લૉકડાઉન : પગમાં ફ્રેક્ચર હોવા છતાં ચાલીને વતન જવાની જીદ, કહ્યુ- 'કોઈ વિકલ્પ જ નથી'

ચાલવા માટે પગમાં પ્લાસ્ટરનો પાટો કાપી રહેલો મજૂર.

ભંવરલાલે પગમાં ફ્રેક્ચર બાદ આવેલો પ્લાસ્ટરનો પાટો કાપી નાખ્યો, 240 કિલોમીટર દૂર આવેલા ઘરે ચાલતા જવા નીકળ્યો.

 • Share this:
  ભોપાલ : દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ને પ્રસરતો અટકાવવા માટે લૉકડાઉન (Lockdown)ની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન અન્ય પ્રદેશ કે રાજ્યમાં જઈને પેટીયું રડતા લોકોને ખૂબ પરેશાની ભોગવવી પડી છે. રાજસ્થાન (Rajasthan Labour)ના ભંવરલાલની એક તસવીરે ખૂબ ચર્ચા જગાવી હતી. પોતાના વતન રાજસ્થાન જતી વખતે ભંવરલાલ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના એક હાઇવે પર રોકાયો હતો અને પોતાના પગમાં રહેલો પ્લાસ્ટરનો પાટો કાપી રહ્યો હતો. મધ્ય પ્રદેશના પીપરીયા ખાતે કામદાર તરીકે કામ કરતા ભંવરલાલની ત્રણ આંગળી અને પંજામાં ઈજા પહોંચી હતી. ફ્રેક્ચર બાદ ભંવરલાલના પગમાં પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો આવ્યો હતો.

  એનડીટીવી સાથેની વાતચીતમાં ભંવરલાલે જણાવ્યું હતું કે, "મે 500 કિલોમીટર સુધીનો રસ્તો વાહનમાં કાપ્યો છે. કોઈ પણ હાલતમાં મારે મારા ઘરે પહોંચવું છે."

  ભંવરલાલ જ્યાં રોકોયા હતો ત્યાંથી તેનું ઘરે 240 કિલોમીટર દૂર હતું. પોતાના આગળના પ્લાન અંગે ભંવરલાલે જણાવ્યું કે, "હું એ વાત જાણું છું કે રાજ્યની સરહદો પર પોલીસ લોકોને રોકી રહી છે, પરંતુ મારી પાસે કોઈ વિકલ્પ જ નથી. મારો પરિવાર એકલો છે, મારી પાસે કોઈ કામ પણ નથી, હું તેમને રૂપિયા પણ મોકલી શકતો નથી. આથી મારે મારા પગનો પ્લાસ્ટરનો પાટો કાપીને ચાલતા જ ઘરે પહોંચવું પડશે."

  આ પણ વાંચો : કોરોના વાયરસ લૉકડાઉન : ડ્રાઇવિંગ લાઇસન્સની મુદત પૂર્ણ થતી હોય તો શું કરશો?

  ગત અઠવાડિયે મંગળવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે રાત્રે 12 વાગ્યાથી આખા દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી હતી. જેના પગલે અન્ય પ્રદેશ કે રાજ્યમાં રહીને મજૂરી કરતા લોકોની હાલત કફોડી બની હતી. કારણ કે લૉકડાઉનને પગલે જાહેર પરિવહનન તેમજ વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. આથી મજૂરી કરીને પટીયું રડતા લોકો પાસે ચાલીને પોતાના વતન જવા સિવાય કોઈ રસ્તો જ ન હતો. જેના પગલે દેશભરમાં કામદારો ચાલીને પોતાના વતન જતા હોય તેવા દ્રશ્યો મીડિયામાં જોવા મળ્યા હતા.  આ પણ વાંચો : એક હજાર શ્રમિકોને રાજસ્થાન પોલીસ ગુજરાત બોર્ડર પર છોડી ગઇ, અરવલ્લીમાં અપાશે આશરો

  જોકે, આ દરમિયાન ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં મજૂરોને પોતાના વતન પહોંચાડવા માટે બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ગુજરાતમાંથી પણ રાજસ્થાનના મજૂરોને બોર્ડર સુધી બસોમાં પહોંચાડવામાં આવ્યા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published: