રાજસ્થાન: કોરના રસીના બે ડોઝ લેનાર અને કોરોનાને મ્હાત આપનાર મહિલા ડેલ્ટા પ્લસથી થઇ સંક્રમિત

ફાઇલ તસવીર

જે મહિલાના નમૂનામાં આ વાયરસ જોવા મળ્યો છે તે સ્ત્રીએ થોડા દિવસ પહેલા જ કોરોના વાયરસને મ્હાત આપ્યો હતો.

  • Share this:
    જયપુર: સૌથી વધુ ચેપી પ્રકારના કોરોના વાયરસ (Coronavirus) માનવામાં આવતા 'ડેલ્ટા પ્લસ'નો (Delta Plus) પહેલો કિસ્સો શુક્રવારે રાજસ્થાનમાં (Rajasthan) બિકાનેરમાં સામે આવ્યો છે. એક તબીબી અધિકારીએ તેની પુષ્ટિ કરી છે. જોકે, જે મહિલાના નમૂનામાં આ વાયરસ જોવા મળ્યો છે તે સ્ત્રીએ થોડા દિવસ પહેલા જ કોરોના વાયરસને મ્હાત આપ્યો હતો.

    રાજ્યમાં ડેલ્ટા પ્લસ પ્રકારનાં ચેપનો આ પહેલો કેસ છે. બીકાનેરના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસર ડો. ઓ.પી. ચહરે જણાવ્યું હતું કે, મહિલામાં ડેલ્ટાનાં કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા અને હાલમાં જ સંક્રમણમાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ હતી. તેને કોરોનાની કોવેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે. સ્ત્રી હવે સંપૂર્ણ સ્વસ્થ છે. તેમણે કહ્યું કે, જિલ્લાના બંગલાનગર વિસ્તારમાં વિશેષ ટ્રેસિંગ માટેની સૂચના આપવામાં આવી છે.

    અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસથી સંક્રમિત મહિલાના નમૂનાને જિનોમ સિક્વિન્સિંગ માટે 30 મેના રોજ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યો હતો.

    આજથી ગુજરાતમાં અનેક છૂટછાટ, ફટાફટ જાણી લો શું રહેશે બંધ અને શું રહેશે ખુલ્લું

    જેનો રિપોર્ટ શુક્રવારે મળ્યો હતો. બીકાનેરના ચીફ મેડિકલ અને આરોગ્ય અધિકારી ડો. ઓ.પી. ચહરે જણાવ્યું હતું કે, મહિલાના નમૂનાની તપાસમાં ડેલ્ટા પ્લસ પ્રકારના વાયરસ મળી આવ્યા છે. મહિલા તાજેતરમાં કોરોના સંક્રમણથી સ્વસ્થ થઈ હતી.

    તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં આ સમગ્ર વિસ્તારમાં ચેપ લાગતા તમામ લોકોની તપાસ કરવામાં આવશે. આ સાથે, મહિલા અને તેના પરિવારના સભ્યોના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવશે.

    જમ્મુ એરપોર્ટના ટેક્નિકલ વિસ્તારમાં થયો બ્લાસ્ટ, સ્થળ પર પહોંચી ફોરેન્સિક ટીમ

    મેડિકલ અને હેલ્થ સર્વિસીસના જોઇન્ટ ડાયરેક્ટર ડો.દેવેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે, મહિલાની ઉંમર 65 વર્ષ છે. નોંધનીય છે કે શુક્રવારે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની અધ્યક્ષતામાં મળેલી મંત્રી પરિષદની બેઠકમાં વિશ્વના ઘણા દેશો અને ભારતના ઘણા રાજ્યોમાં ડેલ્ટા પ્લસ પ્રકારનાં કોરોનાથી ચેપ લાગવાના કેસો અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. મીટિંગમાં કહેવામાં આવ્યું હતું કે, નિષ્ણાતોના મતે આ નવી પ્રકારનો કોરોના ખૂબ જીવલેણ છે અને ઝડપથી ચેપ ફેલાવી રહ્યો છે. આવી સ્થિતિમાં, કોઈપણ પ્રકારની બેદરકારી મોટો પડકાર પેદા કરી શકે છે.



    નોંધનીય છે કે, ડેલ્ટા વેરિએન્ટના વધી રહેલા જોખમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં વેક્સિનેશનની સ્થિતિ અને કોરોનાની સ્થિતિ અંગે બેઠક યોજી હતી. તેમા વેક્સિનેશન ડ્રાઈવની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં PMOના અધિકારીઓ, સ્વાસ્થ્ય સચિવ અને નીતિ આયોગના સભ્ય ડો.વીકે પોલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ મારફતે યોજવામાં આવી હતી. મીડિયા અહેવાલ પ્રમાણે, વડાપ્રધાને ડિસેમ્બર સુધી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લગાવવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. તેમણે ખાતરી આપી હતી કે, ત્યાં સુધીમાં દેશમાં પૂરતા પ્રમાણમાં ડોઝ હશે.
    Published by:Kaushal Pancholi
    First published: