Home /News /national-international /Rajasthan Crisis: કૉંગ્રેસે સચિન પાયલટને કહ્યું- તમારા પોતાના ઘરે પરત આવો

Rajasthan Crisis: કૉંગ્રેસે સચિન પાયલટને કહ્યું- તમારા પોતાના ઘરે પરત આવો

Rajasthan Crisis: કોંગ્રેસે સચિન પાયલટને કહ્યું- પોતાના ઘરે પાછા આવી જાવ

રાજસ્થાનમાં રાજનીતિક સંકટ વચ્ચે સચિન પાયલટે બીજેપીમાં ન જવાની જાહેરાત કર્યા પછી કોંગ્રેસ પાર્ટીએ તેમને પાછા ફરવાની અપીલ કરી

જયપુર : રાજસ્થાનમાં રાજનીતિક સંકટ વચ્ચે સચિન પાયલટે (Sachin Pilot) બીજેપીમાં ન જવાની જાહેરાત કર્યા પછી કોંગ્રેસ પાર્ટીએ તેમને પાછા ફરવાની અપીલ કરી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ (Randeep Surjewala) પ્રેસ કોન્ફરન્સમાં બીજેપી ઉપર રાજસ્થાનની અશોક ગેહલોત (CM Ashok Gehlot) સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો છે. સુરજેવાલાએ કહ્યું કે છેલ્લા 24 કલાકના ઘટનાક્રમે સાબિત કરી દીધું કે જનતા દ્વારા પસંદ કરાયેલી સરકારને પછાડવામાં બીજેપીના પ્રયત્ન ફેઇલ થયા છે. ભાજપા પોતાના ષડયંત્રમાં સફળ થઈ નથી. રાજસ્થાનના જનમત સામે હથિયાર હેઠા મુકવા પડ્યા છે.

આ ક્રમમાં સુરજેવાલાએ કહ્યું કે મીડિયા મારફતે ખબર પડી છે કે સચિન પાયલટ બીજેપીમાં જવા માંગતા નથી. જો આમ છે તો અમારો આગ્રહ છે કે બીજેપીની હરિયાણા સરકારની યજમાનીનો અસ્વિકાર કરો. ITC ગ્રાન્ડ અને લેમન ટી હોટલના ચક્રવ્યુહથી બહાર આવો. બીજેપીના કોઈ પણ નેતા સાથે ચર્ચા અને વાર્તાલાપ બંધ કરો અને અને પોતાના ઘર જયપુર પાછા ફરો. ભટકેલા લોકોને આગ્રહ છે કે પરિવારમાં પાછા આવવાથી અટકવું ન જોઈએ. આ જ સાચી નિષ્ઠાની સાબિતી હશે.

આ પણ વાંચો - સચિન પાયલટે ટ્વિટર એકાઉન્ટનો બાયો બદલ્યો, પ્રોફાઇલથી હટાવ્યું Congress

કોંગ્રેસ પાર્ટીનો પક્ષ રાખતા સુરજેવાલાએ કહ્યું કે સચિન પાયલટ અને અન્ય સાથીઓને ઘણી વખત આગ્રહ કર્યો છે. વૈચારિક મતભેદ છે તો પાર્ટી ફોરમ પર વાત રાખી શકો છો. ઉદાર હ્યદયથી વાત સાંભળવા અને ઉકેલ કાઢવા અમે બધા તૈયાર છીએ. એકથી વધારે વખત ધારાસભ્ય દળની બેઠકમાં આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. બહુમત છે તો સાબિત કરો અને પોતાનો હક લઈ લો.
" isDesktop="true" id="999520" >

કોંગ્રેસ પ્રવક્તાએ સચિન પાયલટ અને બાગી ધારાસભ્યો ઉપર પાર્ટીની કાર્યવાહીને લઈને પોતાની વાત રાખી હતી. સુરજેવાલાએ પાયલટને લઈને કહ્યું કે મારે દુખ સાથે કહેવું પડે છે કે કોંગ્રેસે યુવા ઉંમરમાં તેમને ઘણા પદ પર બેસાડ્યા. સાંસદ, કેન્દ્રીય મંત્રી, PCC ચીફ અને ડિપ્ટી સીએમ પદ આપ્યું છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પ્રયત્ન કર્યો કે ઘરનો વ્યક્તિ ઘરમાં જ પક્ષ રાખે. દુર્ભાગ્યથી કેટલુંક બન્યું ન હતું અને ભારે દિલથી કાર્યવાહીની જાહેરાત કરવી પડી હતી.
First published:

Tags: Ashok Gehlot, Rajasthan Crisis, Randeep Surjewala, Sachin pilot, કોંગ્રેસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો