Home /News /national-international /જોધપુર: ફ્રાન્સથી આવેલા કપલે 60 વર્ષની ઉંમરે હિન્દુ રીતિ રિવાજથી ફરી વાર કર્યા લગ્ન, મિત્રના ઘરે લગ્ન જોઈ પ્રભાવિત થયાં

જોધપુર: ફ્રાન્સથી આવેલા કપલે 60 વર્ષની ઉંમરે હિન્દુ રીતિ રિવાજથી ફરી વાર કર્યા લગ્ન, મિત્રના ઘરે લગ્ન જોઈ પ્રભાવિત થયાં

જોધપુરમાં ફ્રેન્ચ કપલે ફરી વાર લગ્ન કર્યાં

હકીકતમાં જોઈએ તો, ફ્રાન્સના રહેવાસી એરિક અને ગ્રેબિયલ રાજસ્થાની ટૂરિસ્ટ ગાઈડ ભુજપાલ સિંહના સંપર્કમાં છે. કપલની ઉંમર 60 વર્ષની આજૂબાજૂમં છે અને તેમને બાળકો પણ છે. આ કપલ ત્રણ વાર ભારતમાં ફરવા આવી ચુક્યા છે. કાશી વિશ્વનાથ અને અન્ય ધાર્મિક સ્થળોના દર્શન કર્યા બાદ હિન્દુ પરંપરા જાણવાની તેમની જિજ્ઞાસા વધી ગઈ.

વધુ જુઓ ...
જોધપુર: રાજસ્થાનના જોધપુરમાં ફ્રાંસના રહેવાસી એક કપલે હિન્દુ રીતિ રિવાજથી પ્રભાવિત ઈથને ફરી વાર લગ્ન કર્યા છે. તેના માટે તમામ રીતિ રિવાજ નિભાવવામાં આવ્યા. કપલે અગ્નિની સાક્ષીમાં સાત ફેરા પણ લીધા. પંડિતે વૈદિત મંત્રોચ્ચાર સાથે પાણિગ્રહણ સંસ્કાર પણ કરાવ્યો. તેમાં કન્યાદાન ટૂરિસ્ટ ગાઈડ ભુજપાલ સિંહ અને પત્નીએ કર્યું હતું.

આ પણ વાંચો: બાગેશ્વર ધામમાં રાજસ્થાનની 10 વર્ષની બાળકીનું મોત, ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભભૂતી આપી ઘરે મોકલી દીધા

હકીકતમાં જોઈએ તો, ફ્રાન્સના રહેવાસી એરિક અને ગ્રેબિયલ રાજસ્થાની ટૂરિસ્ટ ગાઈડ ભુજપાલ સિંહના સંપર્કમાં છે. કપલની ઉંમર 60 વર્ષની આજૂબાજૂમં છે અને તેમને બાળકો પણ છે. આ કપલ ત્રણ વાર ભારતમાં ફરવા આવી ચુક્યા છે. કાશી વિશ્વનાથ અને અન્ય ધાર્મિક સ્થળોના દર્શન કર્યા બાદ હિન્દુ પરંપરા જાણવાની તેમની જિજ્ઞાસા વધી ગઈ.

આ દરમિયાન ટૂરિસ્ટ ગાઈડ ભુજપાલ સિંહે પોતાના સાળાના લગ્નમાં ફ્રાંસીસ કપલને આમંત્રિત કર્યા. પણ વિવાહના બે દિવસ બાદ. આ અગાઉ જોધપુર આવેલા એરિકે પોતાના લગ્ન ફરી વાર કરવાની ચિંતા વ્યક્ત કરી. એટલા માટે રાજપૂત સમાજની પરંપરા વિધિ વિધાનથી તેમના લગ્ન સંપન્ન થયા. વિદેશી કપલના લગ્નમાં ટૂરિસ્ટના ઘર પરિવારના લોકો જાનૈયા માંડવીયા થયા હતા.

વરમાળા અને મંત્રોચ્ચાર


શહેરની એક રેસ્ટોરન્ટમાં ફ્રાંસીસ કપલના લગ્ન થયા. વર બનેલા ફ્રાંસના એરિક રાજાશાહી વસ્ત્રો, સાફો અને ઘોડી પર સવાર થયો અને દુલ્હનના દરવાજે પહોંચ્યો હતો. બાદમાં વરમાળા પહેરાવી. જે બાદ પંડિત રાજેશ દવેએ વૈદિક મંત્રોચ્ચારથી વિવાહ પણ કરાવ્યા. આ તમામ રસ્મોની જાણકારી ફ્રેન્ચ કપલને આપવામાં આવી હતી.

ઘુંઘટમાં રહી વિદેશી દુલ્હન


આપને ખબર હશે કે, રાજપૂત સમાજમાં દુલ્હન ઘુંઘટમાં રહે છે, તો ફ્રાન્સના એરિકની દુલ્હન પણ ઘુંઘટમાં રહી. મંડપમાં બેસીને હિન્દુ રીતિ રિવાજથી ફેરા પણ કરાવ્યા. આ દરમિયાન રાજપૂતી મહિલાઓએ મંગળ ગીતો પણ ગાયા.


ફ્રાંસીસી એરિકે જણાવ્યું કે, હું ભારતીય પરંપરાથી ખૂબ જ પ્રભાવિત છું. દોસ્ત ભુજપાલ સિંહે જ્યારે મને લગ્ન માટે આમંત્રિત કર્યા ,ો તો લાગ્યું કે, કેમ નહીં ગ્રેબિયલ સાથે હું ભારતીય પરંપરા અનુસાર લગ્ન કરુ? જેથી અમારા બંનેનો પ્રેમ સાત જન્મો સુધી બની રહે. એટલા માટે અમે હિન્દુ રીતિ રિવાજથી ફરી વાર લગ્ન કર્યા છે.
First published:

Tags: Hindu dharm, Jodhpur, Marriage