શરમજનક ઘટના! લગ્નના 20 દિવસમાં જ સાસરીયાઓએ પોત પ્રકાશ્યું, સસરા સામે કરી નિર્વસ્ત્ર, પીડિતાનો આપઘાત
શરમજનક ઘટના! લગ્નના 20 દિવસમાં જ સાસરીયાઓએ પોત પ્રકાશ્યું, સસરા સામે કરી નિર્વસ્ત્ર, પીડિતાનો આપઘાત
રાજસ્થાન મહિલા પ્રતિકાત્મક તસવીરઃ shutterstock
Rajasthan news: પીડિતા પ્રમાણે સાસરી પક્ષના લોકોનાએ તેમની સાથે મારપીટ કરી હતી. તેમણે બધા કપડા ફાડીને સસરા સામે નિર્વસ્ત્ર કરી દીધી હતી. જેના કારણે તે ખુબ જ આઘાતમાં આવી ગઈ હતી. જેના પગલે તેણે ઝેર ખાઈ લીધું હતું.
મનીષ કુમાર દાધીચ, ભીલવાડાઃ રાજસ્થાનના (Rajasthan news) ભીલવાડા (Bhilwada news) જિલ્લામાં દહેજ માટે ત્રાસ (Dowry harassment) આપવાની શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક પરિણીતાએ જહેર ખાઈને આત્મહત્યા કરી (married woman suicide) લીધી હતી. આ પહેલા પીડિતાએ પોતાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. વાયરલ વીડિયોમાં (Viral video) તેમણે સાસરી પક્ષ ઉપર ગંભીર આરોપ લગાવ્યો હતો.
પીડિતા પ્રમાણે સાસરી પક્ષના લોકોનાએ તેમની સાથે મારપીટ કરી હતી. તેમણે બધા કપડા ફાડીને સસરા સામે નિર્વસ્ત્ર કરી દીધી હતી. જેના કારણે તે ખુબ જ આઘાતમાં આવી ગઈ હતી. પોલીસે પીડિતાના પિતાના રિપોર્ટના આધારે પતિ સહતિ 9 લોકો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સુનીલ ચૌધરીના જણાવ્યા પ્રમાણે આ સંબંધમાં બાગોરા નિવાસી ભૈરૂલાલે ફરિયાદ નોંધાવી છે. પોતાના રિપોર્ટમાં તેમણે જણાવ્યું હતું કે પોતાની 18 વર્ષની પુત્રી પ્રિયાના લગ્ન પંડેર નિવાસી વિક્રમ પુત્ર મુકેશ સાંસી સાથે 26 એપ્રીલ 2021ના દિવસે થયા હતા. લગ્નના 20 દિવસ બાદ જ સાસરીના લોકોએ તેને દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેની સાથે મારપીટ કરવાનું શરું કર્યું હતું. ત્યારબાદ પ્રિયા પોતાના પીયર આવીને રહેવા લાગી હતી. જોકે, ફરીથી પ્રિયા સાસરી ચાલી ગઈ હતી.
22 જુલાઈએ ઝેર ખાધું
20 જુલાઈએ પ્રિયાના સાસરીના લોકોએ તેને ખરાબ રીતે મારી હતી. ત્યારબાદ 22 જુલાઈએ તેણે પોતાના જ રૂમમાં ઝેર ખાઈ લીધું હતું. જેના પગલે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી લીધી હતી. પરંતુ શનિવારે કોટાના એમબી હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું.
મૃતક યુવતીના પિતાએ સાસરીયાઓ સામે નોંધાવી ફરિયાદ
પુત્રીના મોત બાદ પિતાએ પુત્રીના સાસરીઆઓમાં પતિ વિક્રમ, સાસરી મુકેશ, સાસું નેતલ, નનંદ અનુ, સાસરીપક્ષના રોહિતાશ, સીમા, રાહુલ, મીના અને કવિતા સામે દહેજ માટે ત્રાસ આપવાનો મામલો નોંધાવ્યો છે.
વીડિયોમાં પ્રિયાએ વ્યક્ત કર્યું પોતાનું દર્દ
પ્રિયાએ પોતાના વીડિયો વાયરલ કરતા સાસરી પક્ષના લોકો ઉપર ખરાબ રીતે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. જેમાં પ્રિયાએ જણાવ્યું કે મારપીટ કર્યાબાદ તેના બધા કપડા ફાડી દીધા હતા અને સસરા સામે નિર્વસ્ત્ર કરી દીધી હતી. જેનાથી તેને ખુબ જ ઠેશ પહોંચી હતી. આ વીડિયો રેકોર્ડ કર્યાબાદ કદાચ પ્રિયાએ ઝેર ખાધું હશે. ત્યારબાદ પ્રિયાનો બીજો વીડિયો હોસ્પિટલ બેડ ઉપરથી બનાવ્યો હતો. જ્યાં પોતાની વાત કહેતા કહેતા ચુપ થઈ ગઈ હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર