Home /News /national-international /Rajasthan Crisis: રાજસ્થાનમાં કોંગ્રેસમાં ગાબડું, ગેહલોત જૂથના 82 ધારાસભ્યોનું એકસાથે રાજીનામું

Rajasthan Crisis: રાજસ્થાનમાં કોંગ્રેસમાં ગાબડું, ગેહલોત જૂથના 82 ધારાસભ્યોનું એકસાથે રાજીનામું

અશોક ગેહલોત અને સચિન પાયલટ - ફાઇલ તસવીર

Rajasthan Crisis: અશોક ગેહલોત જૂથના 82 ધારાસભ્યો સ્પીકર સીપી જોશીના ઘરે પહોંચ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામ સીપી જોશીને રાજીનામું સોંપશે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યુ હતુ કે, ‘તમામ ધારાસભ્યો નારાજ છે અને રાજીનામું આપી રહ્યા છે. અમે આ માટે રાષ્ટ્રપતિ પાસે જઈ રહ્યા છીએ.’

વધુ જુઓ ...
    જયપુરઃ રાજસ્થાનમાં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતની ચૂંટણી લડવાની જાહેરાત થતાંની સાથે જ રાજ્યમાં નવા મુખ્યમંત્રીની શોધખોળ ચાલુ થઈ હતી અને કોંગ્રેસમાં ગાબડાના અણસાર આવવા લાગ્યા હતા. ત્યારે ગેહલોત જૂથના આ ધારાસભ્યો સચિન પાયલટને સીએમ બનાવવા જવા તૈયાર નથી. તેમણે સ્પીકર સીપી જોશીના ઘરે પહોંચીને સામૂહિક રીતે રાજીનામું આપ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ મોવડીમંડળે બેઠક બોલાવી હતી તેમાં ધારાસભ્યો પહોંચ્યા નહોતા. આ બેઠક માટે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન પ્રયવેક્ષક તરીકે જયપુર પહોંચ્યા હતા. વિધાયક દળની આ બેઠક સાંજે સાત વાગ્યે યોજવામાં આવી હતી, પરંતુ હજુ સુધી શરૂ થઈ શકી નહોતી.

    જાણીજોઈને સરકાર પાડે છેઃ પ્રમોદ કૃષ્ણમ


    ગેહલોત જૂથના ધારાસભ્યોના આ વિદ્રોહ મામલે પ્રમોદ કૃષ્ણમે કહ્યુ હતુ કે, ‘કોંગ્રેસ મોવડીમંડળને સંકટમાં ના મૂકશો. 2023માં સચિન પાયલટ સાથે નહીં ભાજપ સાથે લડાઈ હશે. જાણીજોઈને સરકાર પાડવાનું કામ કરી રહ્યા છે.’

    આ પહેલાં ન્યૂઝ18 સાથેની વાતચીતમાં ખાચરિયાવાસે કહ્યુ હતુ કે, 92 ધારાસભ્યોએ રાજીનામા પર હસ્તાક્ષર કર્યા છે. જો કે, સીપી જોશીના ઘરે પહોંચેલી બસમાં 40-45 ધારાસભ્યો હાજર હતા. મળતી માહિતી પ્રમાણે, મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ સીપી જોશીના નિવાસસ્થાને પહોંચી શકે છે.

    સીપી જોશીનું નેતૃત્વ સ્વીકારીશુંઃ ધારાસભ્યો


    ગેહલોત જૂથના ધારાસભ્યોનું કહેવું છે કે, જો ગેહલોત સીએમ પદ પરથી રાજીનામું આપે છે તો 102 ધારાસભ્યોમાંથી કોઈ એક વ્યક્તિને આ જવાબદારી સોંપાશે. છેલ્લી વાડાબંધી દરમિયાન પાર્ટી સાથે હતો તેમાંથી જ એકને જવાબદારી સોંપવામાં આવશે. કેટલાક ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ સીપી જોશીનું નેતૃત્વ પણ સ્વીકારશે.

    આ પણ વાંચોઃ સોનિયા ગાંધીએ અશોક ગેહલોતને કરી અધ્યક્ષ પદની ઓફર!

    ભાજપના લોકો સરકાર તોડવામાં લાગ્યા છેઃ ખાદ્ય મંત્રી


    રાજસ્થાનના ખાદ્ય મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે, ભાજપના લોકો સરકારને તોડવામાં લાગ્યા છે. અમારા પરિવારના વડા વાત કરશે તો નારાજગી દૂર થશે. સોનિયા જી, રાહુલ જી અને અશોક ગેહલોત જી અમારા નેતા છે. જો તેઓ કહેશે તો તેઓ રસ્તા પર ઉતરી આવશે અને આંદોલન કરશે.

    આ પણ વાંચોઃ કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ બનવા માટે મુખ્યમંત્રી પદની બલી આપશે ગેહલોત

    ધારાસભ્યો ગેહલોતથી પણ નારાજ


    કોંગ્રેસના ધારાસભ્ય ખાચરીયાવાસે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, ‘સચિન પાયલટ પ્રત્યે કોઈ નફરત નથી. તેમણે આરોપ લગાવ્યો કે, માત્ર 10-15 ધારાસભ્યોની વાત સાંભળવામાં આવી રહી છે, જ્યારે અન્ય ધારાસભ્યોની અવગણના કરવામાં આવી રહી છે. પાર્ટી અમારી વાત સાંભળતી નથી, તેના વગર નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તમામ ધારાસભ્યો નારાજ છે અને રાજીનામું આપી રહ્યા છે. અમે આ માટે રાષ્ટ્રપતિ પાસે જઈ રહ્યા છીએ. ધારાસભ્યો અશોક ગેહલોતથી પણ નારાજ છે કે તેઓ ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા વગર કેવી રીતે નિર્ણય લઈ શકે.’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Rajasthan Crisis, Rajasthan government

    विज्ञापन
    विज्ञापन