Home /News /national-international /VIDEO: ભાણેજના લગ્નમાં મામાએ 3.21 કરોડનું મામેરુ ભર્યું, 81 લાખ રોકડા અને 41 તોલા સોનું આપ્યું

VIDEO: ભાણેજના લગ્નમાં મામાએ 3.21 કરોડનું મામેરુ ભર્યું, 81 લાખ રોકડા અને 41 તોલા સોનું આપ્યું

રાજસ્થાનમાં મામાએ ભર્યું ઐતિહાસિક મામેરુ

આ મામરેમાં ખાસ વાત એ હતી કે, ભંવરલાલ દ્વારા વહુ દીકરીઓ અને બહેનને ઈશ્વરનું રુપ ગણાવી તેમનું સન્માન કરવા પર ભાર આપવામાં આવ્યો હતો. આ તમામ વાતોને સાંભળીને સૌ કોઈ દંગ રહી ગયા હતા.

  • Local18
  • Last Updated :
  • Nagaur, India
રિપોર્ટ-કૃષ્ણ કુમાર

નાગૌર: નાગૌરના ડેહ તાલુકના બુરડીગાંવના રહેવાસી ત્રણ ભાઈઓની બહેનને ત્યાં મામેરુ ભરીને ઈતિહાસ રચી દીધો. બુરડી ગામના ખેડૂત ભંવરલાલ ગરવાના ત્રણ દીકરા હરેન્દ્ર, રામેશ્વર અને રાજેન્દ્ર ગરવા જિલ્લાના ઝાડેલી ગામ પહોંચીને ભાણેજના લગ્નમાં બહેન ગવરીને 3 કરોડ 21 લાખનું મામેરુ ભર્યું હતું. આ મામેરમાં ખાસ વાત એ હતી કે, એક તરફ દહેજ બંધ કરવાની વાત છે, તો વળી બહેનો માટે ભાઈ તરફથી કરોડોનું મામેરુ ભરવામા આવી રહ્યું છે. આ મામરેમાં ખાસ વાત એ હતી કે, ભંવરલાલ દ્વારા વહુ દીકરીઓ અને બહેનને ઈશ્વરનું રુપ ગણાવી તેમનું સન્માન કરવા પર ભાર આપવામાં આવ્યો હતો. આ તમામ વાતોને સાંભળીને સૌ કોઈ દંગ રહી ગયા હતા.
" isDesktop="true" id="1356701" >


મામેરામાં રુપિયાની સાથે અહીં જમીન, ટ્રેક્ટર, ટ્રોલી અને સ્કૂટી સહિત અન્ય વાહનો આપવામાં આવ્યા હતા. મામેરામાં કુલ ધન 3 કરોડ 21 લાખ રૂપિયાનું થયું હતું. મામેરાની ખાસ વાત એ હતી કે, 81 લાખ રૂપિયા રોકડા, સાડા 16 વીધા જમીન, રિંગ રોડ પર પ્લોટ, 41 તોલા સોનું, 3 કિલો ચાંદી અને અનાજથી ભરેલું ટ્રેક્ટર તથા સ્કૂટી આપવામાં આવી હતી. હકીકતમાં જોઈએ તો, મારવાડમાં રિવાજ છે કે, ભાણેજના લગ્નમાં મોસાળ તરફથી ધન આપીને મામેરુ ભરવામાં આવે છે.




આ પણ વાંચો: OMG: અહીં મળે છે સૌથી સસ્તા મસાલા ઢોંસા, સાઉથ ઈંડિયન ટેસ્ટ લેવા ગાડીઓ લઈને આવે છે લોકો

બુરડી ગામના ખેડૂત ભંવરલાલ દ્વારા આ મામેરુ ભરવામાં આવ્યું હતું. તેમની પાસે 350 વીધા જમીન છે. મામેરુ ભરવાની સાથે સાથે ઝાડેલીના પોટલિયા પરિવારને ચાંદીના સિક્કા વહેંચ્યા હતા. અહીંનું મામેરુ ફરીથી નાગૌર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે. આ મામેરા બાદ પિતાએ કહ્યું કે, બહેન, દીકરી અને વહુથી મોટુ કોઈ ધન નથી. તેનું સન્માન તમામ લોકોએ કરવું જોઈએ.
First published:

Tags: Rajasthan news