Home /News /national-international /Amit Shah: ગૃહમંત્રી અમિત શાહે જોધપુરમાં કહ્યું- રાહુલ બાબા વિદેશી ટી-શર્ટ પહેરીને ભારતને જોડવા નીકળ્યા છે

Amit Shah: ગૃહમંત્રી અમિત શાહે જોધપુરમાં કહ્યું- રાહુલ બાબા વિદેશી ટી-શર્ટ પહેરીને ભારતને જોડવા નીકળ્યા છે

ગૃહ મંત્રી અમિત શાહે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના હોમ ટાઉન જોધપુરમાં OBC મોરચાની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠકના સમાપન સત્રને સંબોધિત કર્યું. (News18)

Amit Shah Rajasthan Tour: રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'નો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે હમણાં જ રાહુલ બાબા ભારત જોડો યાત્રા પર નીકળ્યા છે. વિદેશી ટી-શર્ટ પહેરીને તેઓ ભારતને જોડવા નીકળ્યા છે.

    જોધપુર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' પર કટાક્ષ કરતા શનિવારે કહ્યું કે, તેમણે પહેલા ભારતનો ઈતિહાસ વાંચવો જોઇએ. સાથે જ તેમણે રાજસ્થાનની ગેહલોત સરકાર પર વોટ બેંક અને તુષ્ટિકરણની નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. અમિત શાહ અહીંયા રાવણ ચબૂતરા મેદાનમાં ભારતીય જનતા પાર્ટીના બુથ કાર્યકર્તા સંકલ્પ મહાસંમ્મેલનને સંબોધિત કરી રહ્યા હતા.

    રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે હમણાં જ રાહુલ બાબા ભારત જોડો યાત્રા પર નીકળ્યા છે. વિદેશી ટી-શર્ટ પહેરીને તેઓ ભારતને જોડવા નીકળ્યા છે. તેમણે કહ્યું કે હું રાહુલ બાબા અને સંસદમાં આપેલા તેમના એક ભાષણને કોંગ્રેસીઓને યાદ કરાવું છું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારત એક રાષ્ટ્ર નથી. રાહુલ બાબા આ તમે કયા પુસ્તકમાં વાંચ્યું છે? આ તે રાષ્ટ્ર છે જેના માટે લાખો-લાખો લોકોએ બલિદાન આપ્યું છે.



    અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી ભારતને જોડવા માટે બહાર આવ્યા છે, મને લાગે છે કે તેમણે ભારતનો ઈતિહાસ વાંચવાની જરૂર છે. ત્યાં જ અમિત શાહે શનિવારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ગેહલોત સરકાર વિકાસના કામ કરી શકતી નથી, તે માત્ર વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિ કરી શકે છે.

    આ પણ વાંચો- જગદીશ ઠાકોરે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને નાદાન ગણાવ્યા

    તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકાર વિકાસના કામ કરી શકતી નથી. તે રસ્તાઓ બનાવી શકતા નથી, વીજળી આપી શકતા નથી, રોજગારી આપી શકતા નથી. કોંગ્રેસ વોટબેંકનું તુષ્ટિકરણ કરીને જ રાજનીતિ કરી શકે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ માત્ર પોકળ વચનો જ આપી શકે છે, તે વચનો પૂરા કરી શકતી નથી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Amit shah, Rahul gandhi latest news, અમિત શાહ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन