રાજસ્થાન સરકારે આસારામ પાછળ અત્યાર સુંધીમાં 7.25 કરોડ રૂપિયા વાપર્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, રાજસ્થાન સરકારે છેલ્લા 52 મહિનામા આસારામની સલામતી માટે આટલા પૈસા વાપર્યા છે. બુધવારે જોધપુર કોર્ટે આસારામને યૌન શોષણ કેસમાં દોષિત જાહેર કરી આજીવન કેદની સજા સંભળાવી હતી. કિશોરી પર દુષ્કર્મ કરવાના આરોપમાં આ સજા સંભળાવવામાં આવી હતી. કહેવાતા સંતની સુરક્ષા માટે સરકારે અધધ રૂ 7.25 કરોડ વાપર્યા છે.
વિશેષ કોર્ટમાં સુનાવણી સમયે 40 સુરક્ષાકર્મીઓની ટીમ દ્વારા આસારામને લઇ જવામાં આવતો હતો. આસારામની સુરક્ષામાં સિનિયર અધિકારીઓનો પણ સમાવેશ થતો હતો. આસારામને કોર્ટમાં લઇ જવામાં આવે એ પહેલા 20 પોલીસ કોન્સ્ટેબલ કોર્ટમાં પહોંચી જતા હતા અને બધી સુરક્ષાની ચકાસણી કરતા હતા. આ સિવાય 20 પોલીસક્રમીઓ આસારામની સાથે જ વાહનમાં તૈનાત રહેતા હતા.
જો સામાન્ય માણસ તેની સલામતી માટે એક પોલીસ કોન્સ્ટેલબલને રાખે તો તેનો ચાર્જ એક દિવસનો રૂપિયા 3000 છે. આસારામને વર્ષમાં 100 વખત સુનાવણી માટે હાજર રહેવુ પડતું હતુ. જો આ ગણતરી કરવામાં આવે તો, આસારામ પાછળ વર્ષે 1.50 કરોડનો ખર્ચ થતો હતો. આ કેસ પાંચ વર્ષથી ચાલે છે એટલે આસારામની સલામતી પાછળ રૂ. 7.25 કરોડનો ખર્ચ જેટલો થાય છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર