રાજસ્થાનના ધૌલપુરમાં એક પિતાએ પોતાની જ 14 વર્ષની સગીર દીકરીને ચાર લાખ રૂપિયામાં વેચી દીધી હતી. ત્યાર બાદ માસૂમ દીકરીને ખરીદનારા શખ્સે કેટલીય વાર તેના પર રેપ કર્યો.
ધૌલપુર: રાજસ્થાનમાં માનવ તસ્કરી અને રેપ તથા ગેંગરેપ જેવા કિસ્સાઓ દરરોજે આવતા રહે છે. અહીં માનવ તસ્કરીનો વધુ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના ધૌલપુરમાં એક પિતાએ પોતાની જ 14 વર્ષની સગીર દીકરીને ચાર લાખ રૂપિયામાં વેચી દીધી હતી. ત્યાર બાદ માસૂમ દીકરીને ખરીદનારા શખ્સે કેટલીય વાર તેના પર રેપ કર્યો. જેમ તેમ કરીને પીડિતાએ પોતાની માતાનો સંપર્ક કર્યો અને પોતાની આપબીતી જણાવી, તો તે કોર્ટે પહોંચી. પીડિતાની માતાએ કોર્ટ દ્વાા સૈંપઉ પોલીસ ચોકીમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો અને હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
સૈંપઉ પોલીસ ચોકીમાં નોંધાયેલા રિપોર્ટ અનુસાર, સગીર પીડિતાની માતાને લગભગ એક વર્ષ પહેલા પતિ સાથે વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે, બંને પતિ અને પત્ની અલગ થઈ ગયા. ત્યાર બાદ મહિલા પોતાના દીકરાને લઈને પિયરમાં જતી રહી. જ્યારે મહિલાની 14 વર્ષની દીકરી પોતાના પિતા પાસે રહી ગઈ. ત્યાર બાદ 3 મેના રોજ મહિલાનો પતિ અને જેઠ બંનેએ મળીને 14 વર્ષની દીકરીની આબરુનો સોદો કર્યો.
તેણે પોતાની માસૂમ દીકરીને 40 વર્ષના એક આધેડને 4 લાખ રૂપિયામાં વેચી દીધી. ત્યાર બાદ સગીરને ખરીદીને આ શખ્સ સતત પોતાની હવસ મિટાવતો. લગભગ અઢી મહિના પહેલા સગીર બાળકીની માસીનું મોત થઈ ગયું. શોકના આ પ્રસંગમાં આવેલી તેની માતાને બાળકીને આખી વાત કહી દીધી. આ સાંભળીને માતાના પગ તળેથી જમીન ખસકી ગઈ અને તે તુરંત પોક્સો કોર્ટ પહોંચી ગઈ.
આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાયો
પીડિતાએ કોર્ટના નિર્દેશ અનુસાર સૈંપઉ પોલીસ ચોકીમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોક્સો કોર્ટના નિર્દેશ પર સૈંપઉ થાણામાં આરોપીઓ વિરુદ્ધ સંગીન ધારામાં ફરિયાદ નોંધી. પોલીસ હવે આ સમગ્ર મામલે અલગ અલગ એંગલથી તપાસમાં લાગી ગઈ છે. ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનમાં આવી રીતનો આ પ્રથમ મામલો નથી. આ અગાઉ પણ પરિજનો દ્વારા કેટલીય વાર દીકરીઓ વેચી દીધી હોવાના સમાચાર આવતા રહે છે. તેઓ રૂપિયાની લાલચમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ વેચી દેતા હોવાના કિસ્સા સામે આવેલા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર