી દીધો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી હતી.
ઉલ્લેખનયી છે કે અત્યારે સમાજમાં લીવ ઈન રિલેશનશિપમાં રહેવાનો ટ્રેન્ડ શરુ થયો છે. અને સમાજમાં લગ્નેત્તર સંબંધો પણ વધતા રહે છે. જોકે, આવા સંબંધોનો કરુણ અંજામ આવતા હોવાની અનેક ઘટનાઓ પણ બનતી રહે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર