Home /News /national-international /Rapist sentenced to death in Rajasthan: રાજસ્થાનના ડુંગરપુરમાં પોક્સો કોર્ટે બળાત્કારના આરોપીને ફાંસીની સજા સંભળાવી

Rapist sentenced to death in Rajasthan: રાજસ્થાનના ડુંગરપુરમાં પોક્સો કોર્ટે બળાત્કારના આરોપીને ફાંસીની સજા સંભળાવી

બળાત્કારનો આરોપી - ફાઇલ તસવીર

Rapist sentenced to death in Rajasthan: રેપ અને મહિલા ઉત્પીડનથી ઝઝૂમી રહેલા રાજસ્થાનમાં એક રેપિસ્ટને ફાંસી આપવાની સજા સંભળાવવામાં આવી છે. આ કેસ રાજસ્થાનના આદિવાસી બાહુલ્ય ડુંગરપુર જિલ્લા સાથે જોડાયેલો છે. રેપિસ્ટે 10 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી પહેલાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી.

વધુ જુઓ ...
ડુંગરપુરઃ રાજસ્થાનમાં વધુ એક રેપિસ્ટને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. રાજસ્થાનના આદિવાસી ડુંગરપુર જિલ્લા સાથે આ કેસ જોડાયેલો છે. ડુંગરપુરની પોક્સો કોર્ટે આ નિર્ણય 70 દિવસમાં સંભળાવ્યો છે. પોલીસે પણ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપીને 20 દિવસમાં જ પકડી પાડ્યો હતો અને કોર્ટમાં આરોપી સામે ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ કોર્ટે આ મામલે નિયમિત સુનાવણી કરી હતી. રેપિસ્ટે સગીરાનો બળાત્કાર કરી તેની હત્યા કરી નાખી હતી. આ ઉપરાંત આરોપીને 5 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

અચાનક દીકરી ગુમ થઈ ગઈ હતીઃ મૃતકની માતા


ડુંગરપુરની પોક્સો કોર્ટે વિશિષ્ટ લોક અભિયોજનક યોગેશ કુમારે જણાવ્યુ હતુ કે, ‘કેસ સદર વિસ્તારનો છે. રેપ પછી હત્યાનો શિકાર થયેલી મૃતકની માતાએ સદર પોલીસ સ્ટેશનમાં નિવેદન લખતી વેળા જણાવ્યું હતું કે, 29 જૂન, 2022ની રાતે તેની 10 વર્ષની દીકરી ઘરમાં ખાટલા પર ઊંઘી રહી હતી. ત્યારે રાતે અચાનક તેમની દીકરી ઘરમાંથી ગાયબ થઈ ગઈ હતી. ત્યારે આગામી દિવસે સાંજે ગામમાંથી એક પુલ નીચેથી લોહીલુહાણ હાલતમાં તેનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો હતો. મૃતકની માતાના રિપોર્ટ પ્રમાણે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ વડોદરામાં માતા-પુત્રીને બ્લેકમેલ કરી બે વિધર્મી ભાઇઓનું દુષ્કર્મ

આરોપીના ડીએનએ ટેસ્ટથી કેસનો ખુલાસો થયો


પોલીસે ઘટનાસ્થળેથી એફએસએલની ટીમને બોલાવી હતી. ત્યારે તેમણે પુરાવા અને સીસીટીવી ફૂટેજને આધારે પીડિતાના ગામના પૂર્વ સરપંચ પોતે જિતેન્દ્ર ઉર્ફે જીતુને ડિટેઇન કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. પરંતુ તે સગીરાનું અપહરણ, રેપ અને હત્યા કરવાનો ઇનકાર રહ્યો હતો. ત્યારે પોલીસે પુરાવાના આધારે તેના પર સંપૂર્ણ શંકા હતી. જો કે, પોલીસે પછી આરોપીનો ડીએનએ ટેસ્ટ કર્યો હતો. આ મામલે ખુલાસો થઈ ગયો હતો કે, જિતેન્દ્ર ઉર્ફે જીતુએ સગીરાનું અપહરણ કરી તેનો રેપ કર્યો હતો. ત્યારબાદ ગળું દબાવી તેની હત્યા કરી નાંખી હતી. આ મામલે પોલીસે તેની ધરપકડ કરી હતી.


રેપિસ્ટને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો


આ કેસની ગંભીરતાને ધ્યાને રાખ પોલીસે માત્ર 20 દિવસમાં જ તપાસ પૂરી કરી આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીને પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ડુંગરપુર પોક્સો કોર્ટે આ મામલે 70 દિવસમાં જ સુનાવણી પૂરી કરી નાંખી છે. તેમણે સબુત અને સાક્ષીઓના નિવેદનને આધારે આરોપી જિતેન્દ્રને રેપ અને હત્યાનો દોષી માન્યો હતો. ત્યારબાદ શનિવારે ન્યાયાધીશ સંજય કુમાર ભટનાગરે દોષી જિતેન્દ્રને ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે રેપિસ્ટ એટલે કે જીતેન્દ્ર ઉર્ફે જીતુને 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
First published:

Tags: Rajasthan latest news, Rajasthan police