Home /News /national-international /શરમજનક: 16 વર્ષની દીકરીના 45 વર્ષના ઢાંઢા પુરુષ સાથે લગ્ન કરાવ્યા, આ કહાની વાંચી હચમચી જશો
શરમજનક: 16 વર્ષની દીકરીના 45 વર્ષના ઢાંઢા પુરુષ સાથે લગ્ન કરાવ્યા, આ કહાની વાંચી હચમચી જશો
dulhan marriage
મીડિયા રિપોર્ટ અનુસાર, જોધપુર જિલ્લામાં એક 16 વર્ષની સગીર બાળકીના પિતાની ઉંમરના શખ્સ સાથે લગ્ન કરાવી દીધા. વરરાજાની ઉંમર 45 વર્ષ હોવાનું કહેવાય છે. હકીકતમાં જોઈએ તો, આ લગ્ન પાછળ એક કહાની છે.
જોધપુર: દેશમાં શક્તિ સ્વરુપા દેવીની આરાધના ઉપાસના થાય છે, તો વળી દીકરીઓની સાથે ક્રૂર રીતે અન્યાય પણ અહીં થાય છે. રમવા-ભણવાની ઉંમરમાં તેને દુલ્હન બનાવીને લગ્ન મંડપમાં બેસાડી દેવામાં આવે છે. આ સામાજિક કુરીતિ હોવાની સાથે ગુનો પણ બને છે. તેમ છતાં દેશમાં અલગ અલગ ભાગમાં બાળ વિવાહના કિસ્સા આવતા રહે છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનના જોધપુરમાંથી સામે આવ્યો છે. આ કિસ્સો ફક્ત કાનૂન વ્યવસ્થા પર જ સવાલ નથી ઊભો કરતો, પણ સમાજના બેવડા માપદંડોને ઉજાગર કરે છે. એક તરફ પોલીસ પ્રશાસને બાળ વિવાહ વિવાહ અણસાર પણ ન આવ્યો, તો બીજી તરફ સમાજે પણ તેના વિરુદ્ધ અવાજ ન ઉઠાવ્યો.
મીડિયા રિપોર્ટ અનુસાર, જોધપુર જિલ્લામાં એક 16 વર્ષની સગીર બાળકીના પિતાની ઉંમરના શખ્સ સાથે લગ્ન કરાવી દીધા. વરરાજાની ઉંમર 45 વર્ષ હોવાનું કહેવાય છે. હકીકતમાં જોઈએ તો, આ લગ્ન પાછળ એક કહાની છે. સગીર છોકરીની મોટી બહેન (22 ઉંમર)ના લગ્ન આધેડ ઉંમરના પુરુષ સાથે નક્કી કર્યા હતા. જ્યારે યુવતીને ખબર પડી કે, તેને વરની ઉંમર તેનાથી ડબલ છે, તો તે ભાગી ગઈ. આરોપ છે કે, યુવતીના માસાએ લગ્ન કરવા માટે પૈસા આપ્યા હતા. યુવતી ઘરેથી ભાગી ગઈ હોવાની જાણ થતાં પરિવારમાં હડકંપ મચી ગયો. તાત્કાલિક નાની બહેનને દુલ્હન બનાવવાનો નિર્ણય લીધો. આવી રીતે એક 16 વર્ષની કન્યાને 45 વર્ષના પુરુષ સાથે પરણાવી દીધી.
બાળ વિધવા હતી ઘરેથી ભાગેલી યુવતી
ફલોદી નિવાસી યુવતીએ ભયંકર કહાની સંભળાવી. યુવતીએ જણાવ્યું કે, 13 વર્ષની ઉંમરમાં જ તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. લગ્નના લગભગ 40 દિવસ બાદ તેના પતિનું મોત થઈ ગયું. આવી જ રીતે તે બાળ વિધવા થઈ ગઈ હતી. યુવતીએ જણાવ્યું કે, તેને તે સમયે આની ખબર નહોતી. તે જ્યારે 18 વર્ષની થઈ ત્યારે તેને ખબર પડી કે, 5 વર્ષ પહેલા તેના લગ્ન થઈ ગયા હતા. અને તે બાળ વિધવા છે. તેણે જણાવ્યું કે, પહેલા લગ્ન પૈસા બચાવવા માટે કર્યા હતા, જ્યારે બીજા લગ્ન પૈસા કમાવવા માટે કર્યા. જ્યારે તેને ખબર પડી કે, તેનો થનારો વર 45 વર્ષનો છે, તો તે ઘરેથી ભાગી ગઈ. ત્યાર બાદ તેની નાની બહેનને દુલ્હન બનાવી દીધી.
દીકરીએ પિતા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
ડબલ ઉંમરના વર સાથે ફેરા લેવાની ના પાડનારી યુવતી ઘરેથી ભાગી ગઈ. તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પિતા સહિત 4 લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. તેણે જણાવ્યું કે, જ્યારે તેના પહેલા લગ્ન થયા તો, તેને ખબર નહોતી કે બાળ વિવાહ શું હોય છે. તે ભણવા માગતી હતી. તેઓ 3 બહેન અને એક ભાઈ છે. મોટી બહેનના લગ્ન પહેલા જ થઈ ગયા છે. યુવતીએ જણાવ્યું કે, પરિવાર દીકરીઓને બોઝ માને છે અને કહે છે કે, ભણીને શું કરશો. એટલા માટે કાચી ઉંમરમાં લગ્ન કરાવી દે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર