રાજસ્થાન એક્ઝિટ પોલમાં બીજેપીએ મારી બાજી, કોને કેટલી મળશે સીટ?

News18 Gujarati
Updated: May 19, 2019, 9:34 PM IST
રાજસ્થાન એક્ઝિટ પોલમાં બીજેપીએ મારી બાજી, કોને કેટલી મળશે સીટ?
બીજેપીને 22-23 સીટો અને કોંગ્રેસને 2થી 3 સીટો મળતી દેખાઈ રહી છે.

બીજેપીને 22-23 સીટો અને કોંગ્રેસને 2થી 3 સીટો મળતી દેખાઈ રહી છે.

  • Share this:
લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનની 25 સીટો પર News 18 - IPSOS એક્ઝિટ પોલ રિઝલ્ટ આવી ગયું છે. આમાં બીજેપીને 22-23 સીટો અને કોંગ્રેસને 2થી 3 સીટો મળતી દેખાઈ રહી છે. જાતીગત સમીકરણોના ફેરમાં ફંસાયેલા રાજસ્થાનમાં કોંગ્રેસ મિશન-25 ફેલ થતું જોવા મળી રહ્યું છે. બીજેપીને હરાવી પ્રદેશમાં સત્તા મેળવાનારી કોંગ્રેસ સામે મોથી મોટો પડકાર બીજેપી જ છે. ગત ચૂંટણીમાં પ્રદેશની તમામ 25 સીટો બીજેપીના ખાતામાં ગઈ હતી અને આ વખતે પાર્ટી 24 સીટો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે કોંગ્રેસ તમામ 25 સીટો પર જીત માટે મેદાનમાં છે. બીએસપી 19 સીટો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે પહેલી વખત લોકસભા ચૂંટણીમાં તાલ ઠોકી રહેલી બીટીપીએ સાર સીટો પર પોતાના ઉમેદવાર ઉભા કર્યા છે.

આ છે રાજસ્થાનની હોટ સીટ અને મોટા ચહેરા
મુખ્યમંત્રી અશોક ગેહલોતના દીકરા વૈભવ અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના મુકાબલાવાળી જોધપુર સીટની સાથે બોડમેર-જેસલમેર, નાગોર અને જયપુર ગ્રામીણ રાજસ્થાનમાં ચાર પ્રમુખ હોટ સીટ છે. બાડમેર-જેસલમેરમાં પૂર્વ રક્ષા મંત્રી જસવંત સિંહના પુત્ર અને વિધાનસભા ચૂંટણીમાં મહારાણી વસુંધરા રાજેને પડકાર આપી ચુકેલા માનવેન્દ્ર સિંહ કોંગ્રેસથી અને કૈલાશ ચૌધરી બીજેપીથી આમને-સામને છે.

નાગોર સીટ પર બીજેપીએ RLTP સાથે ગઠબંધન કર્યું છે, અહીં હનુમાન બેનીવાલનો મુકાબલો કોંગ્રેસની જ્યોતિ મિર્ધા સાથે છે. જયપુર ગ્રામીણ સીટ પર બીજેપીથી કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ રાજ્યવર્ધન રાઠોડનો મુકાબલો કોંગ્રેસ ધારાસભ્ય અને ઓલિમ્પિયન કૃષ્ણા પૂનિયા સાથે છે.

આ મુદ્દાઓ પર લડવાામાં આવી ચૂંટણી
કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં પ્રદેશ સરકારના ત્રણ મહિનાના કામકાજ, ખાસકરીને ખેડૂત કર્જમાફીના મુદ્દા પર ચૂંટણી લડી રહી હતી, પરંતુ જાતીગત સમીકરણોને સાધતા-સાધતા ટિકિટ વહેંચણી બાદથી જ મુદ્દા પર જાતી ગુણા-ભાગ હાવી થવા લાગ્યો.બીજેપીએ અહીં કેન્ડીડેટ નહીં, મોદીના નામ પર વોટ માંગ્યા અને સ્થાનિક મુદ્દાઓની જગ્યાએ રાષ્ટ્રવાદ હાવી થવા લાગ્યો. ગત ચૂંટણી કરતા લગભગ 3 ટકા વધારે મતદાન સાથે રાજ્યમાં વોટિંગનો 68 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. બે તબક્કામાં આ વખતે કુલ 66.07 ટકા મતદાન થયું જ્યારે, ગત વર્ષે 63.01 ટકા મતદાન થયું હતું.

કેવું છે રાજ્યનું પરિસીમન
પ્રદેશમાં કુલ 200 વિધાનસભા વિસ્તાર છે, જેનાથી 25 લોકસભા સીટો બને છે. વર્ષ 2008માં થયેલા પરિસીમન બાદ એવી સ્થિતિ બની છે. રાજધાની જયપુર જીલ્લાના મતદાતા એક નહી પાંચ સાંસદ ચૂંટે છે. જયપુર જ નહીં, પરંતુ કેટલાક અન્ય જીલ્લાના મતદાતા પણ ત્રણથી ચાર સાંસદ ચૂંટવામાં ભાગીદારીની સ્થિતિ નિભાવે છે.
First published: May 19, 2019, 9:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading