Home /News /national-international /બિચારો પતિ! પત્નીને બોયફ્રેન્ડ સાથે વાત કરતા ટોકી, તો પત્નીએ 28 વખત જેલમાં પુરાવ્યો - જુઓ પુરો મામલો
બિચારો પતિ! પત્નીને બોયફ્રેન્ડ સાથે વાત કરતા ટોકી, તો પત્નીએ 28 વખત જેલમાં પુરાવ્યો - જુઓ પુરો મામલો
રાજસ્થાન ધૌલપુર પત્ની પીડિત પતિ!
ધૌલપુર (Dholpur) વિસ્તારમાં રહેતા એક યુવકે તેની જ પત્ની વિરુદ્ધ ઉત્પીડનનો કેસ (husband and wife in Dholpur) નોંધાવ્યો છે. પતિનો આરોપ છે કે, તેની પત્ની ઘરખર્ચના પૈસા જુગારમાં ખર્ચે છે. અને તેના બોયફ્રેન્ડ સાથે ઐયાશી કરે છે
ધૌલપુર : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ને અડીને આવેલા રાજસ્થાન (Rajasthan) ના ધૌલપુર (dholpur) જિલ્લામાં એક પતિ (Husband) ને તેની પત્ની (Wife) ને તેના બોયફ્રેન્ડ (Boyfriend) સાથે સંબંધને રોકવાની ભારે સજા મળી રહી છે. આપણે પતિએ કીધેલી વ્યથાને માનીએ તો પીડીત પતિને તેની પત્નીએ 28 વખત જેલના સળિયા ગણાવ્યા છે, (husband wife fight) આટલું જ નહીં તેની પત્ની, માતા અને બાળકોને પણ માર મારતી હતી. હાલ આ બધી બાબતોથી પરેશાન પતિએ આખરે કોર્ટનું શરણ લીધું છે. તેણે પત્ની અને તેના બોયફ્રેન્ડ વિરુદ્ધ ધોલપુર કોતવાલી પોલીસ સ્ટેશનમાં કોર્ટ મારફતે કેસ દાખલ કર્યો છે. પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગી ગઈ છે. (Wife sent Husband jail for 28 time)
ધૌલપુર ટાઉન પોલીસ ઈન્ચાર્જ વીરેન્દ્ર શર્માએ જણાવ્યું કે, આ વિસ્તારમાં રહેતા એક યુવકે તેની જ પત્ની વિરુદ્ધ ઉત્પીડનનો કેસ નોંધાવ્યો છે. પતિનો આરોપ છે કે, તેની પત્ની ઘરખર્ચના પૈસા જુગારમાં ખર્ચે છે. અને તેના બોયફ્રેન્ડ સાથે ઐયાશી કરે છે. રિપોર્ટમાં પતિએ જણાવ્યું કે તેણે પત્નીને તેના બોયફ્રેન્ડ સાથે અભદ્ર વાતો કરતી પકડી છે.
સાસું અને બાળકો સાથે મારપીટ કરવાનો આરોપ
પતિનો આરોપ છે કે જ્યારે પણ તે ની હરકતોનો વિરોધ કરે છે ત્યારે પત્ની તેની ફરિયાદ પોલીસ પાસે કરે છે અને તેને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દેવાય છે. રિપોર્ટ અનુસાર પીડિતને તેની પત્ની 28 વખત જેલની હવા ખવડાવી ચૂકી છે. આ સાથે યુવકે તેની માતા અને બાળકો પર નિર્દયતાથી મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ પતિના રિપોર્ટના દરેક પાસાઓની તપાસ કરી રહી છે.
મહિલા મંડળ પાસેથી 4 થી 5 લાખ રૂપિયાની લોન લીધી હતી
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં પીડિતે જણાવ્યું કે તેની પત્નીએ વિવિધ મહિલા જૂથો પાસેથી લગભગ 4 થી 5 લાખ રૂપિયાની લોન લીધી છે. તેણે સખત મહેનત કરીને તે પૈસા ચૂકવી દીધા છે. આ ઉપરાંત તેની પત્નીને ઘરખર્ચ માટે આપેલા પૈસા જુગારમાં ખર્ચે છે. કેસની તપાસ કરી રહેલા ટાઉન આઉટપોસ્ટના ઈન્ચાર્જ વીરેન્દ્ર શર્માએ જણાવ્યું કે પીડિત યુવકે તેની પત્ની અને તેના બોયફ્રેન્ડ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. હકીકત શું છે તે તપાસ બાદ જ ખબર પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર