દુલ્હનનું સપનું પૂર્ણ કરવા દુલ્હો હેલિકોપ્ટર લઈને પહોંચ્યો, સાત લાખ રૂપિયા ખર્ચીને દુલ્હનને ઘરે લાવ્યો

દુલ્હન.

મીડિયા સાથેની વાતચીતમાં ગુર્જરે જણાવ્યું હતું કે, તેની પત્ની રામાનું સપનું હતું કે તે તેની સાથે હેલિકોપ્ટરમાં બેસીને સાસરે આવે.

 • Share this:
  ભરતપુર: રાજસ્થાન (Rajasthan)ના એક વ્યક્તિએ તેની પત્ની (Wife)નું સપનું કંઈક ખાસ રીતે પૂરું કર્યું છે. લગ્ન (Marriage) બાદ તે તેની દુલ્હનને હેલિકોપ્ટર (Helicopter)માં ઘરે લઈ ગયો હતો. ભરતપુર જિલ્લા (Bharatpur district-Rajasthan)ના રાયપુર ગામનો સિયારામ ગુર્જર સોમવારે હેલિકોપ્ટર લઈને દુલ્હનને લેવા માટે ગયો હતો. જે બાદમાં મંગળવારે તે તેની દુલ્હન સાથે હેલિકોપ્ટરમાં જ પરત ફર્યો હતો.

  ખેડૂત પુત્ર સિયારામ હેલિકોપ્ટરમાં તેની દુલ્હનને લેવા માટે પહોંચ્યો હતો. હેલિકોપ્ટરમાં તેની સાથે તેનો ભાઈ કરતારસિંહ અને બનેવી રામપ્રસાદ હતા. હેલિકોપ્ટરના ટેક ઑફ દરમિયાન પોલીસ પણ જોવા મળી હતી. કારણ કે હેલિકોપ્ટરને જોવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. જેના પગલે કોવિડ-19ની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું.

  મીડિયા સાથેની વાતચીતમાં ગુર્જરે જણાવ્યું હતું કે, તેની પત્ની રમાનું સપનું હતું કે તે તેની સાથે હેલિકોપ્ટરમાં બેસીને સાસરે આવે. આ જ કારણે તેણે હેલિકોપ્ટર ભાડે રાખ્યું હતું. આ માટે તેણે સાત લાખ રૂપિયા ચૂકવ્યા હતા. રમાએ પણ જણાવ્યું હું કે, મારું સપનું હતું કે હું હેલિકોપ્ટરમાં સવાર થઈને મારી સાસરીમાં જાઉં. મારું આ સપનું પૂર્ણ થયું છે.

  આ પણ વાંચો: જૂનાગઢમાં યુવકની જાહેરમાં હત્યા, હત્યારો ક્રૂર બનીને તૂટી પડ્યો, લોહીના ખાબોચીયા ભરાયા, Live CCTV  જોકે, શરૂઆતમાં જિલ્લા કલેક્ટર અને CMHOએ દુલ્હાની હેલિકોપ્ટર ભાડે કરવાની અરજી ફગાવી દીધી હતી. આ માટે કોરોનાના વધી રહેલા કેસનું બહાનું આગળ ધરવામાં આવ્યું હતું. જોકે, બાદમાં અમુક શરતો સાથે મંજૂરી આપવામાં આવી હતી. દુલ્હાએ પણ આ તમામ શરતોનું પાલન કર્યું હતું. હેલિકોપ્ટર લઈને આવી પહોંચેલો દુલ્હો અને દુલ્હનની આવી રીતે થયેલી વિદાય હાલ ગામમાં ચર્ચાનો વિષય બન્યાં છે.

  આ પણ વાંચો: ગોંડલ જામવાડી GIDCમાંથી અધધ રૂપિયા 24 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો  દેશમાં 24 કલાકમાં 3,293 દર્દીએ જીવ ગુમાવ્યો

  દેશમાં કોરોના સંક્રમણ (Coronavirus In India)ની બીજી લહેરમાં મૃતકોની સંખ્યા બે લાખને પાર થઈ ગઈ છે. મંગળવારે દેશમાં પહેલી વાર મૃતકોની સંખ્યા 3 હજારને પાર જતી રહી છે. મંગળવારે પણ સતત સાતમા દિવસે ભારતમાં 3 લાખથી વધુ કેસ નોંધાયા છે અને સતત આઠમા દિવસે મોતનો આંકડો બે હજારથી વધુ રહ્યો છે.

  આ પણ વાંચો: યુવકે 24 વર્ષીય નર્સને હોટલમાં મળવા બોલાવીને હત્યા કરી નાખી  બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,60,960 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3293 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,79,97,267 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 14,78,27,367 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: