Home /News /national-international /

આસારામના ભક્તોના 'પ્લાનિંગ'થી પોલીસ ડરી, ક્યાંક રામરહીમ કેસ જેવું ન થાય!

આસારામના ભક્તોના 'પ્લાનિંગ'થી પોલીસ ડરી, ક્યાંક રામરહીમ કેસ જેવું ન થાય!

    રાજસ્થાન હાઇકોર્ટે 17 એપ્રિલે પોલીસની અરજી પર સુનાવણી કરી લીધી હતી જેમાં અપીલ કરવામાં આવી હતી કે આસારામ પર આવનારો ફેસલાની સુનાવણી જેલ કોર્ટમાં જ થાય. કોર્ટે આ મામલામાં ચૂકાદો રિઝર્વ કરી લીધો છે. પોલીસે આવી અપીલ એટલે કરી હતી કે તેમને ડર હતો કે આસારામના સમર્થકો કોર્ટના નિર્ણય પછી હિંસા કરી શકે છે.

    આજે 25 એપ્રિલના રોજ આસારામ કેસમાં કોર્ટ નિર્ણય સંભળાવવાની છે ત્યારે પોલીસે એ પણ અરજી કરી હતી કે 25ની જગ્યાએ 17મી તારીખે જ નિર્ણય સંભળવા દેવામાં આવે. પરંતુ આવું ન થતા આસારામના ભાવિનો નિર્ણય આજે જ લેવાનો છે.

    ગત વર્ષે પાંચકૂલામાં રામ રહીમ કેસના ચૂકાદા પછી જે રીતે હિંસા હરિયાણા, પંજાબ અને ચંદીગઠમાં ભડકી હતી તેવી જ હિંસા રાજસ્થાનમાં ન ભડકે તે માટે આવી અરજી કરવામાં આવી હતી. રાજસ્થાન અને ગુજરાતમાં આસારામના સમર્થકોની સંખ્યા વધારે છે. તો તેના કારણે જો હાઇકોર્ટની બહાર મોટા પ્રમાણમાં ભીડ ભેગી થાય છે તો પોલીસ, તંત્ર માટે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી મુશ્કેલ થઇ જશે.

    3 રાજ્યોમાં સઘન સુરક્ષા

    રાજસ્થાન, ગુજરાત અને હરિયાણામાં સુરક્ષા વધારે ચુસ્ત કરવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મેસેજ રજૂ કર્યો છે કે, આ ત્રણ રાજ્યોમાં સુરક્ષા વધારે મજબૂત કરવામાં આવે. આ સાથે એ સુનિશ્વિત કરવાનું કહ્યું છે કે, કોર્ટના આદેશ બાદ કોઇ હિંસા ન ભડકે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ રાજ્યોના સંવેદશીલ સ્થળો ઉપર વધારાના દળો તૈનાત કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ત્રણે રાજ્યોમાં મોટી સંખ્યામાં આસારામના ભક્તો રહે છે.

    પીડિતાના ઘરે પણ વધારવામાં આવી સુરક્ષા

    આસારામ પર ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની એક સગીરા સાથે બળાત્કાર કરવાનો આરોપ છે. આ યુવતી મધ્ય પ્રદેશની છિંદવાડાના આસારામના આશ્રમમાં અભ્યાસ કરતી હતી. પીડિતાનો આરોપ છે કે, આસારામે જોધપુર નજીક મનઇ આશ્રમમાં તેને બોલાવી હતી અને 15 ઓગસ્ટ 2013ના રોજ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પીડિતાના ઘરે બે પોલીસ કર્મચારીની ડ્યુટી વધારી દેવાઇ છે. પીડિતાના ઘરની બહાર સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Asaram in Jodhpur jail, Asaram rape accused, Asaram verdict

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन