Home /News /national-international /પૌત્રને કોરોનાથી બચાવવા કોરોના સંક્રમિત દંપતીએ ટ્રેન નીચે ઝંપલાવીને કર્યો આપઘાત

પૌત્રને કોરોનાથી બચાવવા કોરોના સંક્રમિત દંપતીએ ટ્રેન નીચે ઝંપલાવીને કર્યો આપઘાત

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Fear of covid-19: કોટામાં કોરોના સંક્રમિત એક દંપતીએ એ માટે આપઘાત કરી લીધો કે તેનો નાનો પૌત્રને તેમનું સંક્રમણ ન લાગી જાય.

ઓમ પ્રકાશ, કોટા: કોરોનાની ભયાનક સ્થિતિ વચ્ચે રાજસ્થાન (Rajasthan)ના કોચિંગ શહેર તરીકે જાણીતા કોટા (Kota) શહેરમાંથી ખૂબ જ દર્દનાક ખબર સામે આવી છે. અહીં કોરોના પોઝિટિવ દંપતી (Corona positive couple)એ આપઘાત કરી લીધો હતો. દંપતીએ એટલા માટે આપઘાત (Suicide) કરી લીધો હતો કે તેમને ડર હતો કે ક્યાંક તેમનું સંક્રમણ તેના પૌત્રને ન લાગી જાય. આ કારણે બંનેએ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણકારી મળતા જ હાહાકાર મચી ગયો હતો. આ વાત જાણીને દંપતીના પરિવારના લોકો આઘાતમાં સરી પડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દંપતીએ થોડા વર્ષે પહેલા તેના દીકરાને ગુમાવ્યો હતો. હવે તેઓ ન્હોતા ઈચ્છી રહ્યા કે તેનો પૌત્ર કોરોના બીમારીનો ભોગ બને.

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ભગવતસિંહ હિંગડે જણાવ્યું કે, આ બનાવ રવિવારે બન્યો હતો. અહીં રેલવે કૉલોની વિસ્તારમાં પુરોહિત જીની ટાપરીમાં રહેતા હીરાલાલ બૈરવા (ઉ.વ. 75) અને તેમના પત્ની શાંતિ બૈરવા (ઉ.વ.75)નો એક દિવસ પહેલા જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં બંને ચિંતામાં ગરક થઈ ગયા હતા. બંનેને ઘરમાં જ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા. પરંતુ બંનેને એ વાતની ચિંતા હતી કે ક્યાંક તેમનું સંક્રમણ તેના નાના પૌત્રને ન લાગી જાય.

આ પણ વાંચો: રાજકોટમાં શરૂં થયું કોવિડ કેર સેન્ટર, દાખલ થનાર દર્દીઓએ એક પણ રૂપિયો નહીં ચૂકવવો પડે

આઠ વર્ષ પહેલા પુત્રને ગુમાવ્યો હતો

રવિવારે દંપતી ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયું હતું. બાદમાં કોટાથી દિલ્હી તરફ જતા રેલવે ટ્રેક પર પહોંચ્યા હતા. જે બાદમાં બંનેએ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. ઘટનાની જાણકારી મળતા જ રેલવે પોલીસ પહોંચી હતી અને બંનેનાં મૃતદેહને પાટા પરથી હટાવીને એમબીએસ હૉસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દંપતીએ આઠ વર્ષ પહેલા તેના દીકરાને ગુમાવ્યો હતો. જે બાદમાં હવે બંને પોતાના પૌત્રને ગુમાવવા માંગતા હ ન હતા. પોલીસ હાલ આ કેસની વધારે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ- કોરોનાને રોકવા માટે દેશભરમાં ફરીથી લૉકડાઉન પર વિચાર કરો

" isDesktop="true" id="1093037" >

કોટામાં કોરોનાથી હાલત ખરાબ

ઉલ્લેખનીય છે કે કોટા પણ રાજસ્થાનના સર્વાધિક સંક્રમિત શહેરમાં શામેલ છે. અહીં કોરોનાથી હાલત ખૂબ જ ખરાબ છે. કોટામાં પ્રથમ લહેરથી અત્યારસુધી આશરે 600 પોલીસ અધિકારી અને પોલીસકર્મી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. શહેરની હૉસ્પિટલો કોરોના પીડિતોથી ઊભરાઈ રહી છે.
First published:

Tags: Coronavirus, COVID-19, Grandson, આત્મહત્યા, ટ્રેન, રાજસ્થાન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો