Positive India: કોટાના 5 દોસ્ત આપી રહ્યા છે કોરોના પીડિતોને નવી જિંદગી, લક્ઝરી કારોને બનાવી દીધી એમ્બ્યુલન્સ

5 યુવાનોએ દર્દીઓની મુશ્કેલીઓને દૂર કરવાનું બીડું ઝડપ્યું અને પોતાની લક્ઝરી કારોને ઇમરજન્સી હૉસ્પિટલ બનાવી દીધી

5 યુવાનોએ દર્દીઓની મુશ્કેલીઓને દૂર કરવાનું બીડું ઝડપ્યું અને પોતાની લક્ઝરી કારોને ઇમરજન્સી હૉસ્પિટલ બનાવી દીધી

  • Share this:
    ઓમ પ્રકાશ, કોટા. રાજસ્થાન (Rajasthan)ના કોટા (Kota) શહેરમાં કોરોના (COVID-19)ના વધતા સંક્રમણના કારણે હૉસ્પિટલોમાં બેડ અને ઓક્સિજન (Beds and oxygen) ઉપરાંત દવા અને ઇન્જેક્શનની અછત ઊભી થતાં દર્દીઓના પરિજનોને ભટકવું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં શહેરના 5 યુવાનોએ દર્દીઓની મુશ્કેલીઓને દૂર કરવાનું બીડું ઝડપ્યું અને પોતાની લક્ઝરી કારોને ઇમરજન્સી હૉસ્પિટલ (Emergency hospital) બનાવી દીધી. આ કારોમાં આ યુવાનો બેડ ઉપરાંત નિઃશુલ્ક ઓક્સિજન આપીને દર્દીઓના જીવ બચાવવાનું કામ કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

    મોજ મસ્તી અને ફરવાના કામ આવનરી આ લક્ઝરી કારો હવે દર્દીઓ અને તેમના પરિજનો માટે વરદાન સાબિત થઈ રહી છે. મંગળવારે પણ આ લક્ઝરી કારોમાં 4 દર્દીઓને ઓક્સિજન આપવામાં આવ્યો. બીજી તરફ, 2 દર્દીઓના ઘર પર ઓક્સિજન સિલિન્ડર પહોંચાડવામાં આવ્યા. 5 યુવાન મિત્રોની આ પહેલ કોરોનાના સંકટ કાળમાં લોકોનો જીવ બચાવવા માટે બીજાઓને પણ પ્રેરિત કરી રહી છે.

    આ પણ વાંચો, નકલી રેમડેસીવીર ઇન્જેક્શનથી સાવધાન: આવી રીતે નકલી ઇન્જેક્શન ઓળખવા પોલીસે કરી તાકીદ

    પરેશાનીમાં મૂકાયેલા દર્દીઓને જોઈને સેવાનો આવ્યો વિચાર

    વિજ્ઞાનનગર નિવાસી 44 વર્ષીય ચંદ્રેશનું આર્ય સમાજ રોડ પર ગાડીઓનું સર્વિસ સેન્ટર છે. કોરોનાની બીજી લહેરમાં કોટામાં બગડતી સ્થિતિમાં દર્દીઓને બેડ અને ઓક્સિજન માટે ભટકતા જોયા તો મનમાં તેમને મદદ કરવાનો વિચાર આવ્યો. ચંદ્રેશે સાંઈ મિત્ર મંડળના પોતાના ચાર દોસ્તો આશીષ સિંહ, ભરત, રવિ કુમાર અને આશુ કુમારનો સાથ લીધો. પાંચેય લોકોએ મળીને વિજ્ઞાન નગરના સાંઈ ચોકમાં 3 લક્ઝરી કારોને ઊભી કરી ઇમરજન્સી હૉસ્પિટલ બનાવી દીધી. એક કારમાં ત્રણ દર્દીઓને ઓક્સિજન ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી.

    આ પણ વાંચો, કોરોનાથી સાજા થયા બાદ ભૂલ્યા વગર કરાવો આ ટેસ્ટ, બેદરકારીથી વધી શકે છે મુશ્કેલીઓ



    યુવાઓની પહેલ દર્દીઓ અને તેમના પરિજનો માટે વરદાનરૂપ

    આ દોસ્તો વિસ્તારમાં મેડિકલ વિભાગની ટીમોની જેમ ઘરે-ઘરે જઈને ગંભીર દર્દીઓની નોંધણી કરે છે. એવા દર્દી જેમને હૉસ્પિટલમાં બેડ અને ઓક્સિજન નથી મળતાં તેમને કારમાં ઓક્સિજન આપવામાં આવે છે. બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કે દર્દીની કન્ડીશન ઠીક થાય ત્યાં સુધી કાર એમ્બ્યુલન્સમાં જ રાખવામાં આવે છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સથી દર્દીઓને હૉસ્પિટલ તથા ડૉક્ટરના ઘર સુધી પણ પહોંચાડવામાં આવે છે. દર્દી દાખલ ન થાય ત્યાં સુધી કે ઘર પર ડૉક્ટર દ્વારા ચેકઅપ ન થવા સુધી એમ્બ્યુલન્સ ત્યાં ઊભી રહે છે. યુવાનોએ પોતાના મોબાઇલ નંબર ફ્રી સેવાઓ માટે સાર્વજનિક કરી દીધા છે. ત્યારબાદથી સતત દિવસ-રાત તેમની પર ફોન આવી રહ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: