રાજસ્થાન સરકારનાં એક મંત્રી જાહેર રસ્તા પર પેશાબ કરતા ઝડપાઇ ગયા હતા એને જાહેરમાં પેશાબ કરતી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. આ મામલે જ્યારે તેમને પુછવામાં આવ્યું તો, તેમણે કહ્યું કે, “આ તો આપણી જૂની પરંપરા છે”.
આ મહાશાય જે દિવાલ પાસે પેશાબ કરતા હતા તેની સામે રાજસ્થાનનાં મહિલા મુખ્યમંત્રી વસુધંરા રાજેનો ફોટો ચોંટાડેલો હતો. રાજસ્થાન સરકારના મંત્રી શંભુ સિંઘ ખાતેસરે તેમનો બચાવ કરતા કહ્યું કે, જાહેરમાં પેશાબ કરતો એ તો, જૂની પરંપરા છે અને તેમાં એમણે કશું ખોટુ કર્યું નથી.
જો કે, જાહેરમાં પેશાબ કરતા પકડાયેલા મંત્રીને કારણે ભારતીય જનતા પાર્ટી ક્ષોભ જનક સ્થિતિમાં મુકાઇ છે. બે કારણોસર ભાજપ શરમજનક સ્થિતિમાં મુકાયું છે. એક તો, જ્યાં મંત્રી પેશાબ કરતા હતા તે જગ્યાએ મુખ્યમંત્રી રાજેનો ફોટો હતો અને બીજુ કે,. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશન લોન્ચ કર્યુ છે અને તેમના દરેક વક્તવ્યમાં સ્વચ્છતાની વાત કરે છે. મંત્રીએ એવું પણ કહ્યું કે, જે દિવાસ પાસે તેમણે પેશાબ કર્યો હતો તે, વસુંધરા રાજેના પોસ્ટરથી ઘણો દૂર હતો. તેમણે એમ પણ કર્યું કે, જાહેરમાં પેશાબ કરવાથી કોઇ રોગ ફેલાતા નથી. હું રોડથી અંદરના ભાગે પેશાબ કરવા ગયો હતો અને તેનાથી કોઇ ગંદકી કે રોગ ફેલાતા નથી.