Coronavirus : રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય, 30 માર્ચ સુધી સ્કૂલ, કૉલેજ, સિનેમાઘરો બંધ

News18 Gujarati
Updated: March 14, 2020, 9:26 AM IST
Coronavirus : રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય, 30 માર્ચ સુધી સ્કૂલ, કૉલેજ, સિનેમાઘરો બંધ
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (Corona virus)ના સતત ફેલાવાને ધ્યાનમાં રાખીને સીએમ અશોક ગહલોતે મોટો નિર્ણય લીધો છે.

  • Share this:
જયપુર : કોરોના વાયરસ (Corona virus)ના વધી રહેલા ચેપને રોકવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે (CM Ashok Gehlot) મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં આગામી 30મી માર્ચ સુધી સ્કૂલ (School), કૉલેજ (College), કોચિંગ સેન્ટર (Coaching center), જિમ અને સિનેમાઘરો (Theater) બંધ રહેશે. આ મામલે શુક્રવારે મોડી રાત્રે સીએમ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. જે બાદમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

બોર્ડની પરીક્ષા અને કૉલેજની પરીક્ષા પર રોક નહીં

સીએમ ગહલોતે કહ્યુ કે WHO અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને કારણે સ્કૂલ-કૉલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન બોર્ડની પરીક્ષા અને કૉલેજની પરીક્ષા પર રોક નહીં લાગે. મેડિકલ અને નર્સિંગ કૉલેજોનું કામ ચાલુ રહેશે. સીએમ હાઉસમાં શુક્રવારે મોડી રાત્રે યોજાયેલી બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર રઘુ શર્મા, રાજ્ય મંત્રી સુભાષ ગર્ગ અને એસીએસ ચિકિત્સા રોહિત કુમાર સિંહ સહિત આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો :  ભારતમાં કોરોના વાયરસથી બીજુ મોત, દિલ્હીમાં 68 વર્ષિય વૃદ્ધા ભોગ બન્યા

તબીબી સેવા અતિઆવશ્યક સેવા જાહેર, 'રેસ્મા' લાગૂ

કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવ્યા બાદ બચાવ માટે શુક્રવારે અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારે આ મામલે અગતચેતીના પગલાં લેતા આગામી છ મહિના સુધી ડૉક્ટરી સેવાઓને અતિઆવશ્યક સેવા જાહેર કરી છે. સરકારે 108 ઇમરજન્સી સેવાની સાથે સાથે 104 જનની એક્સપ્રેસ, બેઝ એમ્બ્યુલન્સ અને 104 ટોલ ફ્રી આરોગ્ય સલાહ સેવાઓમાં હડતાલ પહેલા જ રેસ્મા લગાવી દેવામાં આવ્યો છે. આ મામલે ગૃહ વિભાગ તરફથી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો :  કોરોનાનો કહેર : ડોનાલ્ડ ટ્ર્મ્પે અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

અશોક ગહલોત સરકારે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે રાજ્યમાં રાજસ્થાન એપેડેમિક ડિસિઝ કોવિડ 19 રેગ્યુલશન 2020 જાહેર કર્યો છે. પ્રદેશના તમામ વિભાગોને આ એક્ટની સેક્શન 2,3 અને 4ના તમામ પાવર આપી દેવામાં આવ્યા છે. અનેક સરકાર ઑફિસોમાં બાયોમેટ્રિક હાજરી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

વિધાનસભાની કાર્યવાહી 26મી માર્ચ સુધી સ્થિગિત

કોરોના વાયરસના ખતરાને જોતા રાજસ્થાન વિધાનસભાની કાર્યવાહી આગામી 26મી માર્ચ સુધી સ્થિગિત કરી દેવામાં આવી છે. શુક્રવારે ગૃહમાં બજેટ પાસ થયા બાદ વિધાનસભા અધ્યક્ષ ડૉક્ટર સીપી જોશીએ કોરોના વાયરસને પગલે 26મી માર્ચ સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની જાહેરાત કરી છે.
First published: March 14, 2020, 8:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading