દુલ્હનના રૂમમાંથી 10 લાખના ઘરેણાં ભરેલી બેગ ચોરીને ગઠિયો રફુચક્કર!

News18 Gujarati
Updated: December 2, 2019, 8:31 AM IST
દુલ્હનના રૂમમાંથી 10 લાખના ઘરેણાં ભરેલી બેગ ચોરીને ગઠિયો રફુચક્કર!
સીસીટીવી ફુટેજમાં પહેલા માળના 11 નંબરના રૂમમાંથી એક સંદિગ્ધ સોના-ચાંદીના ઘરેણાં ભરેલી બેગી લઈને જતો જોવા મળી રહ્યો છે.

લગ્નવિધિ ચાલી રહી હતી ત્યારે ચોરોએ દુલ્હનના રૂમમાં મૂકેલી ઘરેણાં ભરેલી બેગ પર હાથ સાફ કર્યો

  • Share this:
વિપિન તિવારી, રાજસ્થાન : રાજસ્થાન (Rajasthan)ના બારા (Baran) શહેરમાં મોડી રાત્રે એક લગ્ન સમારોહ (Marriage function)થી ચોરોની ટોળકીએ દુલ્હનના લગભગ 10 લાખ રૂપિયાના સોના અને ચાંદી (Jewelry worth ten lakh rupees stolen)ના ઘરેણાં લઈને રફુચક્કર થઈ ગયા. ચોરીની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સીસીટીવી ફુટેજ (CCTV Footage) જોવાનું શરૂ કર્યું. પોલીસને સીસીટીવી ફુટેજમાં 3 સંદિગ્ધ (Suspected thieves) જોવા મળ્યા છે, જેમાંથી એક સંદિગ્ધ બેગ લઈને બહાર જતો જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે પોલીસની સાઇબર ટીમે પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. પોલીસે ચોરીના આ મામલામાં તપાસ શરૂ કરી દીધી છે. જોકે, હજુ સુધી કોઈની ધરપકડ નથી કરવામાં આવી.

દુલ્હનના રૂમમાંથી જ ચોરી થઈ

મળતી જાણકારી મુજબ, બારાં શહેરના પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નટરાજ મેરેજ ગાર્ડનમાં રાત્રે ધાકડ સમાજના રામપ્રસાદની દીકરીના લગ્નનો સમારોહ ચાલી રહ્યો હતો. સમારોહની વચ્ચે જ ચોરોએ દુલ્હનના રૂમથી તેના માટે દુલ્હા તરફથી આપવામાં આવેલા લગભગ 300 ગ્રામ સોના અને લગભગ 500 ગ્રામ ચાંદીના ઘરેણાંની ઉઠાંતરી કરી દીધી. જે સમયે ચોરીન આ ઘટના બની તે સમયે પીડિત પરિવાર રૂમની બહાર લગ્નની વિધિમાં વ્યસ્ત હતો. ઘટનાના લગભગ અડધો કલાક બાદ જ્યારે પીડિત પરિવારના સભ્યો રૂમમાં ગયા તો તેમને ઘરેણાંની ચોરી વિશે જાણ થઈ.

પોલીસે લગ્ન સમારોહ દરિમયાન થયેલી ઘરેણાંની ચોરી મામલામાં તપાસ શરૂ કરી દીધી છે.


CCTV ફુટેજમાં જોવા મળ્યા 3 સંદિગ્ધ

ઘટનાના સંદર્ભમાં સબ-ઇન્સ્પેક્ટર દલપત સિંહે જણાવ્યું કે, સીસીટીવી ફુટેજમાં પહેલા માળના 11 નંબરના રૂમથી એક વ્યક્તિ સોના-ચાંદી ભરેલી બેગ લઈને જતો જોવા મળી રહ્યો છે. તેણે પાસેના ખેતરમાં ઘરેણાં કાઢી દીધા અને બેગ ફેંકીને ચાલ્યો ગયો. તેની પાછળ બે વ્યક્તિ પણ ચાલતાં જોવા મળ્યા છે. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ સામેલ હોવાનું બહાર આવ્યું અને પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.આ પણ વાંચો, રાજસ્થાન : 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ સ્કૂલ બેલ્ટથી ગળું ટૂંપી હત્યા
First published: December 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading