Home /News /national-international /

Crime News : 20 વર્ષની ઉંમરમાં કર્યા 3 Murder, ખૂંખાર ગુનેગારની રૂવાંટા ઉભા કરી દે તેવી કહાની

Crime News : 20 વર્ષની ઉંમરમાં કર્યા 3 Murder, ખૂંખાર ગુનેગારની રૂવાંટા ઉભા કરી દે તેવી કહાની

રાજસ્થાન ક્રાઈમ સમાચાર

Rajasthan Crime News : રાયસર (Raysar) વિસ્તારમાં એક હત્યા (Murder) કર્યા બાદ ગુનેગાર 4 વર્ષ સુધી ખુલેઆમ ફરતો રહ્યો હતો. ત્યારપછી એક નાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવતા આ આરોપીએ પોલીસની સામે ચોંકાવનારો ખુલાસો કર્યા હતા

    તમે ક્રાઇમ અને મર્ડર (Murder)ની ઘણી સ્ટોરી વાંચી હશે. ક્રાઇમની સ્ટોરીમાં આરોપી પોતાનો ગુનો છુપાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. આવું જ કંઈક રાજસ્થાનના (Rajasthan)જયપુરમાં બન્યું છે. અહીં અપરાધીએ મર્ડર કર્યા બાદ જે રીતે પોતાના કારનામા છુપાવ્યા તે તમને વિચારતા કરી મુકશે.


    રાયસર વિસ્તારમાં એક હત્યા કર્યા બાદ ગુનેગાર 4 વર્ષ સુધી ખુલેઆમ ફરતો રહ્યો હતો. ત્યારપછી એક નાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવતા આ આરોપીએ પોલીસની સામે ચોંકાવનારો ખુલાસો કર્યા હતા. તેના સનસનીખેજ ખુલાસા બાદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. યુવકની હત્યા કર્યા બાદ લાશને કૂવામાં ફેંકી દીધી હતી. પોલીસને મૃતકના શરીરના માત્ર હાડકા જ મળ્યા હતા.


    અપરાધની આ સ્ટોરી તમને વિચારતા કરી મુકશે


    રમેશ યાદવ (Ramesh Yadav ) નામના આ આરોપીની ઉંમર માત્ર 20 વર્ષ છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, હત્યારા રમેશ યાદવે ત્રણ હત્યાઓ કરી છે. 2018માં તેણે 16 વર્ષની ઉંમરે પહેલુ મર્ડર કર્યું હતું અને હત્યા કર્યા બાદ લાશને કૂવામાં ફેંકી દીધી હતી. પછી તેના પર બે બોરી મીઠું પણ મૂકી દીધું હતું. પોલીસ ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે માત્ર હાડકાં જ મળી આવ્યા હતા. આરોપી રમેશની પોલીસે આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે હત્યાનો ખુલાસો કર્યો હતો.


    16 વર્ષની ઉંમરે પ્રથમ હત્યા


    પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી રમેશે 16 વર્ષની ઉંમરમાં પ્રથમ હત્યા કરી હતી. રમેશે વિનોદ ભુમલા નામના યુવકને રહેંસી નાંખ્યો હતો. મનોહરપુર વિસ્તારમાં નિર્જન જગ્યાએ સ્થિત એક કૂવામાંથી પોલીસને વિનોદના હાડકા મળ્યાં હતાં. પોલીસનું કહેવું છે કે આ હત્યા આંતરિક અદાવતના કારણે થઈ છે. વિનોદ ટ્રક ચલાવતો હતો. તે કેટલાક અસામાજિક કામ પણ કરતો હતો. રમેશ પણ આ જ પ્રકારની કેટલીક ગેંગમાં સામેલ હતો. તેણે પહેલા વિનોદનું અપહરણ કર્યું અને પછી તેની હત્યા કરી નાખી હતી. પોલીસને કૂવામાંથી ચપ્પલ અને કપડાં મળી આવ્યા હતા, જેના પગલે મૃતક વિનોદની ઓળખ થઈ હતી.


    અપહરણ બાદ હત્યા


    વધુ વિગતો મુજબ આરોપી રમેશે બીજી હત્યા 17 વર્ષની ઉંમરમાં કરી હતી. તેણે પહેલા જયપુરના વિશ્વકર્મા વિસ્તારમાંથી રાહુલ નામના યુવકનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેની હત્યા કરી દીધી હતી. આ હત્યાકાંડમાં રમેશના સાથીદારો પણ સામેલ હતા. રાહુલની લાશ એક બોરવેલમાંથી મળી આવી હતી.


    આ પણ વાંચોસુરત 'મોતનો વળાંક': યુવતીની એક બેદરકારી, મોતના મુખમાં પહોંચી ગઈ - ભયાનક Accident Video


    પોલીસે આરોપીને પકડ્યો ત્યારે રમેશ માત્ર 17 વર્ષનો હતો, જેના કારણે તેને બાળ સુધાર કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો. બાળ સુધાર કેન્દ્રમાં પણ તેનો સગીર સાથે ઝઘડો થયો હતો. આ વિવાદમાં દલીલબાજી બાદ તેણે સગીરની હત્યા કરી નાખી હતી. સુધરવા માટે આવેલ રમેશે વધુ એક હત્યા કરતા તેને તાત્કાલિક ધોરણે જયપુર જેલમાં મોકલવામાં આવ્યો હતો.

    Published by:kiran mehta
    First published:

    Tags: Crime in Rajasthan, Rajasthan latest news, Rajasthan news, રાજસ્થાન, રાજસ્થાન સમાચાર

    આગામી સમાચાર