Home /News /national-international /

રાજસ્થાનનું પ્રથમ કોવિડ 19 હૉટસ્પોટ બનેલું ભીલવાડા શહેર કોરોના મુક્ત બન્યું

રાજસ્થાનનું પ્રથમ કોવિડ 19 હૉટસ્પોટ બનેલું ભીલવાડા શહેર કોરોના મુક્ત બન્યું

ફાઇલ તસવીર

ભીલવાડામાં કર્ફ્યૂ લાદવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો, 20 માર્ચથી કર્ફ્યૂ લદાયા બાદ હવે હૉસ્પિટલમાં એક પણ સંક્રમિત દર્દી નહીં.

  ભીલવાડા : કોરોના વાયરસના સંક્રમણ (Coronavirus Infection) સામે લડી રહેલા રાજસ્થાન (Rajasthan) માટે રાહતના સમાચાર છે. હકીકતમાં, રાજસ્થાનનો ભીલવાડા જિલ્લા (Bhilwara District Corona Free) સંપૂર્ણ રીતે કોરોનાથી મુક્ત થઈ ગયો છે. જિલ્લામાં અંમિત બે દર્દીનો રિપોર્ટ નેગિટિવ આવ્યા બાદ તેમને રજા આપીને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે રાજસ્થાનના ભીલવાડાને પ્રથમ હૉટસ્પોટ (Hotspot) જાહેર કરવામાં આવ્યું હતું.

  રાજસ્થાન દેશનું પાંચમું એવી રાજ્યા છે જ્યાં કોરોના વાયરસના સૌથી વધારે 956 કેસ સામે આવી ચુક્યા છે. ભીલવાડાની વાત કરવામાં આવે તો જિલ્લામાં અત્યારસુધી કોરોનાના 28 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાંથી બે દર્દીઓનાં મોત થયા હતા. કોરોના વાયરસના એવા 24 દર્દીઓ કે જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

  હૉસ્પિટલમાં કોરોનાનો એક પણ દર્દી નહીં

  ડીએમ રાજેન્દ્ર ભટ્ટે જણાવ્યું કે ચોથી એપ્રિલથી નવમી એપ્રિલ વચ્ચે કોરોનાના બે પોઝિટિવ દર્દીને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે આ દર્દીઓનો રિપોર્ટ સતત ત્રીજી વખત નેગેટિવ આવ્યો હતો. જે બાદમાં બંનેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ બંને દર્દીઓને રજા આપવામાં આવ્યા બાદ ભીલવાડા જિલ્લો હવે કોરોના મુક્ત થઈ ગયો છે.

  20મી માર્ચથી ભીલવાડામાં કર્ફ્યૂ

  ભીલવાડા રાજસ્થાનનું પ્રથમ એવું શહેર હતું જે રાજ્યનું પ્રથમ હૉટસ્પોટ બનાવવામાં આવ્યું હતું. શહેરમાં સતત કોરોના વાયરસના કેસને જોતા જિલ્લા તંત્રએ અહીં 20 માર્ચના રોજ શહેરમાં કર્ફ્યૂ લગાવી દીધો હતો. હાલત કાબૂમાં ન આવતા ત્રીજી એપ્રિલના રોજ શહેરમાં મહાકર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો. કર્ફ્યૂ દરમિયાન શહેરની સરહદી સંપૂર્ણ સીલ કરી દેવામાં આવી હતી. કોઈને પણ શહેરમાંથી બહાર જવા કે અંદર આવવા માટે મંજૂરી આપવામાં આવી ન હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Coronavirus, COVID-19, Curfew, આરોગ્ય, રાજસ્થાન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन