સંબંધની હત્યા: ભાભી સાથે આડા સંબંધમાં ભાઈએ કરી મોટાભાઈની હત્યા!

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

આરોપી યુવકની ભાભી તેના દિયરને એવું કહીને પિયર ચાલી ગઈ હતી કે તે તેના ભાઈનું કામ તમામ કરી નાખે.

 • Share this:
  જયપુર: પાડોશી રાજ્ય રાજસ્થાન (Rajasthan)માં ખૂબ જ ચોંકવનારો બનાવ સામે આવ્યો છે. અહીં એક યુવકની ચાકુ મારીને હત્યા (Murder) કરી નાખવામાં આવી હતી. પોલીસે જ્યારે આ મામલાની તપાસ કરી ત્યારે ખુદ પોલીસ (Police) વિચારમાં પડી ગઈ હતી. હકીકતમાં ભાભી સાથે આડા સંબંધમાં ખુદ ભાઈએ મોટાભાઈની હત્યા કરી નાખી હતી. નવાઈની વાત તો એ છે કે ઠંડા કલેજે ભાઈની હત્યા કર્યા બાદ નાનોભાઈ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તપાસમાં સાથે રહ્યો હતો. ત્યાં સુધી કે તે ઘટનાસ્થળે પણ સાથે ગયો હતો. જોકે, તપાસ દરમિયાન પોલીસને મૃતકના ભાઈ પર જ શંકા પડી હતી અને સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

  આ કેસ ઝાલાવડ જિલ્લા (Jhalawar District)ના પનવા પોલીસ સ્ટેશન વિસ્તારના સરખંડિયા વિસ્તારનો છે. આ અંગે વધારે વિગત આપતા ખાનપુર ડીસીપી રાજીવ પરિવરે કહ્યુ કે, મૃતક યુવક બલરામના નાનાભાઈ સંજયના તેની ભાભી સાથે આડા સંબંધ હતા.

  પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, દિયર અને ભાભી વચ્ચેના આડા સંબંધમાં ભાઈ વિલન બની રહ્યો હતો. આથી આરોપી યુવકની ભાભી તેના દિયરને એવું કહીને પિયર ચાલી ગઈ હતી કે તે તેના ભાઈનું કામ તમામ કરી નાખે.

  આ પણ વાંચો: હોળીની જ્વાળા પરથી વરતારો: અંબાલાલ પટેલે આ વર્ષે 98 ટકા વરસાદ પડવાની આગાહી કરી

  જે બાદમાં નાનાભાઈએ તેના મોટાભાઈનું કામ તમામ કરવા માટેની યોજના ઘડી હતી. યોજના પ્રમાણે આરોપી તેના મોટાભાઈને સરખંડિયાના જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો. અહીં ચાકુથી ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી. જે બાદમાં પોલીસને જાણકારી આપવામાં આવી હતી. પોલીસને તપાસથી ભટકાવવા માટે હત્યારો ભાઈ ઘટનાસ્થળે પણ પોલીસ સાથે ગયો હતો.

  આ પણ વાંચો: બળાત્કાર બાદ કિશોરીને આરોપી સાથે બાંધીને ગામમાં ફેરવવામાં આવી, 'ભારત માતા કી જય'ના નારા લાગ્યા!

  આ પણ વાંચો: હોળી પહેલા પોલીસ અધિકારીએ ફરિયાદોઓને ભેટ સ્વરૂપે આપી ગંગાજળની બોટલો, કહ્યું- આ તમામ બીમારીથી બચાવશે

  આ અંગે વધારે તપાસ કરતા પોલીસને મૃતકના ભાઈ પર જ શંકા પડી હતી. આખરે પોલીસે સંજયની ધરપકડ કરી લીધી હતી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા સંજય ભાંગી પડ્યો હતો અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આ કેસમાં પોલીસ મૃતકની પત્નીની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: