બમરોડ મોબ લિન્ચિંગમાં વર્ષ 2017માં ભીડ દ્વારા માર્યા ગયેલા પહલૂ ખાન મામલામાં હવે ફરી તપાસ થશે. રાજસ્થાન સરકારે તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, અલવર કોર્ટે ગુરુવારે 6 આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા હતા.
પ્રિયંકા ગાંધીએ કોર્ટના નિર્ણયને ચોંકાવનારો ગણાવ્યો હતો
પહલૂ ખાન કેસ પર કોર્ટના ચુકાદાની વિરુદ્ધ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શુક્રવારે ટ્વિટ કર્યુ હતું. પ્રિયંકાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, પહલૂ ખાન મામલામાં નીચલી કોર્ટનો નિર્ણય ચોંકાવનારો છે. આપણા દેશમાં અમાનવીયતાને કોઈ સ્થાન ન હોવું જોઈએ અને ભીડ દ્વારા હત્યા એક ભયંકર અપરાધ છે.
અશોક ગેહલોત સરકારના વખાણ કરતાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે રાજસ્થાન સરકારે ભીડ દ્વારા હત્યાની વિરુદ્ધ કાયદો બનાવવાની પહેલ કરવી વખાણવા યોગ્ય છે. આશા છે કે પહલૂ ખાન મામલામાં ન્યાય અપાવીને તેનું સારું ઉદાહરણ રજૂ કરવામાં આવશે.
શું હતો મામલો?
1 એપ્રિલ 2017ના રોજ બહરોડ પોલીસ સ્ટેશનની હદમાં પહલૂ ખાન અને તેનો દીકરો ગાયો લઈને જઈ રહ્યા હતા, ત્યારે ભીડે તેમને રોકી તેમની સાથે કથિત રીતે મારપીટ કરી હતી. સારવાર દરમિયાન 4 એપ્રિલે પહલૂ ખાનનું મોત થયું હતું. આ મામલાની પોલીસે ચાર્જશીટ રજૂ થયા બાદ સતત સુનાવણી થઈ. પહલૂ ખાનના દીકરા સહિત 47 સાક્ષીઓના નિવેદન કોર્ટમાં લેવામાં આવ્યા હતા.