Home /News /national-international /સોશિયલ મીડિયા પર દેખાવડી છોકરી જોઈ બીજી છોકરી તેના પ્રેમમાં પડી, લગ્ન કરવા માટે ઘરે પહોંચી ગઈ

સોશિયલ મીડિયા પર દેખાવડી છોકરી જોઈ બીજી છોકરી તેના પ્રેમમાં પડી, લગ્ન કરવા માટે ઘરે પહોંચી ગઈ

પ્રતિકાત્મક ફોટો

એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, યુવતીએ જણાવ્યું છે કે, થોડા વર્ષો પહેલા તેની દોસ્તી સોશિયલ મીડિયા પર મધ્ય પ્રદેશની રહેવાસી એક યુવતી સાથે થઈ હતી.

    નાગૌર: રાજસ્થાનના નાગૌરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં યુવતીને તેની ગર્લફ્રેન્ડ ધમકી આપીને લગ્ન કરવા માટે પ્રેશર બનાવી રહી છે. આ કિસ્સો લાડનૂ ફળિયાની છે. પીડિત યુવતીએ પોલીસ સ્ટેશનમાં તેને લઈને ફરિયાદ પણ નોંધાવી છે. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, યુવતીએ જણાવ્યું છે કે, થોડા વર્ષો પહેલા તેની દોસ્તી સોશિયલ મીડિયા પર મધ્ય પ્રદેશની રહેવાસી એક યુવતી સાથે થઈ હતી.

    બાદમાં આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ અને બંને વચ્ચે અફેયર શરુ થઈ ગયું. બાદમાં બંને મળવા લાગ્યા હતા. યુવતીએ કહ્યું કે, આ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધો પણ સ્થપાયા. ત્યાર બાદ તેના પર લગ્નનું પ્રેશર બનાવા લાગી. વાત તો ત્યાં સુધી પહોંચી ગઈ કે, આરોપી યુવતીએ તેના ઘરમાં ધમકી પણ આપી દીધી.

    આ પણ વાંચો; પેટ+દાંત+ખીલની સમસ્યામાંથી છૂટકારો અપાવે છે લવિંગ, જાણો કઇ બીમારીમાં કેવી રીતે ઉપયોગ કરશો

    યુવતીના ઘરે આવીને કર્યો હોબાળો


    ઘર આવીને તેને ભારે હોબાળો મચાવ્યો અને યુવતી પર લગ્ન કરવાનું પ્રેશર કરવા લાગી. યુવતીએ જ્યારે તેની સાથે જવાનો ઈન્કાર કર્યો તો, હાથ પકડીને જબરદસ્તી પોતાની સાથે લઈ ગઈ. જો કે બાદમાં યુવતીના પરિવારે તેને રોકી લીધી. સામે આ યુવતી એટલી ગુસ્સે થઈ કે તેણે તેની ગર્લફ્રેન્ડને ધમકી આપી દીધી કે સોશિયલ મીડિયા પર બધી ચેટ લીક કરી દઈશ. યુવતીએ પોલીસને જણાવ્યું છે કે, આરોપી છોકરીએ તેની પાસેથી 10 લાખ રૂપિયાની માગ કરી હતી.


    પીડિતાની ફરિયાદ પર પોલીસે કેસ નોંધી આરોપી છોકરીની ધરપકડ કરી લીધી હતી. હાલમાં તેની સાથે પૂછપરછ ચાલી રહી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Rajasthan latest news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन