લગ્નના 15 દિવસ પહેલા યુવક ફિયાન્સીને છોડીને બીજી યુવતી સાથે ભાગી ગયો, પછી કહાનીમાં આવ્યો ટ્વિસ્ટ

ફિયાન્સીને હંમેશા ખુશ રાખવાનું આશ્વાસન આપતો હતો બાદલ

rajasthan news- આગામી 14 નવેમ્બરે લગ્ન થવાના હતા, યુવતીના પરિવારમાં વિવાહની અન્ય વિધિ શરૂ થઇ ગઈ હતી

  • Share this:
    જોધપુર : જોધપુરમાં (Jodhpur) એક યુવક પોતાના લગ્નના (Marriage)15 દિવસ પહેલા ફિયાન્સીને (Fiance)છોડીને બીજી યુવતી સાથે ભાગી ગયો છે. યુવતીના પરિવારજનોના રિપોર્ટ પર પોલીસે (Police)યુવક અને યુવતીને શોધી કાઢ્યા છે. પોલીસની પકડમાં આવ્યા પછી યુવક સાથે ભાગેલી યુવતીએ પરિવાર સાથે રહેવાની તૈયારી દર્શાવી છે. બીજી તરફ યુવકની ફિયાન્સીના પરિવારજનોએ ધોખાધડીનો મામલો નોંધાવ્યો છે. પોલીસ તપાસમાં લાગી છે. ફિયાન્સીને છોડીને બીજી યુવતી સાથે ફરાર થયેલા યુવકની હાલત ‘માયા મિલી ના રામ’ જેવી થઇ છે.

    જાણકારી પ્રમાણે રાતાનાડા થાના ક્ષેત્રમાં રહેનારી યુવતીની સગાઇ 3 વર્ષ પહેલા બાદલ નાયક સાથે થઇ હતી. આગામી 14 નવેમ્બરે લગ્ન થવાના હતા. બંને વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું હતું. ગત 27 તારીખે વિવાહના પીળા ચાવલ વેંચવાની અને સવા લખવાની વિધિ કરવામાં આવી હતી. આ સાથે યુવતીના પરિવારમાં વિવાહની અન્ય વિધિ શરૂ થઇ ગઈ હતી. જોકે આ દરમિયાન બાદલ અન્ય એક યુવતીને લઇને ભાગી ગયો હતો.

    આ પણ વાંચો - રાજકોટ : ‘સાહેબ પાડોશીના દીકરાએ મારી દીકરી સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યા છે’

    પોલીસે બંનેને શોધી કાઢ્યા

    આ સમાચાર સાંભળતા જ યુવતીના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાદલ એરપોર્ટ વિસ્તારની એક યુવતીને લઇને ફરાર થયો હતો. બાદલ સાથે ફરાર થયેલી યુવતીના પરિવારજનોએ યુવતીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોતાના રિપોર્ટમાં એ પણ જણાવ્યું કે બાદલ તેમની પુત્રીને લઇને ભાગી ગયો છે. બંને આર્ય સમાજમાં લગ્ન કરવા માંગતા હતા પણ કરી શક્યા ન હતા. રવિવારે પોલીસે બાદલ અને યુવતીને શોધી લીધા હતા.

    ફિયાન્સીને હંમેશા ખુશ રાખવાનું આશ્વાસન આપતો હતો બાદલ

    બાદલ સાથે ભાગી ગયેલી યુવતીએ પોલીસને જણાવ્યું કે તે પોતાના પરિવાર સાથે જવા માંગે છે. જેથી પોલીસે યુવતીને તેના પરિવાર સાથે ઘરે મોકલી દીધી હતી. આ ઘટનાના સમાચાર મળતા જ બાદલની ફિયાન્સી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને યુવક સામે ધોખાધડીનો કેસ નોંધાવ્યો હતો. બાદલની ફિયાન્સીનું કહેવું છે કે તેની 3 વર્ષ પહેલા સગાઈ થઇ હતી. બાદલ હંમેશાથી આશ્વાસન આપી રહ્યો હતો કે તે તેને ખુશ રાખશે પણ લગ્ન પહેલા કોઇ અન્ય યુવતીને લઇને ફરાર થઇ ગયો હતો.

    આ પણ વાંચો - પોલીસ કર્મચારીએ પહેલા પત્નીની કરી હત્યા, પછી ગોળી મારી આત્મહત્યા કરી

    લગ્નની ખરીદી પણ પૂરી થઇ ગઈ હતી

    યુવતીએ કહ્યું હતું કે પરિવારે લગ્નને લઇને બધી જ તૈયારીઓ કરી લીધી હતી. લગ્નની ખરીદી પણ થઇ ચૂકી છે. જોકે બાદલે તેને અને તેના પરિવાર સાથે દગો કર્યો છે. એસીપી દરજારામે જણાવ્યું કે બાદલ સામે આઈપીસીની કલમ 420 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
    Published by:Ashish Goyal
    First published: