CM અશોક ગેહલોતે નામ લીધા વગર પાયલટની કરી પ્રશંસા, તેમના વિભાગમાં સૌથી વધારે કામ

CM અશોક ગેહલોતે નામ લીધા વગર પાયલટની કરી પ્રશંસા, તેમના વિભાગમાં સૌથી વધારે કામ
CM અશોક ગેહલોતે નામ લીધા વગર પાયલટની કરી પ્રશંસા, તેમના વિભાગમાં સૌથી વધારે કામ

રાજસ્થાનમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા રાજનીતિક સંકટ પુરુ થયા પછી હવે કોંગ્રેસ પાર્ટીમાં ધીર-ધીરે બધુ ઠીક જોવા મળી રહ્યું છે

  • Share this:
    જયપુર : રાજસ્થાનમાં (Rajasthan) છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા રાજનીતિક સંકટ પુરુ થયા પછી હવે કોંગ્રેસ પાર્ટીમાં ધીર-ધીરે બધુ ઠીક જોવા મળી રહ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (CM Ashok Gehlot) નામ લીધા વગર પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટની (Sachin Pilot) પ્રશંસા કરી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)પર પ્રહાર કર્યો હતો.

    સ્વતંત્રતા દિવસ પર પોતાના ભાષણ દરમિયાન સીએમ અશોક ગેહલોતે પાયલટના કામની પ્રશંસા કરી હતી. જોકે તેમણે સીધી રીતે પાયલટનું નામ લીધું ન હતું. ગેહલોતે પાતાની સરકારના સૌથી મોટા કામનો સૌથી મોટો શ્રેય પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટના તે વિભાગને આપ્યો ,જેને તે પહેલા સંભાળી રહ્યા હતા. 15 ઓગસ્ટે ધ્વજારોહણ પછી સીએમ ગેહલોતે કહ્યું હતું કે દેશભરમાં સૌથી વધારે કોઈ વિભાગે સફળતા મેળવી હોય તો તે રાજસ્થાનમાં મનરેગા છે.



    આ પણ વાંચો - PHOTOS: ચેન્નઈ પહોંચતા જ IPL 2020ની તૈયારીમાં જોડાઈ ગયો ધોની, જિમમાં પાડ્યો પરસેવો

    તમને જણાવી દઈએ કે સચિન પાયલટ ગ્રામીણ વિકાસ મંત્રી તરીકે મનરેગાનું કામ સંભાળી રહ્યા હતા. જોકે મનરેગાના કામની પ્રશંસા કરતા ગેહલોતે પાયલટનું નામ લીધું ન હતું.

    મુખ્યમંત્રી ગેહલોતે ભાજપા ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે અમારી સરકાર પાડવાનું ષડયંત્ર કરનારની આશા પર પાણી ફરી વળ્યું છે. હોર્સ ટ્રેનિંગ કરનાર ધરાશાયી થઈ ગયા છે અને આ બધાનો શ્રેય જનતાને જાય છે. સાથે કહ્યું હતું કે લોકો નિશ્ચિંત રહે સરકાર મજબૂત છે.
    Published by:Ashish Goyal
    First published:August 15, 2020, 17:25 pm

    ટૉપ ન્યૂઝ