Rajasthan Crisis : રાજસ્થાનમાં રાજકીય સંકટ, હવે ભાજપે 12 MLA અમદાવાદ મોકલ્યા?

Rajasthan Crisis : રાજસ્થાનમાં રાજકીય સંકટ, હવે ભાજપે 12 MLA અમદાવાદ મોકલ્યા?
રાજસ્થાનના પૂર્વમુખ્યમંત્રી વસુંધરા રાજેની ફાઇલ તસવીર

11ની ઑગસ્ટના રોજ હાઇકોર્ટ બીએસપીના ધારાસભ્યોના કૉંગ્રેસમાં વિલય પર પ્રતિબંધ મૂકે તો ભાજપમાં ખાનાખરાબી સર્જાવાનો ડર?

 • Share this:
  ભવાની સિંઘ, ઉદયપુર : રાજસ્થાનના ઉદયપુરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કૉંગ્રેસ બાદ હવે ભાજપમાં રાજકીય સંકટને જોતા ખાનાખરાબીનો ડર સામે આવ્યો છે અને ભાજપે પોતાના ધારાસભ્યોને સાચવવા પોતાના ધારાસભ્યોને અમદાવાદ મોકલી આપ્યા હોવાના સમાચાર છે. કૉંગ્રેસે રાજસ્થાનના બોર્ડર નજીક આવેલા પાંચ જિલ્લાના 12 ધારાસભ્યોને અમદાવાદની એક હોટલમાં મોકલી આપ્યા છે.

  સૂત્રોના જણાવ્યા મુજબ ગહેલોત જૂથે કેટલાક ધારાસભ્યોને સંપર્ક કરતા જ ભાજપ હરકતમાં આવ્યું છે. ભાજપને ડર છે કે 11મી ઑગસ્ટે જો હાઇકોર્ટ બીએસપીના ધારાસભ્યોના ભાજપમાં વિલય પર પ્રતિબંધ મૂકે તો મુખ્યમંત્રી અશોક ગહેલોત સરકાર બચાવવા માટે ભાજપમાં તોડફોડ કરી શકે છે. ભાજપના ડરનું બીજુ કારણ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની નારાજગી પણ છે.  આ પણ વાંચો :   અમદાવાદ : ચીરીપાલ ગ્રુપની નંદન એક્ઝિમમાં લાગી આગ, 7 મહિના પહેલા અહીં લાગેલી આગે સાતનો ભોગ લીધો હતો

  વસુંધરાના કારણે ગહેલોત આ ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં 14મી ઑગસ્ટથી શરૂ થનારા વિધાનસભાના સત્રમાં સીએમ અશોક ગહેલોત વિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરી શકે છે.

  આ પણ વાંચો :  ધૃણાસ્પદ કિસ્સો, 'તારો બાપ તો ભગવાન પાસે ગયો, હવે મારા દસ લાખ કોણ આપશે?' પત્નીએ FIR કરી

  6 ધારાસભ્યોને હાઇકોર્ટની નોટિસ અપાઈ : ઉલ્લેખનીય છે કે કાલે બસપાથી કૉંગ્રેસમાં ભળેલા 6 ધારાસભ્યોને હાઇકોર્ટની નોટિસ અપાઈ છે. હાઇકોર્ટના આદેશ બાદ જેસલમેર ડીજે કોર્ટના કર્મચારીઓએએ આ તમામ ધારાસભ્યોને નોટિસ આપી છે. આ નોટિસ લઈને ડીજે કોર્ટના કર્મચારી સુર્યગઢ ગયા હતા અને તમામ ધારાસભ્યોને આ નોટિસ આપી દીધી છે.

  બસપાના ધારાસભ્ય વાજિબ અલીએ જણાવ્યું કે હાઇકોર્ટની નોટિસ મળી છે, તમામ છ ધારાસભ્યોને હાઇકોર્ટની નોટિસ મળી છે, અમને ન્યાયિક પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે.
  Published by:Jay Mishra
  First published:August 08, 2020, 09:14 am

  ટૉપ ન્યૂઝ