Home /News /national-international /ઉનાળો આવતા જ માર્કેટમાં આવી ગયા ડિઝાઈનર માટલા, દેશી ફ્રીજની આટલી છે કિંમત

ઉનાળો આવતા જ માર્કેટમાં આવી ગયા ડિઝાઈનર માટલા, દેશી ફ્રીજની આટલી છે કિંમત

ડિઝાઈનર માટલાની ડિમાન્ડ વધી

માટલાનું વેચાણ કરતા રામ સિંહ જણાવે છેકે સંસાધન ભલે ગમે તેટલા વિકસિત થઈ જાય પણ પરંપરાગત વસ્તુઓનો ઉપયોગ અને મહત્વ ક્યારે ઘટતું નથી. ગરમીની શરુઆતની સાથે માટીના વાસણની દુકાનો પર વેચાણ માટે તૈયાર છે.

  • Local18
  • Last Updated :
  • Bharatpur, India
રિપોર્ટ-લલિતેશ કુશવાહ

ભરતપુર: ગરમીની શરુઆતની સાથે શહેર સહિત ગ્રામિણ વિસ્તારોમાં માટીના વાણસોની માગ વધવા લાગે છે. આ વાસણોમાંથી દેશી ફ્રીઝ એટલે કે માટલાની ખરીદી શરુ થઈ ચુકી છે. આધુનિક યુગમાં લોકોને આકર્ષિત કરતા માટલાને વિવિધ પ્રકારથી ડિઝાઈન કરવામાં આવે છે, જે ઠંડા પાણીની સાથે સાથે ઘરની શોભા પણ વધારે છે. વાણસને બનાવનારા કુંભારનું કહેવું છે કે, પરંપરાગત વસ્તુઓની પોતાની જગ્યાએ એક અલગ મહત્વ ધરાવે છે અને તેનો ક્રેઝ ખતમ થઈ શકતો નથી. હવે આ વાણસની સમયની સાથે માગ અનુસાર, ડિઝાઈન કરવામાં આવે છે. જો કે, મોંઘવારીના કારણે આ વાસણોની કિંમત પણ વધી છે.

આ પણ વાંચો: જલ્દી કરો રહી જતાં નહીં: ફક્ત 17,000 રૂપિયામાં ઘરે લઈ આવો 55 ઈંચનું સ્માર્ટ ટીવી, ઘરમાં દરરોજ વાગશે ડીજે

બજારમાં મળે છે સ્ટાઈલ અને ડિઝાઈનવાળા માટલા


માટલાનું વેચાણ કરતા રામ સિંહ જણાવે છેકે સંસાધન ભલે ગમે તેટલા વિકસિત થઈ જાય પણ પરંપરાગત વસ્તુઓનો ઉપયોગ અને મહત્વ ક્યારે ઘટતું નથી. ગરમીની શરુઆતની સાથે માટીના વાસણની દુકાનો પર વેચાણ માટે તૈયાર છે. ગ્રામિણ વિસ્તારો સહિત શહેરના લોકો પણ માટીના વાણસોની ખૂબ ખરીદી થઈ રહી છે. માટી પર મોંઘવારી વધવાની સાથે સાથે તેની કિમતોમાં પણ વધારો થાય છે. લોકોની માગને જોતા સાધારણ માટલાની સાથે હવે અલગ સ્ટાઈલ અને ડિઝાઈનવાળા માટલા બનાવવામાં આવે છે. ટોંટીવાળા અને કૈંફર જેવા આકારવાળા ઘડા પણ મળી ર્હયા છે. માટલની કિંમત 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી છે.

માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક


ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનું મુખ્ય કારણ માટીમાં ક્ષારીય ગુણ હો છે. માટીના ઘડામાં પાણી રાખવાથી તે ક્ષારીય અમ્લતાની સાથે પ્રભાવિત થઈને યોગ્ય પીએચ આપે છે. માટલાનું પાણી પીવાથી કબ્જ, એસિડિટી, પેટ દુખાવો અને ગળા ખરાબ થવાની સમસ્યાથી છુટકારો મળે છે. ગરમીની સિઝનમાં આપમે ફ્રીઝમાં ઠંડા કરેલુ શીતલ પેય પી લેતા હોય છીએ, પણ માટલાનું ઠંડા પાણી જેટલી સંતુષ્ટિ કોઈ નથી આપી શકતું.
First published:

Tags: Rajasthan latest news