Home /News /national-international /

રાજસ્થાન ગુર્જર અનામતઃ ભરતપુર નહીં જઇ શકે હાર્દિક, તંત્રએ લગાવ્યો પ્રવેશ પર પ્રતિબંધ

રાજસ્થાન ગુર્જર અનામતઃ ભરતપુર નહીં જઇ શકે હાર્દિક, તંત્રએ લગાવ્યો પ્રવેશ પર પ્રતિબંધ

રાજસ્થાનના ભરતપુર જિલ્લા અધિકારીઓ એક ઓર્ડસ પાસ કર્યો છે. જેમાં 15 મેના દિવસ ભરતપુરમાં હાર્દિક પટેલના પ્રવેશ ઉપર પ્રતિબંધ લાગાવ્યો છે.

રાજસ્થાનના ભરતપુર જિલ્લા અધિકારીઓ એક ઓર્ડસ પાસ કર્યો છે. જેમાં 15 મેના દિવસ ભરતપુરમાં હાર્દિક પટેલના પ્રવેશ ઉપર પ્રતિબંધ લાગાવ્યો છે.

    ગુજરાતમાં પાટીદાર નેતા હાર્દિક પટેલે ગુર્જર આંદોલનનું સમર્થન કર્યું છે. તેઓ 15 મેના દિવસે ભરતપુર આવનારા હતા. પરંતુ આ પહેલા તેમની મુશ્કેલીઓ વધી ગઇ છે. રાજસ્થાનના ભરતપુર જિલ્લા અધિકારીઓ એક ઓર્ડસ પાસ કર્યો છે. જેમાં 15 મેના દિવસ ભરતપુરમાં હાર્દિક પટેલના પ્રવેશ ઉપર પ્રતિબંધ લાગાવ્યો છે. હાર્દિક પટેલ ભરતપુરમાં ગુર્જર અનામતને લઇને યોજવામાં આવેલા કાર્યક્રમમાં ભાગ લેવાના હતા. આ ઓર્ડર પ્રમાણે જિલ્લામાં કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.

    આ અગાઉ અઝમેર શરીફ હઝરત ખ્વાઝા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પહોંચેલા હાર્દિક પટેલે કહ્યું હતું કે, રાજસ્થાનમાં થનારા ગુર્જર અનામત આંદોલનમાં પાટીદાર સમાજ તેમની સાથે હંમેશા ઉભો હશે. હાર્દિકે કહ્યું હતું કે, દેશમાં તેમને અનામતનો લાભ જોઇએ જેનો સમાજ હકદાર છે. પછી ભલે તે મુસ્લિમ હોય કે પાટીદાર કે પછઈ ગુર્જર સમાજ.



    ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ નેતાના રૂપમાં ઉભર્યો હતો. પાટીદાર અનામત આંદોલન સમયે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર ક્રાંતી રેલી બાદ રાત્રે હિંસા ભડકી હતી. આ હિંસામાં અનેક પાટીદાર યુવકોના મોત નીપજ્યા હતા. જ્યારે હજારો કરોડોનું જાહેર સંપત્તીનું નુકસાન થયું હતું. ત્યારબાદ હાર્દિક પટેલ ઉપર અનેક ગુનાઓ પણ નોંધાયા હતા અને હાર્દિક પટેલે જેલવાસ પણ ભોગવ્યો છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: હાર્દિક પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन